Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ જે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૪૫ અોથી પરાક્રમમાં પુષ્ટ થયેલા વસુદેવે ઇંદ્રની જેમ એકલા તે ચરોને લીલામાત્રમાં જીતી લીધા. પછી તેણે માનસવેગને બાંધીને સમશ્રીની આગળ નાખે, પણ પિતાની સાસુ અંગારવતીના કહેવાથી તેને છોડી દીધું. પછી સેવક થઈને રહેલા માનસ વેગ વિગેરે વિદ્યાધરોથી વીંટાયેલા વસુદેવ સમશ્રીને સાથે લઈ વિમાનમાં બેસીને મહાપુર નગરે આવ્યા, અને ત્યાંથી રહીને સેમશ્રીની સાથે વિલાસ કરવા લાગ્યા.
- એક વખતે માયાવી સૂપક અશ્વનું રૂપ લઈ વસુદેવને હરી ગયો. તેને ઓળખી વસુદેવે મુષ્ટિવડે તેના મસ્તક પર પ્રહાર કર્યો, જેથી સૂર્યકે તેમને અધરથી પડતા મૂક્યા, એટલે વસુદેવ ગંગાનદીના જળમાં પડ્યા. પછી તે ગંગાનદી ઉતરીને તાપસના આશ્રમમાં ગયા, ત્યાં કંઠમાં અસ્થિની માળા પહેરીને ઊભેલી એક સ્ત્રી તેમના જેવામાં આવી. તે સ્ત્રી વિષે તેણે તાપસને પૂછ્યું, એટલે તાપસ બેલ્યા–“આ જિતશત્રુ રાજાની “નંદિપેણુ' નામે સ્ત્રી છે, તે જરાસંધની પુત્રી થાય છે, આ સ્ત્રીને એક સંન્યાસીએ વશ કરી હતી, તે સંન્યાસીને રાજાએ મારી નાખે, તથાપિ દઢ કામણથી તે સ્ત્રી હજુ તે સંન્યાસીના અસ્થિને કંઠમાં ધારણ કરે છે.” પછી વસુદેવે મંત્રના બળથી તેનું કામણ છેડાવી દીધું, એટલે જિતશત્રુ રાજાએ પોતાની કેતુમતી નામની બહેન વસુદેવને આપી. તે વખતે હિંભ નામના જરાસંધના દ્વારપાળે આવીને જિતશત્રુ રાજાને કહ્યું કે “નંદિષેણાના પ્રાણદાતાને મોકલે, તે પરમ ઉપકારી છે.” રાજાએ તે વાત યુક્ત ધારીને આજ્ઞા આપી, એટલે વસુદેવ તે દ્વારપાળની સાથે રથમાં બેસીને જરાસંધના નગરમાં આવ્યા. ત્યાં નગર રક્ષકોએ તત્કાળ તેમને બાંધી લીધા. વસુદેવે પિતાને બાંધવાનું કારણ પૂછ્યું, એટલે તેઓ બેભા-કઈ જ્ઞાનીએ જરાસંધને કહ્યું છે કે “જે તારી પુત્રી નંદિષેણુને સજજ કરશે, તેને પુત્ર અવશ્ય તને મારશે. તે તું પિતે જ છે, એમ અમને ખબર પડી છે, તેથી તેને મારી નાખવા લઈ જઈએ છીએ. આ પ્રમાણે કહીને તેઓ વસુદેવને પશુની જેમ વધ્યસ્થળમાં લઈ ગયા. ત્યાં મુષ્ટિક વિગેરે મલે વસુદેવને મારવાને તૈયાર થયા
આ સમયે ગધસમૃદ્ધ નગરના રાજા ગંધારપિંગલે પિતાની પુત્રી પ્રભાવતીના વરને માટે કોઈ વિદ્યાને પૂછયું, તે વિદ્યાએ વસુદેવનું નામ આપ્યું; એટલે તેણે વસુદેવને લાવવા માટે ભગીરથી નામે ધાત્રીને મોકલી. તે ધાત્રી વિદ્યાબળથી મુષ્ટિક વિગેરેની પાસેથી બળાત્કારે વસુદેવને ગધસમૃદ્ધ નગરે લઈ ગઈ. ત્યાં વસુદેવ તેના પિતાએ આપેલી પ્રભાવતીને પરણ્યા અને તેની સાથે ક્રિીડા કરતા સુખે રહેવા લાગ્યા. એવી રીતે બીજી પણ વિદ્યાધરની એને પરણી છેવટે વસુદેવ સુકેશળાને પરણ્યા અને સુકેશળાના મહેલમાં રહીને નિર્વિકને વિષયોને ભેગવવા લાગ્યા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि सुकाशलां
तकन्याश्यामादि परिणयनो नाम द्वितीयः सर्गः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org