________________
સગ ૨ જે ]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૪૩ બીજા પતિને ભજતા નથી. આ પ્રમાણે રાજાએ તેને ના કહી તેથી કૌશિક તાપસે ક્રોધ કરી શાપ આપે કે-“કુમાર જ્યારે તેની સાથે ક્રીડા કરશે ત્યારે અવશ્ય મૃત્યુ પામશે.” મહામતિ રાજા અમેઘરેતાએ આવા કારણથી વૈરાગ્ય પામી પિતાના પુત્ર ચારચંદ્રને રાજ્ય આપી પોતે તાપસ થઈ વનમાં નિવાસ કર્યો. તે ગખતે અજ્ઞાતગર્ભા રાણું પણ તેની સાથે વનમાં ગઈ કેટલેક કાળે ગર્ભ પ્રગટ થયે, એટલે તેણુએ પતિની શંકા છેદવાને પ્રથમથી ગર્ભ હેવાની વાત કહી બતાવી. પછી તેણીએ ત્રાષિદના નામની કન્યાને જન્મ આપ્યું. તે કન્યા અનુક્રમે કેઈ ચારણુ મુનિની પાસે શ્રાવિકા થઈ. તે યૌવનવયને પ્રાપ્ત થઈ તેવામાં તેની માતા અને ધાત્રી મૃત્યુ પામી ગઈ. એક વખતે શિલાયુધ રાજા મૃગયા કરવાને તે તરફ આવ્યું. તે ઋષિદનાને જોઈ કામવશ થઈ ગયા. પછી તેનું આતિથ્ય સ્વીકારી રાજા ત્યાં રહ્યો અને તે બાળાને એકાંતમાં લઈ જઈને વિવિધ પ્રકારે તેની સાથે સંભોગક્રિીડા કરી. તે વખતે ઋષિદત્તાએ શિલાયુધને કહ્યું કે “હું અનુસ્નાતા છું, તેથી જે કદિ આજે મને ગર્ભ રહ્યો તો આ કુળવાન કન્યાની શી ગતિ થશે?” રાજાએ કહ્યું, “હું ઈવાકુ વંશને રાજા છું, શ્રાવસ્તી નગરીમાં મારું રાજ્ય છે અને શતાયુધ રાજાને પુત્ર શિલાયુધ એવા નામથી હું પ્રખ્યાત છું. જે તારે પુત્ર થાય તો તું તેને શ્રાવસ્તી નગરીમાં મારી પાસે લાવજે, હું તેને રાજા કરીશ.' આ પ્રમાણે રાજા કહેતો હતો, તેવામાં તો તેનું સન્ય આવી પહોંચ્યું, એટલે વિદત્તાની રજા લઈને રાજા પિતાને સ્થાનકે ગયે. તેણીએ આ વાર્તા પિતાના પિતાને જણાવી. અનુક્રમે તેને પુત્રને પ્રસવ થે. તે પ્રસવમાંથી રોગ થતાં ઋષિદત્તા મૃત્યુ પામી, અને જવલનપ્રભા નાગૅદ્રની અગમહિષી થઈ. પુત્રીના મરણથી તેના પિતા અમેઘરેતા તાપસ તેના પુત્રને હાથમાં લઈને સામાન્ય લેકની જેમ ઘણું રૂદન કરવા લાગ્યા. હું જે જવલનપ્રભ નાગૅદ્રની સ્ત્રી થઈ હતી, તે અવાધજ્ઞાનથી તે સર્વ હકીકત જાણી મૃગરૂપે ત્યાં આવી, અને સ્તનપાન કરીને તે પુત્રને ઉછેર્યો. તેથી તે “એણીપુત્ર” એવા નામથી વિખ્યાત થયે. પેલે કૌશિક તાપસ મૃત્યુ પામીને મારા પિતાના આશ્રમમાં દષ્ટિવિષ સર્ષ થયે. તે ક્રર સર્ષે મારા પિતાને વંશ કર્યો, પણ મેં આવીને વિષ ઉતાર્યું અને તે સર્ષને બેધ આપે, તેથી તે સર્ષ મૃત્યુ પામીને બલ નામે દેવતા થયે. પછી હું ઋષિદત્તાનું રૂપ લઈ શ્રાવસ્તી નગરીએ ગઈ અને ત્યાં શિલાયુધ રાજાને પુત્ર સોંપવા માંડ્યો, પણ તેણે પૂર્વની વાત વિસ્મરણ થઈ જવાથી તે પુત્રને ગ્રહણ કર્યો નહીં. પછી પુત્રને તેની પાસે મૂકી આકાશમાં રહીને મેં કહ્યું કે “હે રાજન ! વનમાં રહેલી અષિદત્તા નામની કન્યાને તે ભોગવી હતી, તેને તારા સંગમથી આ પુત્ર થયેલ છે. તે વિદત્તા પ્રસવરોગથી મૃત્યુ પામીને હું દેવપણાને પામેલી છું. દેવપણામાંથી અહીં આવીને મેં મૃગલીને રૂપે તેને ઉછેર્યો છે, તેથી આ એણીપુત્રના નામથી વિખ્યાત થયેલે છે.” આ પ્રમાણે કહેતાં જ રાજાને સ્મરણ આવ્યું એટલે તે પુત્રને રાજ્ય ઉપર બેસાડી શિલાયુધ રાજા દીક્ષા લઈ સ્વર્ગે ગયે. તે એણી પુત્રે સંતતિને માટે અઠ્ઠમ તપ કરીને મને સંતુષ્ટ કરી, જેથી મેં તેને એક પુત્રી આપી, તે આ પ્રિયંગુમંજરી છે. આ પુત્રીના સ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org