________________
૨૪૨] શ્રી વસુદેવ ચરિત્ર
[પર્વ ૮ મું કાપી નાખે. તે પાડે મરીને લેહિતાક્ષ નામે અસુરે અગ્રણી થયે છે તે જુઓ, આ અહીં મને વંદન કરવા આવ્યા છે. આ સંસારનું નાટક આવું વિચિત્ર છે.” પછી લોહિતાક્ષે મુનિને નમીને તે મૃગવન મુનિની, કામદેવ શેઠની અને ત્રણ પગવાળા મહિષની રત્નમય પ્રતિમા કરાવીને અહીં સ્થાપન કરેલી છે. તે કામદેવ શ્રેષ્ઠીના વંશમાં હાલ કામદત્ત નામે શેઠ છે, તેને બંધુમતી નામે પુત્રી છે. શેઠે તે પુત્રીના વરને માટે કઈ જ્ઞાનીને પૂછયું હતું, એટલે જ્ઞાનીએ કહ્યું હતું કે જે આ દેવાલયના મુખદ્વારને ઉઘાડશે તે મારી પુત્રીને વર થશે.”
આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી વસુદેવે તે દ્વાર ઉઘાડ્યું, એ વાત જાણીને તત્કાળ કામદત્તશે ત્યાં આવી વસુદેવને પિતાની પુત્રી આપી. તેમને જેવાને રાજાની પુત્રી પ્રિયંગુસુંદરી રાજાની સાથે ત્યાં આવી. તે વસુદેવને જોઈને ક્ષણવારમાં કામપીડિત થઈ ગઈ. પછી દ્વારપાળે આવીને પ્રિયંગુસુંદરીની દશા અને એણપુત્ર રાજાનું ચરિત્ર અંજલિ જેડીને વસુદેવને જણાવ્યું, અને કહ્યું કે “કાલે પ્રાત:કાળે તમે પ્રિયંગુસુંદરીને ઘેર અવશ્ય આવજે.” એમ કહીને દ્વારપાળ ગ.
તે દિવસે વસુદેવે એક નાટક જોયું. તેમાં એવી હકીક્ત આવી કે “નમિને પુત્ર વાસવ ખેચર થશે. તેના વંશમાં બીજા વાસવ થયા. તેને પુત્ર પુરૂહૂત થયા. એકદા તે હાથી ઉપર બેસીને ફરવા ગયા હતા, ત્યાં તેણે ગૌતમની સી અહલ્યાને જોઈ. તેથી આશ્રમમાં લઈ જઈ તેની સાથે ક્રીડા કરી. તે વખતે ગૌતમે આવી વિદ્યારહિત થયેલા પુરૂહૃતના લિંગને છેદી નાખ્યું.” આ પ્રમાણેની હકીકત જોઈ વસુદેવ ભય પામી ગયા તેથી રાજકુમારી પ્રિયંગુસુંદરીની પાસે ગયા નહીં. રાત્રે વસુદેવ બંધુમતી સાથે સૂઈ ગયા. તે રાત્રિમાં નિદ્રાને ભંગ થતાં એક દેવી તેમનાં જોવામાં આવી, એટલે “આ કોણ હશે?' એમ તે ચિંતવવા લાગ્યા. તેટલામાં “અરે! વત્સ! શું ચિંતવે છે?' એમ બોલતી તે દેવી. તેને હાથ પકડીને તેને અશેક વનમાં લઈ ગઈ. ત્યાં જઈને કહ્યું કે-“સાંભળો! આ ભરતક્ષેત્રમાં શ્રીચંદન નામે નગરમાં અમેઘરેતા નામે રાજા હતું, તેને ચારૂમતિ નામે પ્રિયા હતી. તેમને ચારચંદ્ર નામે એક પુત્ર થયો હતે, તે નગરમાં અનંતસેના નામે એક વેશ્યા હતી. તેને કામ પતાકા કરીને એક સુચના પુત્રી હતી. એક વખતે રાજાએ યજ્ઞ કર્યો તેમાં ઘણા તાપસ આવ્યા. તેમાં કૌશિક અને તૃણબિંદુ બે ઉપાધ્યાય હતા. તેઓ બન્નેએ આવી રાજાને કેટલાંક ફળ અર્પણ કર્યા. રાજાએ પૂછયું. “આવાં ફળ કયાંથી લાવ્યા?” એટલે તેઓએ હરિવંશની ઉત્પત્તિ વખતે આવેલા કલ્પવૃક્ષની બધી કથા પ્રથમથી કહી સંભળાવી. તે વખતે રાજસભામાં કામ પતાકા વેશ્યા નૃત્ય કરતી હતી, તેણીએ કુમાર ચારચંદ્ર અને કૌશિક મુનિનું મન હરી લીધું. યજ્ઞ પૂર્ણ થયા પછી કુમારે કામ પતાકાને પોતાને સ્વાધીન કરી. પછી કોશિક તાપસે રાજાની પાસે આવી તે વેશ્યાની માગણી કરી, એટલે રાજાએ કહ્યું કે, “તે વેશ્યાને કુમારે ગ્રહણ કરી છે અને તે શ્રાવિક છે માટે એક પતિ સ્વીકાર્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org