________________
૨૪] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮ મું આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવ ત્યાં એક તાપસના આશ્રમમાં તેણીની સાથે રહ્યા. એક વખતે નદીમાં પાશથી બંધાયેલી એક કન્યા તેના જેવામાં આવી. વેગવતીએ પણ તે વિષે કહ્યું, એટલે તે દયાળુ વસુદેવે નાગપાશના બંધનવાળી તે કન્યાને બંધનમુક્ત કરી. પછી તે મૂર્શિત કન્યાને જળસિંચન કરીને સાવધ કરી એટલે તે બેઠી થઈ પછી વસુદેવને ત્રણ પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે બેલી-“હે મહાત્મા! તમારા પ્રભાવથી આજે મારી વિદ્યા સિદ્ધ થઈ છે, તે સંબંધી હું વાર્તા કહું તે સાંભળ-વૈતાઢ્યગિરિ ઉપર ગગનવાસ નામે એક નગર છે. તે નગરમાં નમિરાજાના વંશમાં પૂર્વે વિદંષ્ટ્ર નામે રાજા થયે, તેણે પ્રત્યમ્ વિદેહમાં એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયા. એટલે તે બોલ્યો કે, “અરે! આ કઈ ઉત્પાત છે, માટે તેને વરૂણાચલમાં લઈ જઈ મારી નાખે.” આવા તેના કથનથી સાથે રહેલા બેચરાએ તેમને મારવા માંડયા, પરંતુ શુકલધ્યાન ધરતા એવા તે મુનિને તે વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધરણેન્દ્ર કેવળીને મહિમા કરવાને ત્યાં આવ્યા. તે સ્થાને મુનિના વિરોધીઓને જોઈને તત્કાળ ધરણું ક્રોધ પામી તેમને વિદ્યાભ્રષ્ટ કરી દીધા, તેથી દીન થઈને તેઓ કહેવા લાગ્યા કે-“હે દેવેંદ્ર! આ મુનિ છે કે કોણ છે? એ અમારા જાણવામાં આવ્યું નહીં. કેવળ વિઘટ્ટ “આ ઉત્પાત છે” એમ કહી અમને પ્રેરણા કરીને આવું કામ કરાવ્યું છે.” ધરણેકે કહ્યું, “અરે પાપીઓ! હું તો મુનિના કેવળજ્ઞાનના ઉત્સવને માટે આવ્યો છું. તે હવે તમારી જેવા અજ્ઞાનીઓ અને પાપીઓને મારે શું કરવું ? જા હવે ફરીવાર પ્રયાસ કરવાથી તમને વિદ્યા સિદ્ધ થશે, પરંતુ યાદ રાખજે કે અરિહંત, સાધુ અને તેમના આશ્રિતોને દ્વેષ કરવાથી તત્કાળ તે વિદ્યાઓ નિષ્ફળ થઈ જશે અને હિણી વિગેરે મહા વિદ્યાએ તે દુર્મતિ વિદંષ્ટ્રને તો સિદ્ધ થશે જ નહિ. એટલું જ નહિ પણ તેની સંતતીના કે પુરૂષને કે સ્ત્રીને પણ સિદ્ધ થશે નહિ; કદિ તેમને કેઈ સાધુ મુનિરાજનાં કે મહાપુરૂષનાં દર્શન થશે તો તેથી સિદ્ધ થશે.” આ પ્રમાણે કહી ધરણંદ્ર કેવળીને મહોત્સવ કરીને પિતાને સ્થાનકે ગયા. પૂર્વે તેના વંશમાં કેતુમતી નામે એક કન્યા થઈ હતી, તેણી તે વિદ્યા સાધતી હતી. તેને પુંડરીક વાસુદેવ પરણ્યા હતા. તેમના પ્રભાવથી તે કેતુમતીને વિદ્યાઓ પણ સિદ્ધ થઈ હતી. હે ચંદ્રમુખ! તેના વંશની બાલચંદ્રા નામે હું કન્યા છું. મને તમારા પ્રભાવથી વિદ્યાઓ સિદ્ધ થઈ છે, માટે તમારે વશ એવી જે હું તેનું તમે પાણિગ્રહણ કરે, અને કહે કે મારી વિદ્યા સિદ્ધ કરાવી તેના બદલામાં તમને શું આપું?” તેણીના આગ્રહથી વસુદેવે કહ્યું કે “આ વેગવતીને વિદ્યા આપ.” પછી તે વેગવતીને લઈને ગગનવલ્લભ નગરમાં ગઈ અને વસુદેવ તાપસના આશ્રમમાં આવ્યા.
તે તાપસના આશ્રમમાં તત્કાળ તાપસી વ્રત લઈને બે રાજા પિતાના પરાક્રમને નિંદતા આવ્યા, તેમને જોઈ વસુદેવે તેમના ઉદ્વેગનું કારણ પૂછ્યું, એટલે તેઓ બેલ્યા-“શ્રાવસ્તી નામની નગરીમાં અતિ નિર્મળ ચરિત્રવડે પવિત્ર એવા એણુપુત્ર નામે પરાક્રમી રાજા છે. તેને પ્રિયંગુસુંદરી નામે એક પુત્રી છે, તેના સ્વયંવરને માટે રાજાએ ઘણુ રાજાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org