________________
૨૩૮ ]
શ્રી વસુદેવ ચરિત્ર
[ પ ૮ મું તે સૂપ કકુમારને માટે મારા પિતાની પાસે મદનવેગાની માગણી કરી હતી, પણ મારા પિતા વિદ્યુદ્વેગે તેને તે કન્યા આપી નહીં, કારણકે મારા પિતાએ કેાઈ ચારણમુનિને તે કન્યાના વરને માટે પૂછ્યું હતું, એટલે તેમણે કહ્યુ` હતુ` કે, ‘હરિવંશમાં ઉત્પન્ન થયેલ વસુદેવકુમાર તમારી પુત્રીના પતિ થશે. વળી તે રાત્રે ગંગાનદીમાં રહીને વિદ્યા સાધતા તારા પુત્ર ચડવેગના સ્કંધ ઉપર ચડશે અને તેથી તત્કાળ તેની વિદ્યાઓ સિદ્ધ થઈ જશે.' આ પ્રમાણે સાંભળી મારા પિતાએ સૂર્ણાંકને કન્યા આપવાની ના કહી, જેથી તે બળવાન રાજા ત્રિશિખર મારા પિતાને બાંધીને લઈ ગયેલે છે, માટે આપે મદનવેગાને જે વરદાન આપેલ છે, તે પ્રમાણે તમારા સસરાને છોડાવે! અને હું કે જે તમારા સાળા થા, તેનું માન રાખેા. અમારા વંશમાં અંકુરરૂપ નમિ રાજા હતા, તેને પુલસ્ત્ય કરીને પુત્ર થયા હતા. તેના વશમાં મેઘનાદ નામે રાજા થયા કે જે અરિજય નગરના સ્વામી થયેા હતો. તેના સુભૂમ ચક્રવતી જામાતા થતા હતા, તેણે પેાતાના સસરાને વૈત:ઢચ ઉપરની અને શ્રેણિની લક્ષ્મી અને બ્રહ્માસ્ત્ર, આગ્નેયાસ્ત્ર વિગેરે દિવ્ય અઓ આપ્યાં હતાં. તેના વંશમાં રાવણુ અને બિભીષણુ થયા હતા. તે બિભીષણના વંશમાં મારા પિતા વિદ્યુદ્વેગ ઉત્પન્ન થયા છે. અનુક્રમે તે અસ્રો અમારા વારસામાં આવેલા છે; તો આ અસ્રો તમે ગ્રહણ કરા, કેમકે તેવાં દિવ્ય અઓ મહા ભાગ્યવાન્ પુરૂષની પાસે સફળ છે અને અમારા જેવા નિર્ભાગીની પાસે નિષ્ફળ છે” આ પ્રમાણે કહી તેણે વસુદેવને એ મો આપ્યાં, વસુદેવે તે ગ્રહણ કર્યાં. અને વિધિથી સાધી લીધાં. ‘પુણ્યથી શુ અસાધ્ય છે ?'
ત્રિશિખર રાજાએ સાંભળ્યુ કે મદનવેગા એક ભૂચરને આપી છે, તેથી તે ક્રોધ કરી સ્વયમેવ યુદ્ધ કરવાને આણ્યે. પછી ખેચરાએ એક સુવણુના માયાવી રથ વિકુ વસુદેવને આપ્યા. વસુદેવે તેમાં બેસી દધિમુખ વિગેરે સૈનિકોથી વીંટાઈ ને યુદ્ધ કરવા માંડયુ. પિરણામે વસુદેવે ઇંદ્રાસ્ત્રથી ત્રિશિખર રાજાનું મસ્તક છેદી નાખ્યું, અને દિવસ્તિલક નગરમાં પ્રવેશ કરીને પેાતાના સસરાને ખ ધનથી છેડાવ્યા. પછી સસરાને નગરે આવી મદનવેગા સાથે વિલાસ કરતાં તેમને અનાવૃષ્ટિ નામે પુત્ર થયા.
અન્યદા ખેચરાની સ્રીએથી રાગવડે વારવાર જોવાતા વસુદેવ અનેક ખેચરા સહિત સિદ્ધાયતનની યાત્રા કરવાને ગયા. યાત્રા કરીને પાછા શ્વશુરનગરમાં આવ્યા. એક વખતે વસુદેવે માનવેગાને વેગવતીના નામથી ખેલાવી, તેથી ક્રોધ કરીને મદનવેગા બીજી શય્યા ઉપર ગઈ, તે વખતે ત્રિશિખર રાજાની પત્ની સૂપણુખાએ મદનવેગાનુ રૂપ લઈ તે સ્થાન ખાળી દઈ ને વસુદેવનું હરણ કર્યુ. પછી તેણીએ મારવાની ઇચ્છાથી રાજગૃહી નગરીની પાસે વસુદેવને આકાશમાંથી પડતા મૂકયા. દૈવયેાગે વસુદેવ તૃણુના રાશિ ઉપર પડચા. ત્યાં જરાસંઘની કીર્ત્તિ સાંભળી વસુદેવ રાજગૃહી નગરીમાં ગયા. ત્યાં પાસાવડે કેટ સુવણુ જીતી તેણે યાચકોને આપી દીધું. તેવામાં રાજપુરૂષો આવી વસુદેવને બાંધીને જરાસંધના દરબારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org