Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૩૭ પ્રમાણે કર્યું. ત્યાર બાદ તે રાજકન્યાએ “આ દેવની શેષા છે” એમ કહી વસુદેવને મદિરાપાન કરાવ્યું, અને કાંદપિક દેવની જેમ તેમની સાથે અત્યંત રતિસુખ ભેગવ્યું, વસુદેવ રાત્રે તેની સાથે સૂતા. જ્યારે તે નિદ્રામાંથી જાગ્રત થયા અને જોયું તો તેણે સેમશ્રીને બદલે બીજી સ્ત્રીને દીઠી. તેથી વસુદેવે તેને પૂછયું કે-“હે સુબ્રુ? તું કેણ છે?' તે બલી-દક્ષિણ એણિમાં આવેલા સુવર્ણમ નામના નગરમાં ચિત્રાંગ નામે રાજા છે, તેને અંગારવતી નામે રાણી છે, તેમને માનસવેગ નામે પુત્ર છે અને વેગવતી નામે હું પુત્રી છું. ચિત્રાંગ રાજાએ પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી છે. હે સ્વામિન! તે મારા ભાઈ માનસવેગે નિર્લજજ થઈને તમારી સ્ત્રી સમશ્રીનું હરણ કર્યું છે. મારા ભાઈ એ રતિને માટે મારી પાસે અનેક પ્રકારનાં ચાટુ વચનવડે ઘણું કહેવરાવ્યું, તોપણ તમારી મહાસતી સ્ત્રીએ તે વાત સ્વીકારી નહીં. પછી તેણીએ મને સખી કરીને માની અને તમને તેડવા માટે મને અહીં મેકલી. હું અહીં આવી એટલે તમને જેઈ કામપીડિત થઈ તેથી મેં આ કાર્ય કર્યું છે. હવે મારા જેવી કુલીન કન્યાના તમે વિવાહપૂર્વક પતિ થયા છે. પ્રાતઃકાળે વેગવતીને જોઈને સર્વ લેકે વિસ્મય પામ્યા. પતિની આજ્ઞાથી તેણીએ સેમશ્રીના હરણની વાર્તા લેકેને જણાવી.
એકદા રાત્રિએ વસુદેવ રતિબ્રાંત થઈને સૂતા હતા, તેવામાં અતિ વેગવાળા માનસવેગે આવીને તેનું હરણ કર્યું. તે જાણવામાં આવતાં વસુદેવે તે ખેચરના શરીર પર મુષ્ટિના પ્રહાર કરવા માંડયા, તેથી પીડિત થયેલા માનસવેગે વસુદેવને ગંગાના જળમાં નાખી દીધા. ત્યાં ચંડવેગ નામને એક ખેચર વિદ્યા સાધતો હતો, તેના કંધ ઉપર વસુદેવ પડયા, પણ તે તો તેની વિદ્યા સાધ્ય થવાના કારણભૂત થઈ પડયા. તેણે વસુદેવને કહ્યું કે “મહાત્મન ! તમારા પ્રભાવથી મારી વિદ્યા સિદ્ધ થઈ છે, માટે કહે, તમને શું આપું!” તેના કહેવાથી વસુદેવે આકાશગામિની વિદ્યા માગી, બેચરે તત્કાળ તે વિદ્યા તેને આપી. પછી વસુદેવ કનખલ ગામના દ્વારમાં રહી સમાહિત મને તે વિદ્યા સાધવા લાગ્યા.
ચંડવેગ ત્યાંથી ગમે તેવામાં વિઘગ રાજાની પુત્રી મદનને ત્યાં આવી. તેણે વસુદેવકુમારને જોયા. તેને જોતાં જ તે કામપીડિત થઈ તેથી તેણે તત્કાળ વસુદેવને વૈતાદ્ય પર્વત ઉપર લઈ જઈ કામદેવની જેમ પુષશયન ઉદ્યાનમાં મૂક્યા. પછી તેણે અમૃતધાર નગરમાં પ્રવેશ કર્યો. પ્રાતઃકાળે તેના ત્રણ ભાઈઓએ આવી વસુદેવને નમસ્કાર કર્યો. તેમાં પહેલે દલિમુખ, બીજે દંડવેગ અને ત્રીજો ચંડવેગ હતું કે જેણે વસુદેવને આકાશગામિની વિદ્યા આપી હતી. પછી તેઓ વસુદેવને પોતાના નગરમાં લઈ ગયા અને ત્યાં મદનગાની સાથે તેને વિધિથી વિવાહ કર્યો. વસુદેવ મદનગાની સાથે ત્યાં રહીને સુખે રમવા લાગ્યા.
એક દિવસે મદનગાએ વસુદેવને સંતુષ્ટ કરી વરદાન માગ્યું. પરાક્રમી વસુદેવે તે આપવાને કબુલ કર્યું. અન્યદા દધિમુખે નમસ્કાર કરીને વસુદેવને કહ્યું કે “દિવસ્તિલક નામના નગરમાં ત્રિશિખર નામે રાજા છે, તેને સૂર્પક કરીને એક કુમાર છે. તે રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org