Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૩૯ લઈ ચાલ્યા. વસુદેવે રાજસભાને પૂછયું કે, “અપરાધ વિના મને શા માટે બાંગે છે?' ત્યારે તે બોલ્યા કે “કઈ જ્ઞાનીએ જરાસંધને કહ્યું કે “કાલે પ્રાતઃકાળે અહીં આવી કોટિ દ્રવ્ય જીતીને જે યાચકને આપી દેશે, તેને પુત્ર તારો વધ કરનારો થશે. તે પ્રમાણે કરનાર તમે છે, માટે જે કે તમે નિરપરાધી છે, તો પણ રાજાની આજ્ઞાથી તમને મારી નાખવામાં આવશે.” આ પ્રમાણે કહી તેઓએ વસુદેવને એક ચામડાની ધમણમાં નાખ્યા. પછી અપવાદના ભયથી છાની રીતે મારવાને ઈચ્છતા એવા તે રાજસુભટએ તે ધમણ સાથે તેમને કોઈ પર્વત ઉપરથી ગબડાવી મૂક્યા. તેવામાં વેગવતીની ધાત્રી માતાએ અધરથી તેને લઈ લીધા.
જ્યારે તેણી તેમને લઈને ચાલી, ત્યારે વસુદેવને લાગ્યું કે મને ચારૂદત્તની જેમ કાઈ ભારંડપક્ષી આકાશમાં લઈ જાય છે. પછી તેણીએ પર્વત ઉપર મૂકયા એટલે વસુદેવે બહાર દષ્ટિ કરી તો ત્યાં વેગવતીનાં બે પગલાં તેમણે દીઠાં. તેને ઓળખીને તેઓ ધમણની બહાર નીકળ્યા. ત્યાં “હે નાથ! હે નાથ!” પોકારીને રૂદન કરતી વેગવતી તેમના જેવામાં આવી. વસુદેવે તેની પાસે જઈ તેને આલિંગન કર્યું અને પૂછ્યું કે, તે મને શી રીતે પ્રાપ્ત કર્યો?” વેગવતી અશ્રુ લુછીને બેલી–“સ્વામિન્ ! હું જે વખતે શય્યામાંથી ઊઠી તે વખતે મારા અભાગ્યે તમને જગ્યામાં જોયા નહી, તેથી અંતઃપુરની સ્ત્રીઓની સાથે કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. તેવામાં બજ્ઞપ્તિ વિદ્યાએ આવીને તમારા હરણની અને આકાશમાંથી પડવાની ખબર આપી. પછી મેં અજાણપણને લીધે વિચાર્યું કે, “મારા પતિ પાસે કોઈ મુનિની બતાવેલી પ્રભાવિક વિદ્યા હશે તેથી તે પાછા થડા કાળમાં અહીં આવશે.” આમ વિચારી તમારા વિયેગથી પીડિત એવી હું કેટલેક કાળ નિર્ગમન કરીને પછી રાજાની આજ્ઞાથી તમને શોધવાને માટે પૃથ્વી પર ભમવા નીકળી. હું ફરતી ફરતી સિદ્ધાયતનમાં આવી, ત્યાં મદનગાની સાથે તમને જોયા. પછી તમે સિદ્ધચત્યમાંથી અમૃતધાર નગરમાં આવ્યા, ત્યાં હું પણ તમારી પછવાડે આવી. ત્યાં હું અંતર્ધાન થઈને રહી હતી, તેવામાં તમારા મુખે મારું નામ મેં સાંભળ્યું, તેથી તત્કાળ તમારા સનેહથી મારો ચિરકાળના વિરહનો કલેશ છેડી દીધું. મારૂં નામ સાંભળી મદનવેગા ક્રોધ પામી અને અંતગૃહમાં ગઈ એટલામાં સૂર્પણખાએ ઔષધિના બળથી તે ઘરમાં અગ્નિ ઉત્પન્ન કરી અને મદનગાનું રૂપ લઈને તમારું હરણ કર્યું. તેણીએ જ્યારે આકાશમાંથી તમને પડતા મૂક્યા, તે વખતે તમને ધરી રાખવા માટે હું ઉતાવળે દોડી અને માનસવેગનું કલ્પિત રૂપ લઈને હું નીચે રહી. પણ મને તેણે જોઈ એટલે વિદ્યા તથા ઔષધિના બળથી મને તરછોડીને કાઢી મૂકી. તેના ભયથી નાસીને હું કઈક ચિત્યમાં જતી હતી, તેવામાં પ્રમાદવડે કોઈ મુનિનું ઉલ્લંઘન થઈ જવાથી મારી વિદ્યા ભ્રષ્ટ થઈ ગઈ. તેવામાં મારી ધાત્રી મને આવીને મળી. તે વખતે “મારો ભર્તા કયાં હશે?” એવું હું ચિંતવન કરતી હતી, તેથી મેં ધાત્રીને સર્વ વૃત્તાંત કહીને તમારી શોધ માટે મોકલી. તેણીએ ભમતાં ભમતાં તમને પર્વત ઉપરથી પડતા જોયા, એટલે તત્કાળ અધરથી લઈ લીધા. પછી તમને તે ધમણમાં રાખીને તે આ હિમાન પર્વતના પંચનદ તીર્થમાં લઈ આવી, અને અહીં તમે છુટા થયા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org