Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૪૪] શ્રી વસુદેવ ચરિત્ર
[ પ ૮ મું યંવરને માટે એણપુત્ર રાજાએ ઘણા રાજાઓને લાવ્યા હતા, પણ તે કોઈ રાજાને વરી નહીં, તેથી સર્વ રાજાઓએ મળીને યુદ્ધને આરંભ કર્યો. મારી સહાયથી એણુપુત્ર એકલાએ બધા રાજાઓને જીતી લીધા. તે પ્રિયંગુમંજરી આજે તમને જોઈને વરવાની ઈચ્છા કરે છે. હે અનઘ ! તમારે માટે તેણુએ અષ્ટમભક્ત કરીને મારી આરાધના કરી, જેથી મારી આજ્ઞાવડે તે દ્વારપાળે આવી તમને તેને ઘેર આવવાનું જણાવ્યું; પણ અજ્ઞાનને લીધે દ્વારપાળના કથનની તમે અવજ્ઞા કરી, તો હવે મારી આજ્ઞાથી તે દ્વારપાળના બેલાવ્યા પ્રમાણે તમે ત્યાં જજે અને તે એણુપુત્રની કન્યાને પરણજે. વળી તમારે કાંઈ વરદાન જોઈતું હોય તો માગી
.” દેવીનાં આ વચનથી વસુદેવ બોલ્યા કે “જ્યારે હું સંભારૂં ત્યારે તમે આવજે.' દેવીએ તે વાત સ્વીકારી. પછી તે દેવી વસુદેવને બંધુમતીને ઘેર મૂકી અંતર્ધાન થઈ ગઈ પ્રાતઃકાળે વસુદેવ પેલા દ્વારપાળની સાથે પ્રિયંગુમંજરીએ નિમેલા સ્થાને ગયા. ત્યાં તે પ્રથમથી આવેલી હતી, તેને વસુદેવ ઘણા હર્ષ સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યા. તે પછી અઢારમે દિવસે દ્વારપાળે પ્રિયંગુમંજરીને દેવીએ આપેલા વરની વાર્તા રાજાને જણાવી. રાજા તેને પોતાને ઘેર લઈ ગયે.
આ અરસામાં વૈતાથગિરિ ઉપર ગંધસમૃદ્ધ નામના નગરમાં ગંધારપિંગલ નામે રાજા હતો, તેને પ્રભાવતી નામે કન્યા હતી. તે ફરતી ફરતી સુવર્ણાભ નગરે આવી. ત્યાં તેણે સોમશ્રીને જોઈ અને તે તેની સખી થઈ ગઈ. સોમશ્રીને પતિને વિરહ જાણી પ્રભાવતી બેલી-“હે સખિ! તું શા માટે સંતા૫ કરે છે? હું હમણાં તારા ભર્તારને લાવી આપીશ.” સેમશ્રીએ નિશ્વાસ મૂકીને કહ્યું, “હે સખિ! જેમ વેગવતી પતિને લાવી હતી, તેમ તું પણ રૂપથી કામદેવ જેવા મારા સ્વામીને લાવીશ.” પ્રભાવતી બોલી-“હું વેગવતીના જેવી નથી.” એમ કહીને તે શ્રાવસ્તીનગરીએ ગઈ અને ત્યાંથી વસુદેવને લઈ આવી. ત્યાં વસુદેવ બીજુ રૂપ કરીને સોમશ્રી સાથે રહ્યા. અન્યદા માનસવેગે વસુદેવને ઓળખ્યા એટલે તેને બાંધી લીધા. તે વખતે કેળાહળ થતાં વૃદ્ધ ખેચરેએ આવીને તેને છોડાવ્યા. વસુદેવે માનસ વેગની સાથે સેમશ્રી સંબંધી વિવાદ કરવા માંડ્યો. તેને નિર્ણય કરવા માટે તેઓ બંને વૈજયંતી નગરીમાં બલસિંહ રાજાની પાસે આવ્યા. ત્યાં સૂર્પક વિગેરે સર્વે એકઠા થયા. માનસવેગે કહ્યું કે “પ્રથમ આ સમશ્રી મારી કપેલી હતી, તેને આ વસુદેવ છળથી પરણ ગયે છે, તેમ જ મારા દીધા વિના મારી બહેન વેગવતીને પર છે. વસુદેવે કહ્યું “તેના પિતાએ મારે માટે કપેલી સામગ્રીને હું પર છું. ત્યાંથી તે સમશ્રીને હરી લીધી હતી, તે વિષે વેગવતીના કહેવાથી જ સર્વ લેકે જાણે છે.” આ પ્રમાણે વાદ કરવામાં વસુદેવે માનસવેગને જીતી લીધે એટલે તે યુદ્ધ કરવાને તત્પર થયે. તેની સાથે નીલકંઠ, અંગારક અને સૂર્પક વિગેરે ખેચરે પણ તૈયાર થયા. તે વખતે વેગવતીની માતા અંગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ્ય અને બે ભાથાં આપ્યાં અને પ્રભાવતીએ પ્રજ્ઞાપ્ત વિધા આપી. વિદ્યા અને દિવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org