Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૩૬] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮મું રાજપુત્રીને નજીકના કોઈ એક ઘરમાં લઈ ગયા અને ઉત્તરીય વસ્ત્રના પવનાદિકવડે તેને આશ્વાસન આપ્યું. પછી તેની ધાત્રીઓ તેને રાજમહેલમાં લઈ ગઈ અને કુબેર સાર્થવાહ વસુદેવને તેના સસરા સહિત માનપૂર્વક પિતાને ઘેર લઈ ગયે. ત્યાં વસુદેવ સ્નાન ભોજન કરી સ્વસ્થ થયા. તેવામાં કઈ પ્રતિહારીએ આવી જયાશીષપૂર્વક આ પ્રમાણે કહ્યું –
અહીંના સમદત્ત રાજાને સમશ્રી નામે કન્યા છે, તેને સ્વયંવરમાં પતિ મળશે એમ પૂર્વે જાણવામાં આવ્યું હતું, પણ સર્વાણયતિના કેવળજ્ઞાનના મહત્સવમાં દેવતાઓને આવતા જોઈ તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારથી એ મૃગાક્ષી બાળ મૌન ધરીને રહેવા લાગી. એક વખતે મેં એકાંતમાં તેનું કારણ પૂછયું, એટલે તે બેલી કે, “મહાશુક્ર દેવલેકમાં ભેગ નામે એક દેવ હતો. તેણે મારી સાથે અતિ વાત્સલ્યથી ચિરકાળ સુધી ભેગ ભેગવ્યા હતા. એક વખતે તે દેવ મારી સાથે નંદિશ્વરાદિ તીર્થની યાત્રા અને અહંતને જાવ કરીને પિતાના સ્થાન તરફ પાછો ફર્યો. બ્રહ્મદેવલેક સુધી પહોંચે, તેવામાં એકાએક આયુ પૂર્ણ થવાથી થવી ગયો. પછી શેકાત થઈને તેને શેધતી શોધતી હું આ ભરતક્ષેત્રમાં કુરૂ દેશમાં આવી. ત્યાં બે કેવળજ્ઞાનીને જોઈને મેં પૂછયું કે “દેવલોકમાંથી ચ્યવે મારો પતિ ક્યાં ઉત્પન્ન થયે છે તે કહે.” તેઓ બોલ્યા-“હરિવંશમાં એક રાજાને ઘેર તારો પતિ અવતર્યો છે અને તું પણ સ્વર્ગમાંથી વીને રાજપુત્રી થવાની છે. જ્યારે ઇંદ્રમહત્સવમાં હાથી પાસેથી તને છેડાવશે, ત્યારે પાછે તે તારે પતિ થશે.” પછી તેમને ભક્તિપૂર્વક વંદના કરીને હું વસ્થાને આવી અને અનુક્રમે ત્યાંથી ચ્યવીને આ સેમદત્ત રાજાને ઘેર કન્યારૂપે ઉત્પન્ન થઈ. પછી આ સર્વાણ મુનિના કેવળજ્ઞાનના ઉત્સવમાં દેવતાઓને જોઈને મને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી આ બધું મારા જાણવામાં આવ્યું, એટલે મેં મૌન ધારણ કર્યું.” (પ્રતિહારી કહે છે–“તેણીનું આ સર્વ વૃત્તાંત મેં રાજાને જણાવ્યું, એટલે રાજાએ સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓને વિદાય કર્યા. હે વીર ! આજે તમે તે રાજકન્યાને હાથી પાસેથી છેડાવી છે, તેથી પૂર્વની સર્વ વાતની ખાત્રી થઈ છે, તેથી તમને તેડી લાવવા માટે મને મોકલી છે, માટે ત્યાં પધારે અને તે રાજકન્યાને પરણે.” પછી વસુદેવ તેની સાથે રાજમંદિરમાં ગયા અને સમશ્રીને પરણીને તેની સાથે યથેચ્છ ક્રીડા કરવા લાગ્યા.
એક વખત વસુદેવ સૂઈને ઊઠયા, ત્યાં તે મૃગાક્ષી રાજબાળા તેમના જેવામાં આવી નહીં, એટલે કરૂણ સ્વરે રૂદન કરતા તે ત્રણ દિવસ સુધી શૂન્ય ચિત્તે રાજમહેલમાં જ બેસી રહ્યા. પછી શેકનિવારણને માટે તે ઉપવનમાં ગયા. ત્યાં સામગ્રીને જઈને વસુદેવે કહ્યું કે
અરે માનિનિ ! તું મારા કયા અપરાધથી આટલીવાર સુધી જતી રહી હતી?' સેમશ્રી બેલી -“હે નાથ! તમારે માટે મેં એક વિશેષ નિયમ લીધેલ હતું, તેથી હું ત્રણ દિવસ સુધી મૌન વ્રત ધરીને રહી હતી. હવે આ દેવતાની પૂજા કરીને તમે ફરીવાર મારૂં પાણિગ્રહણ કરી, જેથી મારે નિયમ પૂરે થાય. કેમકે આ નિયમને એ વિધિ છે. પછી વસુદેવે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org