Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૩૪] શ્રી વસુદેવ ચરિત્ર
[પર્વ ૮મું થયા અને ઉત્તમ વરની જેમ વસુદેવને રથમાં બેસાડી ગાજતે વાજતે તેઓ પિતાના નિવાસસ્થાનમાં લઈ ગયા. ત્યાં સર્વ લેકે પાંચસે કન્યાઓ લાવીને વસુદેવને ભેટ કરવા લાગ્યા. તેમને નિષેધીને વસુદેવે પૂછ્યું “આ રાક્ષસ કોણ હતો તે કહે.” એટલે તેમાંથી એક પુરૂષ બે -“કલિંગદેશમાં આવેલા કાંચનપુર નગરમાં જિતશત્રુ નામે એક પરાક્રમી રાજા થયો. તેને પુત્ર દાસ નામે થયે. તે પ્રકૃતિથીજ માંસલુપ હોવાથી મનુષ્યરૂપે તે રાક્ષસ થયે. રાજા જિતશત્રુએ પિતાના દેશમાં સર્વ પ્રાણીઓને અભયદાન આપેલું હતું, તથાપિ તે સોદાસે દરરોજ એક મસૂરના માંસની માગણી કરી, તે છે કે રાજાને અભીષ્ટ નહેતી તથાપિ અંગીકાર કરવી પડી. એ કબુલાત પ્રમાણે હમેશાં રસોઈઆઓ વંશગિરિમાંથી એકએક મયૂર લાવી પકાવીને તેને આપતા હતા. એક વખતે તેમણે પાકને માટે મયૂરને માર્યો, તેને કોઈ માર આવીને લઈ ગયો. એટલે રસોઈએ બીજું માંસ ન મળવાથી એક મૃત બાળકને રાંધી તેનું માંસ સોદાસને ખાવા આપ્યું. જમતી વખતે દાસે રસેઈઆને પૂછયું કે આજે આવું સ્વાદિષ્ટ માંસ કેમ છે?” રસોઈએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી સોદાસે કહ્યું કે, “હવે દરરોજ મયૂરને બદલે નરમાંસ રાંધીને આપજે.' પછી સોદાસ પિતેજ હમેશાં શહેરમાંથી બાળકોને હરવા લાગ્યું. તે વાતની રાજાને ખબર પડતાં તેણે કુમારને દેશમાંથી કાઢી મૂક્યો. પિતાના ભયથી નાસીને તે દુર્ગમાં આવીને રહ્યો હતો, અને હમેશાં પાંચ છ મનુષ્યને મારી નાખતો હતો, તેવા દુષ્ટ રાક્ષસને તમે મારી નાખે તે બહુ સારું કર્યું.” આ પ્રમાણે તેની વાર્તા સાંભળ્યા પછી વસુદેવ હર્ષથી તે પાંચસો કન્યાઓને પરણ્યા.
ત્યાં રાત્રિવાસો રહીને પ્રાતઃકાળે વસુદેવકુમાર અચળ ગામે આવ્યા. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પરણ્યા. પૂર્વે કે જ્ઞાનીએ વસુદેવ તેણીને વર થશે એમ કહ્યું હતું. ત્યાંથી વસુદેવ વેદસામ નગરે ગયા. ત્યાં પેલી વનમાલાએ તેમને જોયા, એટલે તે બોલી કે “હે દિયર! અહીં આવે, અહીં આવો” એમ કહીને પિતાને ઘેર લઈ ગઈ. તેણીએ પિતાના પિતાને કહ્યું કે, “આ વસુદેવકુમાર છે. એટલે તેના પિતાએ સત્કાર કરીને કહ્યું કે, “આ નગરમાં કપિલ નામે રાજા છે, તેને કપિલા નામે પુત્રી છે. તે મહાત્મન ! પૂર્વે કોઈ જ્ઞાનીએ ગિરિતટ ગ્રામમાં તમે હતા ત્યારે તમે એ રાજપુત્રીના પતિ થશો એમ કહેલું છે. વળી એ જ્ઞાનીએ તમને ઓળખવા માટે એંધાણી આપી છે કે તે સ્કૂલિંગવદન નામના તમારા (રાજાના) અશ્વને દમન કરશે. એટલા ઉપરથી તમને લાવવા માટે ઇંદ્રજાલિક ઈંદ્રશર્મા નામના મારા જમાઈને રાજાએ મોકલ્યા હતા પણ તેણે આવીને કહ્યું કે, “વસુદેવકુમાર વચમાંથી કાંઈક ચાલ્યા ગયા છે. આજે સારે ભાગ્યે તમે અહીં આવી ચડ્યા છે, તો હવે આ અશ્વનું દમન કરે.” પછી વસુદેવે રાજાના અશ્વનું દમન કર્યું અને રાજપુત્રી કપિલાને પરણ્યા. કપિલરાજાએ અને તેના સાળા અંશુમાને વસુદેવને ત્યાં રાખ્યા. ત્યાં રહેતાં કેટલેક કાળે કપિલને કપિલ નામે એક પુત્ર થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org