________________
૨૩૨] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮ મું સુંદર ! અમારા આગ્રહથી હજુ પણ આને પરણવાને વિચાર કરો. તે સમયે અપ્સરાઓથી વીંટાયેલી લક્ષ્મીદેવી હોય તેવી પ્રથમ જોયેલી તે નીલયશા સખીઓથી પરવરી સતી ત્યાં આવી. તે વખતે તેની પિતામહી હિરણ્યવતીએ તેને કહ્યું કે, “હે પૌત્રી ! આ તારા પતિને ગ્રહણ કરે.” એટલે નીલયશા વસુદેવને લઈ તત્કાળ આકાશમાર્ગે ચાલી ગઈ. પ્રાતઃકાળે હિરણ્યવતીએ વસુદેવને કહ્યું કે “મેઘપ્રભ નામના વનથી વ્યાપ્ત એ આ હુમાન નામે પર્વત છે. ચારણ મુનિઓએ અધિષ્ઠિત એવા આ ગિરિમાં જવલન વિદ્યાધરને પુત્ર અંગારક વિદ્યાભ્રષ્ટ થયે સતો રહે છે. તે ફરીવાર ખેચરંદ્ર થવા માટે વિદ્યાઓને સાધે છે. તેને ઘણે લાંબે કાળે વિદ્યા સિદ્ધ થશે, પણ જો તમારું દર્શન થશે તો તત્કાળ તેની વિદ્યા સધાશે. માટે તેને ઉપકાર કરવાને તમે રેગ્ય છે.” વસુદેવે કહ્યું કે “તે અંગારકને દૃષ્ટિએ જોવાની પણ જરૂર નથી.” પછી હિરણ્યવતી તેને વૈતાઢ્ય ગિરિ પર શિવમંદિર નગરે લઈ ગઈ. ત્યાંથી સિંહદંષ્ટ્ર રાજાએ પિતાને ઘેર લઈ જઈને પ્રાર્થના કરી એટલે વસુદેવકુમાર તેની નીલયશા કન્યાને પરણ્યા.
તે વખતે બહાર કલાહળ થયો, તે સાંભળી વસુદેવે તેનું કારણ પૂછ્યું, એટલે દ્વારપાળે કહ્યું કે “અહીં શકટમુખ નામે એક નગર છે. તેમાં નીલવાન્ રાજા છે, અને તેને નીલવતી નામે પ્રિયા છે. તેઓની નીલાંજના નામે એક પુત્રી અને નીલ નામે એક પુત્ર છે. તે નીલે પિતાની બેન નીલાંજના સાથે પ્રથમ એ સંકેત કરે છે કે આપણે બંનેને જે સંતતિ થાય તેમાં દીકરીની સાથે પુત્રનું પાણિગ્રહણ કરાવવું. તે નીલાંજનાને આ તમારી પ્રિયા નીલયશા નામે પુત્રી થયેલ છે અને નીલકુમારને નીલકંઠ નામે એક પુત્ર થયેલ છે. પછી નીલે પૂર્વના સંકેત પ્રમાણે પિતાના પુત્ર નીલકંઠને માટે પોતાની બહેનની દીકરી નીલયશાની માગણી કરી, પણ તેના પિતાએ તે વિષે એક બૃહસ્પતિ નામના મુનિને પૂછયું, એટલે તેમણે કહ્યું કે “અર્ધ ભારતવર્ષના પતિ વિનુના પિતા યાદવોમાં ઉત્તમ અને સૌભાગ્યવડે કામદેવ જેવા વસુદેવકુમાર આ નીલયશાના પતિ થશે.” પછી રાજા તમને વિદ્યાશક્તિવડે અહીં લાવ્યા અને તમે આ નીલયશાને પરણ્યા. તે સાંભળી પેલે નીલ યુદ્ધ કરવાને અહીં આવ્યું, પણ તેને રાજા સિંહદંરે જીતી લીધે, તેને આ કોલાહળ થાય છે.”
આ વૃત્તાંત સાંભળી વસુદેવ ઘણા ખુશી થયા અને નીલયશાની સાથે ક્રીડા કરવા લાગ્યા. અન્યદા શરદૂઝતુમાં વિદ્યા અને ઔષધિઓ માટે ખેચર હીમાન પર્વત ઉપર જતા જોવામાં આવ્યા. તેમને જઈ વસુદેવે નીલયશાને કહ્યું કે વિદ્યાદાનમાં હું તારો શિષ્ય થાઉં.' તે વાત
સ્વીકારી નીલયશા તેમને લઈને સ્ટ્રીમાન ગિરિ ઉપર આવી. ત્યાં વસુદેવને ક્રીડા કરવાની ઈચ્છા વાળે જાણીને નીલયશા એક કદલીગૃહ વિક્વ તેમાં તેની સાથે રમવા લાગી. તેવામાં એક કલાપૂર્ણ મયૂર તેને જોવામાં આવ્યો. “અહા! આ મયૂર પૂર્ણ કળાવાળે છે.” એમ વિસ્મય યુક્ત બેલતી એ મદિરાક્ષી તેિજ તેને લેવાને દેડી, જ્યાં મયૂરની પાસે ગઈ, ત્યાં તે એ ધૂ મયૂર તેને પિતાની પીઠ પર બેસાડી ગરૂડની જેમ ત્યાંથી ઉડડ્યો, વસુદેવ તેની પછવાડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org