________________
સગર જે ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૩૧ પ્રાતઃકાળે મારા સ્વાર્થ નામે મામા, મિત્રવતી નામની મારી સ્ત્રી અને અખંડ વેણીબંધવાળી વસંતસેના વેશ્યા વિગેરેને હું મળે અને સુખી થયે. હે વસુદેવ કુમાર ! આ પ્રમાણે આ ગંધર્વસેનાની ઉત્પત્તિ મેં તમને કહી, માટે હવે “એ વણિકપુત્રી છે” એમ માનીને કદિ પણ તેની અવજ્ઞા કરશે નહીં.”
આ પ્રમાણે ચારૂદત્ત પાસેથી ગંધર્વસેનાને વૃત્તાંત સાંભળી કુમાર વસુદેવ અધિક હર્ષ ધરીને તેની સાથે રમવા લાગ્યો. એક વખતે વસંતઋતુમાં રથમાં બેસીને તેની સાથે વસુદેવકુમાર ઉધાનમાં ગયો, ત્યાં માતંગોથી વીંટાયેલી અને માતંગને વેષ ધરનારી એક કન્યા તેમના જેવામાં આવી, જોતાં જ તે બંનેને પરસ્પર રાગ ઉત્પન્ન થયો. તે વખતે બંનેને પરસ્પર વિકાર સહિત જઈ ગંધર્વસેનાએ રાતાં નેત્ર કરી સારથીને કહ્યું કે, “રથના ઘોડાને ત્વરાથી ચલાવ.” પછી સત્વર ઉપવનમાં જઈ તેણની સાથે ક્રીડા કરી વસુદેવ કુમાર ચંપાનગરીમાં આવ્યો. તે વખતે પેલા માતંગના યૂથમાંથી એક વૃદ્ધ માતંગી આવી આશિષ આપીને વસુદેવ પ્રત્યે બોલી
પૂર્વે શ્રી અષભપ્રભુએ સર્વને રાજ્ય વહેંચી આપ્યું, તે વખતે દૈવયોગે નમિ અને વિનમિ ત્યાં હતા નહીં. પછી તેઓએ રાજ્યને માટે વ્રતધારી એવા પ્રભુની પણ સેવા કરવા માંડી, તેથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્ર તેમને વૈતાદ્યની બંને શ્રેણીનું જુદું જુદું રાજ્ય આપ્યું. કેટલેક કાળે તેઓએ પુત્રોને રાજ્ય આપીને પ્રભુની પાસે દીક્ષા લીધી અને જાણે મુક્ત થયેલા પ્રભુને જેવાને ઇચ્છતા હોય તેમ મોક્ષે ગયા. નમિને પુત્ર માતંગ નામે હતો, તે દીક્ષા લઈને સ્વર્ગે ગયે. તેના વંશમાં હાલ પ્રહસિત નામે એક ખેચરપતિ છે. તેની હિરણ્યવતી નામે હું સ્ત્રી છું, મારે સિંહદંષ્ટ્ર નામે પુત્ર છે, તેને નીલયશા નામે પુત્રી છે, જેને તમે ઉદ્યાનમાગે આજે જ જોઈ છે. હે કુમાર ! તે કન્યા તમને જોયા ત્યારથી કામપીડિત થઈ છે, માટે તમે તેને પરણે. આ વખતે શુભ મુહૂર્ત છે અને તે વિલંબ સહી શકે તેમ નથી.” વસુદેવે કહ્યું કે, “હું વિચારીને ઉત્તર આપીશ, માટે તમે ફરીવાર આવજે.” હિરણ્યવતી બોલી કે “અહીં હું આવીશ, કે તમે ત્યાં આવશે, તે તે કેણ જાણે?” આ પ્રમાણે કહી તે વૃદ્ધ સ્ત્રી કેઈ ઠેકાણે ચાલી ગઈ
એક વખતે વસુદેવકુમાર ગ્રીષ્મઋતુમાં જલક્રીડા કરીને ગંધર્વસેનાની સાથે સુતા હતા, તેવામાં તેનો ગાઢપણે હાથ પકડી, “ઉઠ ઉઠ” એમ વારંવાર કહેતો કોઈ પ્રેત વસુદેવે વારંવાર મુષ્ટિએ માર્યા છતાં પણ તેને હરી ગયો. તે વસુદેવને એક ચિતાની પાસે લઈ ગયો. ત્યાં પ્રજવલિત અગ્નિ અને ઘર રૂપવાળી પિલી હિરણ્યવતી ખેચરી વસુદેવના જોવામાં આવી. હિરણ્યવતીએ તે પ્રેતને આદરથી કહ્યું કે-હે ચંદ્રવદન ! ભલે આવ્યો.” પછી તે પ્રેત વસુદેવકુમારને તેને સેંપીને ક્ષણવારમાં અંતર્ધાન થઈ ગયે. પછી હિરણ્યવતીએ હસીને વસુદેવને કહ્યું “હે કુમાર ! તમે શું ચિંતવ્યું છે
૧ ચારદત્તના વિગથી બાર વર્ષ પયત વેણી છોડીને ગુથલી નહીં એવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org