Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૨૯ માંસની ઈચ્છાથી યુદ્ધ થયું એટલે તેના પગમાંથી છુટે પહેલે એક સરોવરમાં પડ્યો. પછી છરીવડે તે ધમણને ફાડી સરોવરને તરીને હું બહાર નીકળી આગળ ચાલ્યો, એટલે એક માટે પર્વત મારા જેવામાં આવ્યો. હું તે ઉપર ચડ્યો, એટલે ત્યાં એક કાયોત્સર્ગે રહેલા મુનિ મારા જેવામાં આવ્યા. મેં તેમને વંદના કરી. તેઓ “ધર્મલાભ” રૂ૫ આશીષ આપીને બેલ્યા–“અરે ચારૂદત્ત! તું આ દુર્ગભૂમિમાં કયાંથી આવ્યો? દેવ, વિદ્યાધર અને પક્ષી વિના બીજા કેઈથી અહીં અવાતું નથી. પૂર્વે તેં જેને છોડાવ્યો હતો, તે હું અમિતગતિ વિદ્યાધર છું. તે વખતે ત્યાંથી ઉડીને હું મારા શત્રુની પાછળ અષ્ટાપદ ગિરિ સમીપે ગયો. ત્યાં મારી સ્ત્રીને છેડી દઈને તે અષ્ટાપદ ઉપર ચાલ્યો ગયો. પછી ત્યાં પૃપાપાત ખાવાને તૈયાર થયેલી મારી સ્ત્રીને લઈને હું મારે સ્થાનકે ગયે. મારા પિતાએ મને રાજ્યપર બેસાડીને હિરણયકુંભ અને સુવર્ણકુંભ નામના બે ચારણુ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. મારી માનેરમા સ્ત્રીથી મારે સિંહયશા અને વરાહગ્રીવ નામે બે પુત્ર થયા, જેઓ મારા જેવા પરાક્રમી થયા, અને વિજયસેના નામની બીજી સ્ત્રીથી મારે ગાયનવિદ્યામાં ચતુર એવી ગંધર્વસેના નામે એક રૂપવતી પુત્રી થઈ પછી બંને પુત્રોને રાજ્ય, યુવરાજ્ય અને વિદ્યાઓ આપીને તે જ પિતાના ગુરૂની પાસે મેં પણ વત ગ્રહણ કર્યું. ત્યાર પછી લવણસમુદ્રના મધ્યમાં રહેલે આ કુંભકઠેક નામે દ્વીપ છે અને તે દ્વીપમાં આ કર્કોટક નામને ગરિ છે, અહીં રહીને હું તપસ્યા કરું છું. માટે હે ચારૂદત્ત ! તને પૂછું છું કે અહીં તું શી રીતે આવ્યા?” પછી મેં મારો મહા વિષમ વૃત્તાંત જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યા. એ સમયે રૂપસંપત્તિવડે તેની સરખા બે વિદ્યાધરો આકાશમાગે ત્યાં આવ્યા, તેઓએ મુનિને પ્રણામ કર્યા. તેના સાશ્યપણાથી મેં આ તે મુનિના પુત્ર છે એમ જાણ્યું. પછી તે મહામુનિ બેલ્યા કે “આ ચારૂદત્તને પ્રણામ કરો. તેઓ “હે પિતા, હે પિતા!” એમ કહી મને નમી પડ્યા અને મારી પાસે બેઠા. તેવામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું, તેમાંથી એક દેવે ઉતરીને પ્રથમ મને નમસ્કાર કર્યો, અને પછી તે મુનિને પ્રદક્ષિણપૂર્વક વંદના કરી. પેલા બે ખેચરેએ તેને પૂછયું કે “તમે વંદનામાં ઉલટે કેમ કેમ કર્યો?” દેવતાએ કહ્યું કે “આ ચારૂદત્ત મારા ધર્માચાર્ય છે, તેથી તેમને મેં પ્રથમ નમસ્કાર કર્યો છે. હવે મારે પૂર્વ વૃત્તાંત હું તમને કહું તે સાંભળે.
કાશીપુરમાં બે સંન્યાસી રહેતા હતા, તેમને સુભદ્રા અને સુલસા નામે બે બહેન હતી. તે વેદ અને વેદાંગની પારગામી હતી. તેમણે (બંને બહેનોએ) ઘણા વાદીઓનો પરાજય કર્યો હતો. એક વખતે યાજ્ઞવલ્કય નામે કઈ સંન્યાસી તેમની સાથે વાદ કરવાને આવ્યો.
જે હારે તે જીતનારને સેવક થઈ રહે” એવી પ્રતિજ્ઞા કરીને વાદ કરતાં તેણે સુલસાને છતીને પિતાની દાસી કરી. જ્યારે તે તરૂણી સુલસી દાસી થઈને તેની સેવા કરવા લાગી, ત્યારે નવીન તારૂણ્યવાળે તે યાજ્ઞવલક્ય કામને વશ થઈ ગયો. પછી નગરીની નજીક રહીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org