Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૨૭ ગયું, અને માત્ર એક પાટીયું મારા હાથમાં આવ્યું. સાત દિવસે સમુદ્ર તરીકે હું ઉદ્ધરાવતી કુલ નામના સમુદ્રકાંઠે પહોંચ્યા. ત્યાં રાજપુર નામે એક નગર હતું, તેમાં જઈને હું રહ્યો. ત્યાં દિનકરપ્રભ નામે એક ત્રિદંડી સન્યાસી મારા જેવામાં આવ્યો. તેની આગળ મેં મારું ગોત્ર વિગેરે જણાવ્યું તેથી તે મારા પર પ્રસન્ન થશે અને તેણે મને પુત્રવત્ રાખે.
એક દિવસે તે ત્રિદંડીએ મને કહ્યું કે, “તું દ્રવ્યને આથી જણાય છે, તેથી હે વત્સ! ચાલ, આપણે આ પર્વત ઉપર જઈએ. ત્યાં હું તને એ રસ આપીશ કે જેથી ઈચ્છા પ્રમાણે કોટી ગમે સુવર્ણની તને પ્રાપ્તિ થઈ શકશે. તેનાં આવાં વચન સાંભળી ઘણે ખુશી થઈને હું તેની સાથે ચાલ્યો. બીજે દિવસે જેમાં અનેક સાધકે રહેલા છે એવી એક મોટી અટવીમાં અમે આવી પહોંચ્યા. પછી તે ગિરિના નિતંબ ઉપર અમે ચડ્યા. ત્યાં ઘણું યંત્રમય શિલાઓથી વ્યાપ્ત અને યમરાજના મુખ જેવું મોટું ગહૂવર જોવામાં આવ્યું. તે મહા ગહૂવર હગપાતાલ એવા નામથી પ્રસિદ્ધ હતું. ત્રિદંડીએ મંત્ર ભણીને તેનું દ્વાર ઊઘાડ્યું, એટલે અમે તેમાં પ્રવેશ કર્યો, તેમાં ઘણું ભમ્યા ત્યારે એક રસકૂપ અમારા જેવામાં આવ્યું. તે કપ ચાર હાથ લાંબો પહોળો હતો અને તે નરકના દ્વાર જેવો ભયંકર દેખાતો હતો. ત્યાં ત્રિદંડીએ મને કહ્યું કે “આ કુવામાં ઉતરી તું તુંબડીવડે તેનો રસ ભરી લે.” પછી તેણે દોરીનો એક છેડે પકડી રાખી બીજા છેડા સાથે બાંધેલી માંચીમાં બેસાડી મને કુવામાં ઉતાર્યો. ચાર પુરુષપ્રમાણુ હું ઉડે ઉતર્યો. એટલે તેની અંદર ફરતી મેખલા અને મધ્યમાં રસ મેં જોયે. તે વખતે કઈ એ મને તે રસ લેવાનો નિષેધ કર્યો. મેં કહ્યું કે “હું ચારૂદત્ત નામે વણિક છું અને ભગવાન ત્રિદંડીએ મને રસ લેવાને માટે ઉતાર્યો છે, તે તમે મને કેમ અટકાવે છે ?” ત્યારે તે બોલ્યો કે “હું પણ ધનાથી વણિક છું, અને બલિદાન માટે પશુના માંસની જેમ મને પણ તે ત્રિદંડીએજ આ રસકૃપમાં નાખી દીધું છે અને પછી તે પાપી ચાલ્યો ગયો હતો. મારી સર્વ કાયા આ રસવડે ખવાઈ ગઈ છે, માટે તું આ રસમાં હાથ બળીશ નહિ. હું તને તારી તું બડીમાં રસ ભરી આપીશ.” પછી મેં તેને તુંબડી આપી, એટલે તેણે રસથી ભરી દીધી અને મારી માંચી નીચે બાંધી. પછી મેં રજજુ કંપાવી એટલે તે ત્રિદંડીએ રજજુ ખેંચી જેથી હું કુવાના કાંઠા પાસે આવ્યો. પછી તેણે મને બહાર ન કાઢતાં તે રસતું બી માગી. તે સન્યાસીને પરદ્રોહી અને લુખ્ય જાણીને મેં તે રસ પડે કુવામાં નાખી દીધે, તેથી તેણે માંચી સહિત મને કુવામાં પડતો મૂક્યો. ભાગ્યયોગે હું પેલી વેદી ઉપર પડ્યો. એટલે પેલા અકારણુ બંધુએ કહ્યું કે “ભાઈ! ખેદ કરીશ નહીં. તું રસની અંદર પડયો નથી, વેદી ઉપર પડયો છે તે ઠીક થયું છે. હવે જ્યારે ત્યારે પણ અહીં ઘ આવશે એટલે તેનું પુચ્છ અવલંબીને તારાથી કુવા બહાર નીકળાશે, માટે તે આવે ત્યાં સુધી રાહ જો.” પછી તેનાં વચનથી સ્વસ્થ થઈ વારંવાર નવકાર મંત્રને ગણતો હું કેટલેક કાળ ત્યાં રહ્યો. અનુક્રમે તે પુરૂષ મૃત્યુ પામ્યો. એક વખતે ભયંકર શબ્દ મારા સાંભળવામાં આવ્યો. તેથી હું ચકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org