________________
૨૨૬]
શ્રી વસુદેવ ચરિત્ર
[ પ ૮ મુ
પર્યંત ઉપર ગયે. ત્યાં હિરણ્યરામ નામના મારા એક તપસ્વી મામાની સુકુમાલિકા નામની રમણિક કુમારી મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામાત્ત થઈ સ્વસ્થાન પ્રત્યે ગયો. પછી મારા મિત્ર પાસેથી મારી સ્થિતિ જાણીને તત્કાળ મારા પિતાએ મને એલાવીને તેણીની સાથે પરણાવ્યો. હું તેની સાથે ક્રીડા કરતા રહેતા હતા, તેવામાં એક વખતે મારે મિત્ર ધૂમશિખ તે મારી સ્રીના અભિલાષી થયો છે, એવુ તેની ચેષ્ટા ઉપરથી મારા જાણવામાં આવ્યું; તથાપિ હું તેની સાથે વિહાર કરતા અહીં આવ્યો. ત્યાં તેણે મને પ્રમાદીને અહી ખીલા સાથે જડી લીધે અને સુકુમાલિકાને હરી ગયા. આ મહા કષ્ટમાંથી તમે મને છાડાવ્યો છે, તે કહેા, હવે હું તમારૂં શું કામ કરૂ કે જેથી હું મિત્ર ! તમારી જેવા અકારણુ મિત્રનો હું અટ્ટણી થાઉં.'
પછી મેં કહ્યું કે ‘હું સુંદર ! તમારા દનથી જ હું તો કૃતાર્થ થયા છુ” તે સાંભળી તે ખેચર ઉડીને તત્કાળ ચાલ્યો ગયો. પછી હુ ત્યાંથી ઘેર ગયો, અને મિત્રોની સાથે સુખે ક્રીડા કરવા લાગ્યો. અનુક્રમે માતાપિતાના નેત્રને ઉત્સવ આપતા હું યૌવન વયને પ્રાપ્ત થયા. પછી માતાપિતાની આજ્ઞાથી શુભ દિવસે સર્વાં નામના મારા મામાની મિત્રવતી નામની પુત્રીને હું પરણ્યા. કળાની આસક્તિથી હું તે સ્ત્રીમાં ભાગાસક્ત થયો નહીં; તેથી મારા પિતા મને મુગ્ધ જાણવા લાગ્યા. પછી તેમણે ચાતુ પ્રાપ્તિને માટે મને શૃંગારની લલિત ચેષ્ટામાં જોડી દીધા, તેથી હું ઉપવન વિગેરેમાં સ્વેચ્છાએ વિચરવા લાગ્યો. એમ કરતાં કલિંગસેનાની પુત્રી વસ'તસેના નામની વેશ્યાને ઘેર હું બાર વર્ષ સુધી રહ્યો. ત્યાં રહીને મેં અજ્ઞાનપણે સેાળ કરાડ સુવર્ણ દ્રવ્ય ઉડાવી દીધું. છેવટે કલિંગસેનાએ મને નિષઁન થયેલા જાણીને તેના ઘરમાંથી કાઢી મૂકો. ત્યાંથી ઘેર આવતાં માતાપિતાનું મૃત્યુ થયેલું જાણી ધૈર્યાંથી વ્યાપાર કરવાને માટે મારી સ્ત્રીનાં આભૂષણેા ગ્રહણ કર્યાં. પછી મારા મામાની સાથે વ્યાપાર અર્થે ચાલીને હું ઉશીરવતી નગરીએ આવ્યો. ત્યાં સ્ત્રીનાં આભૂષણ્ણા વેચીને મેં કપાસ ખરીદ કર્યાં, તે લઈને હુ' તામ્રલિપ્તી નગરીએ જતા હતો, ત્યાં માર્ગીમાં દાવાનળવી તે કપાસ મળી ગયો, તેથી મારા મામાએ મને નિર્ભાગી જાણીને તજી દીધા. પછી અશ્વ ઉપર બેઠેલા હુ. એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. ત્યાં માગમાં મારા અશ્વ મરી ગયો એટલે હુ પાદચારી થયેા. લાંબી મજલથી ગ્લાનિ પામતો અને ક્ષુધા તૃષાથી પીડિત થતો હું વણિકજનેાથી આકુળ એવા પ્રિયંગુ નગરમાં આવ્યા. ત્યાં મારા પિતાના મિત્ર સુરેંદ્રદત્ત મને જોયો, તે મને પેાતાને ઘેર તેડી ગયા. ત્યાં વસ્ર અને ભેાજનાદિકથી સત્કાર પામેલા હું પુત્રની જેમ સુખે રહેવા લાગ્યો. પછી તેની પાસેથી તેનુ' એક લાખ દ્રવ્ય વ્યાજે લીધું, અને તેણે વાર્યાં તોપણ હું તેનાં કરિયાણાં લઈ વહાણુ ભરીને સમુદ્રમાગે' ચાલ્યો. અનુક્રમે યમુના દ્વીપમાં આવીને બીજા અંતદ્વીપ અને નગર વિગેરેમાં ગમનાગમન કરી મે' આઠ કેાટી સુવણુ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય લઈને હું જળમાર્ગે સ્વદેશ તરફ વળ્યો. ત્યાં મા'માં મારૂં વહાણ ભાંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org