Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨૪] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮ મું એ પાપી અંગારક મારી નાખે નહીં, ” આ પ્રમાણેની તેની વાણી સ્વીકારીને અંધકવૃષ્ણિના દશમા પુત્ર વસુદેવકુમાર કળાભ્યાસના વિદવડે તેની સાથે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે વસુદેવ શ્યામાની સાથે રાત્રે સુતા હતા તે વખતે અંગારક વિદ્યાધર આવીને તેને હરી ગ. વસુદેવે જાગીને જોયું કે “મને કેણ હરી જાય છે?” ત્યાં તે શ્યામાના મુખવાળો અંગારક “ઊભે રહે, ઊભો રહે? એમ બેલતી ખગ્નધારિ શ્યામાં તેમના જેવામાં આવી. અંગારકે શ્યામાના શરીરના બે ભાગ કરી દીધા, તે જઈ વસુદેવ પીડિત થયા. તેવામાં અંગારકની સામે બે શ્યામા યુદ્ધ કરતી જોવામાં આવી. પછી વસુદેવે “આ માયા છે” એ નિશ્ચય કરી ઇંદ્ર જેમ વાવડે પર્વત પર પ્રહાર કરે તેમ મુષ્ટિવડે અંગારકને પ્રહાર કર્યો. તે પ્રહારથી પીડિત થયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા; તે ચંપાનગરીની બહારના વિશાળ સરોવરમાં આવીને પડયા. હંસની જેમ તે સરેવરને તરીને વસુદેવ તે સરોવરના તીર પરના ઉપવનમાં આવેલા શ્રી વાસુપૂજ્ય પ્રભુના ચૈત્યમાં પેઠા. ત્યાં વાસુપૂજ્ય પ્રભુને વંદના કરીને અવશેષ રાત્રિ ત્યાં જ નિગમન કરી; પ્રાત:કાળે કેઈ એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં આવ્યા.
તે નગરીમાં સ્થાને સ્થાને હાથમાં વીણું રાખીને રહેલા યુવાન પુરૂષને જોઈ તેણે એક બ્રાહ્મણને તેને હેતુ પૂછો, એટલે તે બ્રાહ્મણે કહ્યું, “આ નગરમાં ચારૂદત્ત નામે એક શ્રેણી રહે છે, તેને ગંધર્વસેના નામે કળાના એક સ્થાન જેવી સ્વરૂપવતી કન્યા છે. તેણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે “જે ગાયનકળામાં મને જીતશે તે મારે ભર્તાર થશે.” તેથી તેને વરવા માટે આ સર્વ જનો ગાયનકળા શિખવાને પ્રવર્યા છે. પ્રત્યેક માસે સુગ્રીવ અને યશગ્રીવ નામના બે ગંધર્વાચાર્યોની આગળ ગાયનપ્રોગ થાય છે.” પછી વસુદેવ તે બંનેમાં ઉત્તમ એવા સુગ્રીવ પંડિતની પાસે બ્રાહ્મણને રૂપે ગયા, અને જઈને કહ્યું કે “હું ગૌતમ ગોત્રી સ્કંદિલ નામે બ્રાહ્મણ છું. ચારૂદત્ત શ્રેણીની ગંધર્વસેના નામની પુત્રીને વરવાને માટે હું તમારી પાસે ગંધર્વ કળાને અભ્યાસ કરવાને ઇચ્છું છું, માટે મારા જેવા વિદેશીને તમે શિષ્યપણે અંગીકાર કરે.” ધૂળમાં ઢંકાયેલા રત્નને નહીં જાણનાર મૂઢની જેમ ગાયનાચાર્ય સુગ્રીવે તેને મૂર્ખ જાણીને આદરપૂર્વક પિતાની પાસે રહેવાનું પણ કહ્યું નહીં. તે પણ વસુદેવકુમાર ગ્રામ્ય વચનથી લોકોને હસાવતે પોતાના મૂળ સ્વરૂપને ગોપવીને ગાયનવિદ્યાના અધ્યયનનું મિષ કરીને સુગ્રીવની પાસે રહ્યો. એકવાર ગાયનકળાના વાદને દિવસે સુગ્રીવની સ્ત્રીએ પુત્રની જેવા નેહથી વસુદેવને સુંદર વસ્ત્રનો જેટે આપે. પ્રથમ શ્યામાએ એક વેષ આ હતો તે અને આ વસ્ત્રને જેટે ધારણ કરી વસુદેવ લેકેને કૌતુક ઉત્પન્ન કરતે ચાલ્યા. એટલે “ચાલ, તું ગાયનવિદ્યા જાણે છે, તેથી અમે માનીએ છીએ કે આજે તું ગંધર્વસેનાને જીતી લઈશ.” એમ કહી નગરજનો તેનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તે ઉપહાસ્યથી પ્રસન્ન થત વસુદેવ ગાયકની સભામાં ગયે; ત્યાં લેકેએ ઉપહાસ્યમાં જ તેને ઊંચા આસન ઉપર બેસાર્યો. તે સમયે જાણે કેઈ દેવાંગના પૃથ્વી પર આવી હોય તેવી ગંધર્વસેના સભામંડપમાં આવી. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org