Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨૨] શ્રી વસુદેવ ચરિત્ર
[પર્વ ૮ મું નગરમાં ફરતા જુએ તેની તો વાત જ શી કરવી? રાજાએ મહાજનને કહ્યું કે “હું તમારી ઈચ્છા પ્રમાણે બંદોબસ્ત કરીશ.” એમ કહી તેમને વિદાય કર્યા પછી રાજાએ પાસેના પરિવારને કહ્યું કે “આ વાત તમે કઈ વસુદેવને કહેશે નહીં.” એક દિવસે વસુદેવ સમુદ્રવિજયને પ્રણામ કરવા આવ્યા. એટલે તેને પિતાના ઉસંગમાં બેસારીને કહ્યું “હે કુમાર! આખો દિવસ ક્રીડા માટે બહાર પર્યટન કરવાથી તમે કૃશ થઈ ગયા છે, માટે હવે તમે દિવસે બહાર ન જતાં ઘરમાં જ રહે, અને હે વત્સ! ઘેર રહી તમે નવીન કળાઓ શિખે અને પ્રથમ શિખ્યા છે. તે સંભારો. કળા જાણનારાઓની ગોષ્ઠીમાં તમને વિનોદ ઉત્પન્ન થશે.” આ પ્રમાણે વડીલ બંધુનાં વચનો સાંભળી વિનીત વસુદેવે હા પાડી અને ત્યારથી તે ઘેર રહીને ગીત નૃત્યાદિકના વિદમાં દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસે ગંધ લઈને કુજા નામની એક ગંધારિણિ દાસી જતી હતી. તેને કુમારે પૂછયું કે આ ગંધ કેને માટે લઈ જાય છે?” કુજા બેલી “હે કુમાર ! આ ગંધદ્રવ્ય રાજા સમુદ્રવિજયને માટે શિવાદેવીએ પોતે મોકલાવ્યું છે.” વસુદેવે કહ્યું “આ ગંધદ્રવ્ય મારે પણ કામ આવશે.” એમ કહી મશ્કરીથી તેણે તે ગંધદ્રવ્ય તેની પાસેથી લઈ લીધું, એટલે કુન્જા કેપ કરીને બેલી “તમારા આવા ચરિત્રથી જ તમે નિયંત્રિત થઈને અહીં રહ્યા છે.” કુમારે કહ્યું કે “તે શું? કહે.” પછી ભય પામેલી કુજાએ ભય વડે નગરજનનો સર્વ વૃત્તાંત પ્રથમથી માંડીને તેમને કહી સંભળાવ્યો. “સ્ત્રીઓના હૃદયમાં લાંબા કાળ સુધી રહસ્ય રહેતું જ નથી.” દાસીની કહેલી વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે “નગરની સ્ત્રીઓની મારી ઉપર રૂચિ કરાવવાને માટે હું નગરમાં ભણું છું.' આ પ્રમાણે જો રાજા સમુદ્રવિજય માનતા હોય તો મારે અહીં નિવાસ કરવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરી કુબજાને રજા આપી. તે જ રાત્રે ગુટિકાથી વેષ ફેરવીને વસુદેવકુમાર નગરની બહાર નીકળી ગયા.
પછી મશાનમાં આવીને ત્યાં નજીક પડેલા કાષ્ટની ચિતા ખડકી, તેમાં કેઈ અનાથ શબને મૂકી વસુદેવે બાળી નાંખ્યું. પછી ગુરૂજનને ખમાવવાને માટે વસુદેવે પિતાના હસ્તાક્ષરે પત્ર લખી એક સ્તંભ ઉપર લટકાવ્ય, તેમાં આ પ્રમાણે લખ્યું કે “લેકેએ ગુરૂજનની આગળ ગુણને દેષરૂપે સ્થાપિત કર્યા, તેથી પિતાના આત્માને જીવતાં મર્યા જે માની વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે, તેથી હવે પોતાના તર્ક વિતર્કથી કપેલે મારે છતો અથવા અછત દેષ સર્વે ગુરૂજને અને નગરજને મૂળથી ક્ષમા કરશે. આ પ્રમાણે કરી વસુદેવ બ્રાહ્મણને વેષ લઈ ઉન્માર્ગે ચાલ્યું. અનુક્રમે કેટલુંક ભમીને સન્માર્ગે આ,
ત્યાં કઈ રથમાં બેઠેલી સ્ત્રીએ તેને જો. તે સ્ત્રી પોતાના પિતાને ઘેર જતી હતી, તેણીએ પિતાની માતાને કહ્યું કે “આ શાંત થયેલા બ્રાહ્મણને રથમાં બેસાડ.” તેણીએ તે બ્રાહ્મણને રથમાં બેસાર્યો. અનુક્રમે તે તેને ગામ આવ્યું. ત્યાં વસુદેવ સ્નાન ભેજન કરીને સાયંકાળે કઈ યક્ષના મંદિરમાં જઈને રહ્યો.
૧ છાની વાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org