Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨૦] શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮ મું શીખે, સાથે જ રમવા લાગે અને સાથે જ યૌવનવયને પ્રાપ્ત થયો. એ પ્રમાણે સાથે રહેતા વસુદેવ અને કંસ એક રાશિમાં આવેલા બુધ અને મંગળની જેવા રોભવા લાગ્યા.
આ અરસામાં શુક્તિમતી નગરીના રાજા વસુને સુવસુ નામે પુત્ર જે નાશીને નાગપુર ગયો હતો. તેને બૃહદ્રથ નામે પુત્ર થયે હતો, અને તે રાજગૃહ નગરમાં જઈને રહ્યો હતે. ત્યાં તેની સંતતિમાં બ્રહદ્રથ નામે એક રાજા થશે, તેને જરાસંધ નામે પુત્ર થયો. તે જરાસંધ પ્રચંડ આજ્ઞાવાળે અને ત્રિખંડ ભારતને સ્વામી પ્રતિવાસુદેવ થયે. તેણે સમુદ્રવિજય રાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે “વૈતાઢયગિરિની પાસે સિંહપુર નામે નગર છે, તેમાં સિંહના જે દુસહ સિંહરથ નામે રાજા છે, તેને બાંધીને અહીં લઈ આવે.” વળી જણાવ્યું કે “તેને બાંધી લાવનાર પુરુષને હું મારી જીવયશા નામે પુત્રી આપીશ અને એક તેની ઈચ્છા હશે તે સમૃદ્ધિમાન નગર આપીશ.” દૂતનાં આવાં વચન સાંભળી વસુદેવકુમારે જરાસંધનું તે દુષ્કર શાસન કરવાને સમુદ્રવિજય પાસે માગણી કરી. કુમારની એવી માગણી સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું કે “હે કુમાર ! તમારા જેવા સુકુમાર બાળકને અત્યારે યુદ્ધ કરવા જવાનો અવસર નથી, તેથી આવી માગણી કરવી ઉચિત નથી.” ફરીવાર વસુદેવે આગ્રહથી માગણી કરી એટલે સમુદ્રવિજયે ઘણી સેના સાથે તેને માંડમાંડ વિદાય કર્યો. વસુદેવ સત્વર ત્યાંથી ચાલ્યું. તેને આવતે સાંભળી સિંહરથ પણ સૈન્ય લઈને સન્મુખ આવ્યો. તે બન્નેની વચ્ચે મોટું યુદ્ધ થયું. જ્યારે સિંહરથે વસુદેવની સેનાને પરાજય કર્યો ત્યારે વસુદેવ કંસને સારથી કરીને પોતે યુદ્ધ કરવાને માટે તેની નજીક આવ્યા, સુર અસુરની જેમ ક્રોધથી પરસ્પર જયની ઈચ્છાવાળા તેઓએ વિવિધ પ્રકારનાં આયુધથી ચિરકાળ સુધી મોટું યુદ્ધ કર્યું પછી મહાભૂજ કંસે સારથીપણું છોડી દઈ મોટા પરિઘથી સિંહરથના દઢ રથને ભાંગી નાંખ્યો. એટલે તેણે કંસને મારવાને માટે ક્રોધથી પ્રજવલિત થઈ મ્યાનમાંથી ખડગ કાઢયું, તે વખતે વસુદેવે ભુર, બાણથી ખગવાળી તેની મુર્ષિ છેદી નાખી. પછી છળબળમાં ઉત્કટ એવા કસે મેંઢાને નાહાર ઉપાડે તેમ સિંહરથને બાંધી ઉપાડીને વસુદેવના રથમાં ફેંકયો. તે વખતે સિંહરથનું સૈન્ય સર્વ ત્યાંથી ભાગી ગયું એટલે વસુદેવ વિજય મેળવી સિંહાથને પકડીને અનુક્રમે પિતાને નગરે આવ્યા.
રાજા સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું કે “કટુકી નામના એક જ્ઞાનીએ મને આ પ્રમાણે હિત વચન કહેલ છે કે “જરાસંધની પુત્રી છવયશા કનિષ્ટ લક્ષણવાળી હોવાથી પતિના અને પિતાના-બનેનાં કુળને ક્ષય કરનારી છે. માટે આ સિંહરથને પકડી લાવ્યાના બદલામાં જરાસંધ તે પુત્રી તમને પારિતોષિક તરીકે આપશે, તે વખતે તેને ત્યાગ કરવાને કઈ ઉપાય પ્રથમથી વિચારી રાખજે.” વસુદેવે કહ્યું “આ સિંહરથને રણમાં યુદ્ધ કરીને બાંધી લાવનાર કંસ
૧ પ્રથમ સત્યવાદી છતાં પાછળથી અસત્ય બલવાવડે દેવોએ કોપાયમાન થઈ મારી નાખ્યો ને નરકે ગયે તે. ૨ જયદ્રથ પાઠ પણ કોઈ પ્રતમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org