Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગર ને]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
[૨૨૧
છે, માટે તે જીવયશા કંસને જ આપવા યોગ્ય છે' સમુદ્રવિજયે કહ્યુ કે તે કંસ ણિકપુત્ર છે, માટે તેને જીવયશા આપશે નહી, પણ પરાક્રમથી તે ક્ષત્રિય જેવા લાગે છે.’ પછી સમુદ્રવિજચે પેલા રસવણિકને ખેલાવી વચમાં ધને રાખીને તેને કંસની ઉત્પત્તિ પૂછી એટલે તેણે કસને સ' વૃત્તાંત કંસના સાંભળતાં પ્રથમથી કહી આપ્યો. પછી સુભદ્ર વણિકે ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની મુદ્રિકા અને પત્રિકા સમુદ્રવિજય રાજાને આપી. સમુદ્રવિજયે તે પત્રિકા વાંચી, તેમાં લખ્યું હતું કે “ રાજા ઉગ્રસેનની રાણી ધારિણીએ ભયંકર દોહદથી ભય પામી પેાતાના પતિની રક્ષાને માટે આ પ્રાણપ્રિય પુત્રનો ત્યાગ કર્યાં છે, અને નામમુદ્રા સહિત સ આભૂષણાએ ભૂષિત એવા આ બાળપુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતો મૂકયો છે.” આ પ્રમાણે પત્રિકા વાંચીને રાજા સમુદ્રવિજયે કહ્યું કે ‘આ મહાભૂજ કંસ યાદવ છે અને ઉગ્રસેનનો પુત્ર છે, અન્યથા તેનામાં આવુ' વીય' સંભવે જ નહી'.' પછી રાજા સમુદ્રવિજય કંસને સાથે લઈને અર્ધચક્રી જરાસ`ધની પાસે ગયા, અને તેને સિ'હરથ રાજાને સોંપ્યા તે સાથે કંસનું પરાક્રમ પણ જણાવ્યું, જરાસંધે પ્રસન્ન થઈ કંસને પેાતાની પુત્રી જીવયશા આપી. તે વખતે કંસે પિતાના રાષથી મથુરાપુરીની માગણી કરી, તેથી તે નગરી પણ આપી. રાજસ'ધે આપેલા સૈન્યને લઈને કંસ મથુરામાં આવ્યો. ત્યાં ક્રૂર ક ંસે પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને પાંજરામાં પૂર્યાં અને પેાતે રાજા થયો.
ઉગ્રસેનને અતિમુક્ત વિગેરે પુત્રો હતા, તેમાં અતિમુક્તે પિતાના દુઃખથી દુઃખિત થઈ ને દીક્ષા લીધી. પેાતાના આત્માને કૃતાર્થ માનનારા કંસે શૌચ'નગરથી સુભદ્ર વણિકને ખેલાવી સુવણૅ. દિકના દાનથી તેનો ઘણા સત્કાર કર્યાં. છુટી રહેલી કંસની માતા ધારિણીએ પેાતાના પતિને છેાડાવવાને માટે ક ંસને વિનતિ કરી, તથાપિ તેણે કેાઈ રીતે પેાતાના પિતા ઉગ્રસેનને છે।ડચો નહી. પછી ધારિણી કંસના માન્ય પુરુષાને ઘેર જઈ પ્રતિદિન કહેતી કે ‘કાંસાની પેટીમાં નાખીને કંસને યમુના નદીમાં મેં જ વહેતો મૂકાવ્યો, તે વાતની મારા પતિ ઉગ્રસેનને તો ખબર પણુ નથી, તેથી તે તો સ^થા નિરપરાધી છે અને હું અપરાધી છું, માટે મારા પતિને તમે છે।ડવા.' તે આવી કંસને કહેતા, તે પણ તેણે ઉગ્રસેનને છેડ્યો નહી, કેમકે “ પૂર્વ જન્મનું' નિયાણુ કદિ અન્યથા થતું નથી.”
હવે જરાસ`ધે સત્કાર કરી વિદાય કરેલા રાજા સમુદ્રવિજય પેાતાના બંધુઓની સાથે પેાતાના નગરમાં આવ્યા. શૌયપુરમાં સત્ર સ્વેચ્છાએ ભમતા વસુદેવકુમારને જોઈ તેમના સૌથી માહિત થયેલી નગરની સ્ત્રીએ જાણે મંત્રાત્કૃષ્ટ હોય તેમ તેની પાછળ ભમવા લાગી. સ્ત્રીઓને કામણુરૂપ જેનુ' સૌંદર્યાં છે એવા સમુદ્રવિજયના અનુજબ વસુદેવ કુમારે આમ તેમ ભમી ક્રીડા કરતાં કેટલાક કાળ નિગ`મન કર્યાં. એક વખતે નગરના મહાજને પાસે આવી એકાંતમાં કહ્યું કે ‘ તમારા લઘુ ખંધુ વસુદેવના રૂપથી નગરની સ` સ્ત્રીએ અમર્યાદ થઈ ગઈ છે. જે કાઈ સ્રી વસુદેવને એકવાર પણ જુએ છે તો તે પરવશ થઈ જાય છે, તો એ કુમારને વારવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org