Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૨૩ અહીં મથુરામાં “વસુદેવકુમારે અગ્નિમાં પ્રવેશ કર્યો” એ ખબર સાંભળી યાદવ પરિવાર સહિત રૂદન કરવા લાગ્યા. પછી તેમણે વસુદેવની ઉત્તરક્રિયા કરી. આ વાર્તા સાંભળી વસુદેવ નિશ્ચિત થયા. ત્યારબાદ આગળ ચાલતાં વિજયખેટ નામના નગરમાં તે ગયે. ત્યાં સુગ્રીવ નામે રાજા હતો. તેને શ્યામા અને વિજયસેના નામે બે મનહર અને કળા જાણનારી કન્યાઓ હતી. વસુદેવ કળાવિજયના પણથી તે બને કન્યાઓને પરણ્યા. તેઓની સાથે ક્રિીડા કરતાં સુખે કરીને ત્યાંજ રહ્યા. ત્યાં તેને વિજયસેના નામની પતીથી અકૂર નામે એક પુત્ર થયે, જે બીજ વસુદેવજ હોયની તેવો લાગતો હતો. અન્યદા તે બધાને ત્યાં જ મૂકીને એકલા ત્યાંથી આગળ ચાલતાં એક ઘોર અટવીમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને માટે જલાવર્ત નામના એક સરોવર પાસે આવ્યા. તે વખતે એક જંગમ વિંધ્યાદ્રિ જે હાથી તેની સામે દેડતો આવ્યો. તેને ઘણે ખેદ પમાડીને કુમાર સિંહની જેમ તેના ઉપર ચડી બેઠે. તેમને હાથી ઉપર બેઠેલા જોઈ અચિમાલી અને પવનંજય નામના બે ખેચરે તેને કુંજરાવર્તન નામના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં અશનિવેગ નામે વિદ્યાધરોનો એક રાજા હતા, તેણે શ્યામા નામની પોતાની કન્યા વસુદેવને આપી. તે તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યા. શ્યામાએ એવી વીણા વગાડી કે જેથી સંતુષ્ટ થઈ વસુદેવે તેને વરદાન માગવાને કહ્યું, ત્યારે તેણીએ વરદાન માગ્યું કે “મારે તમારે વિયેગ ન થાઓ.” વસુદેવે પૂછયું કે, “આવું વરદાન માગવાનું શું કારણ છે?” ત્યારે શ્યામા બેલી વૈતાઢયગિરિ ઉપર કિન્નરગીત નામના નગરમાં અર્ચિમાલી નામે રાજા હતો. તેને જ્વલનગ અને અશનિવેગ નામે બે પુત્રો થયા. અચિંમાલીએ જવલન વેગને રાજ્ય ઉપર બેસારી વ્રત ગ્રહણ કર્યું. જવલનગને અર્ચાિમાલ નામની સ્ત્રીથી અંગારક નામે એક પુત્ર થયે, અને અશનિવેગને સુપ્રભા રાણીને ઉદરથી શ્યામા નામે હું પુત્રી થઈ. વલોવેગ અશનિવેગને રાજ્ય ઉપર બેસારીને સ્વર્ગે ગયે. પછી જવલનગના પુત્ર અંગારકે વિદ્યાના બળથી મારા પિતા અશનિવેગને કાઢી મૂકીને રાજ્ય લઈ લીધું. મારા પિતા અષ્ટાપદ ઉપર ગયા ત્યાં એક અંગિરસ નામના ચારણમુનિને તેણે પૂછયું કે, “મને રાજ્ય મળશે કે નહીં?” મુનિ બોલ્યા–“તારી પુત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે, અને જલાવર્ત સરોવર પાસે જે હાથીને જીતી લેશે, તે તારી પુત્રીનો પતિ થશે, એમ જાણી લેજે.' મુનિની વાણની પ્રતીતિથી મારા પિતા અહીં એક નગર વસાવીને રહ્યા, અને હમેશાં તે જલાવર્ત સરોવર પાસે તમારી શોધને માટે બે ખેચરોને મેકલવા લાગ્યા. ત્યાં તમે હાથીને જીતીને તેની ઉપર ચઢી બેઠા, તે જોઈને તે ખેચરે તમને અહીં લઈ આવ્યા અને પછી મારા પિતા અશનિવેગે તમારી સાથે મને પરણાવી. પૂર્વે મહાત્મા ધરણું, નાગેન્દ્ર અને વિદ્યાધરોએ મળીને અહીં એ ઠરાવ કર્યો છે કે, “જે પુરૂષ અહંત ચૈત્યની પાસે રહ્યો હોય, જેની સાથે સ્ત્રી હોય અથવા જે સાધુની સમીપે બેઠા હોય તેવા પુરૂષને જે મારશે, તે વિદ્યાવાન હશે તે પણ વિદ્યારહિત થઈ જશે.” હે સ્વામિન! આવા કારણથી મેં “તમારે વિયેગ ન થાય એવું વરદાન માગેલું છે, જેથી એકાકી એવા તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org