Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૨૫ ક્ષણવારમાં સ્વદેશી અને વિદેશી ઘણા ગાયકને જીતી લીધા. પછી જ્યારે વસુદેવનો વાદ કરવાનો સમય આવ્યો ત્યારે તેણે પિતાનું રૂપ પ્રકટ કર્યું, જેથી કામરૂપી દેવના જે તે શેભવા લાગે, તેનું રૂપ જોતાં જ ગંધર્વસેના #ભ પામી ગઈ, અને “આ કેવું હશે એમ તર્ક વિતર્ક કરતાં સર્વ લેકે વિસ્મય પામી ગયા. પછી લેકેએ જે જે વીણા તેને વગાડવા આપી તે સર્વે તેણે દૂષણ બતાવીને તજી દીધી. પછી ગંધર્વસેનાએ પિતાની વિણ તેને આપી એટલે તેને સજ્જ કરીને વસુદેવે પૂછ્યું કે “હે સુભ્ર શું આ વાવડે મારે ગાયન કરવાનું છે?” ગંધર્વસેના બોલી “હે ગીતજ્ઞ! પદ્મ ચકવર્તીના જયેષ્ઠ બંધુ વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ સંબંધી ગીત આ વીણામાં વગાડે.' પછી જાણે પુરૂષવેષી સરસ્વતી હોય તેવા વસુદેવે તે ગીત વીણામાં એવું ઉતાર્યું કે જેથી સર્વ સભાસદેની સંમતિપૂર્વક તેણે ગંધર્વસેનાને જીતી લીધી. પછી ચારૂદત્ત એછી બીજા બધા વાદીઓને વિદાય કરીને વસુદેવને મોટા માન સાથે પિતાને ઘેર લાવ્યું. વિવાહ વખતે શેઠે કહ્યું કે, “વત્સ! કયું ગોત્ર ઉદ્દેશીને હું તમને દાન આપું તે કહે.” વસુદેવે હસીને કહ્યું “જે તમને ઠીક લાગે તે નેત્ર કહે.” એછીએ કહ્યું “આ વણિક પુત્રી છે એવું ધારી તમને હસવાનું કારણ થયું છે, પણ કોઈ સમયે હું તમને આ પુત્રીને વૃત્તાંત આદિથી કહી સંભળાવીશ.” એમ કહી ચારૂદત્ત શેઠે તે વરકન્યાનો વિવાહ કર્યો. પછી સુગ્રીવ અને યગ્રીવે શ્યામા અને વિજયા નામની પિતાની બે કન્યા કે જે તેના ગુણથી રંજિત થયેલી હતી, તે વસુદેવને આપી.
એક દિવસે ચારૂદને વસુદેવને કહ્યું કે “આ ગંધર્વ કન્યાનું કુળ વિગેરે સર્વ વૃત્તાંત સાંભળો. આ નગરીમાં ભાનુ નામે એક ધનાઢ્ય શેઠ હતા. તેને સુભદ્રા નામે એક પુત્રી હતી. તે બંને અપુત્રપણાના દુઃખથી દુઃખી હતા. એક વખતે તેઓએ એક ચારણ મુનિને પુત્રના જન્મ વિષે પૂછયું. તેમણે કહ્યું કે “પુત્ર થશે.” તે પછી અનુક્રમે હું પુત્ર થયે. એક દિવસે હું મિત્રોની સાથે કીડા કરવા ગયે હતું, ત્યાં સમુદ્રને કાંઠે કઈ આકાશગામી પુરૂષનાં મનહર પગલાં પડેલાં મારા જેવામાં આવ્યાં. તે પગલાંની સાથે સ્ત્રીનાં પગલાં પણ હતાં, તેથી જાણવામાં આવ્યું કે કોઈ પુરૂષ પ્રિયા સાથે અહીંથી ગયેલ છે. પછી આગળ ચાલ્યો તો એક કદલીગૃહમાં પુષ્પની શય્યા અને ઢાલ તરવાર મારા જોવામાં આવ્યાં. તેની નજીક એક વૃક્ષની સાથે લેઢાના ખીલાવડે જડી લીધેલે એક ખેચર જોવામાં આવ્યો અને પેલી તરવારના માનની સાથે ઔષધિનાં ત્રણ વલય બાંધેલાં જોવામાં આવ્યાં, પછી મેં મારી બુદ્ધિથી તેમાંની એક ઔષધિવડે તે ખેચરને ખીલાથી મુક્ત કર્યો, બીજી ઔષધિવડે તેના ઘા રૂઝાવી દીધા અને ત્રીજી ઔષધિવડે તેને સચેત કર્યો. પછી તે બે “વૈતાઢયગિરિ ઉપર આવેલા શિવમંદિર નગરના રાજા મહેંદ્રવિક્રમને અમિતગતિ નામે હું પુત્ર છું. એક વખતે ધૂમશિખ અને ગૌરમુંડ નામના બે મિત્રોની સાથે ક્રીડા કરતો કરતે હું હિમવાનું C - 29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org