________________
સર્ગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૩૩ દેડયા. અનુક્રમે કેઈ નેહડામાં આવી ચડ્યા, ત્યાં ગોપિકાએાએ તેમને માન આપ્યું. ત્યાં રાત્રિ રહી પ્રાતઃકાળે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ત્યાંથી કઈ ગિરિતટના ગામમાં ગયા, ત્યાં માટે વેદવનિ સાંભળી તેમણે કઈ બ્રાહ્મણને તેનો પાઠ કરવાનું કારણ પૂછ્યું. તે બ્રાહ્મણ બે-“રાવણના સમયમાં એક દિવાકર નામના ખેચરે નારદમુનિને પિતાની રૂપવતી કન્યા આપી હતી તેના વંશમાં હમણાં સુરદેવ નામે બ્રાહ્મણ થયે છે. તે આ ગામમાં મુખ્ય બ્રાહ્મણ છે. તેને ક્ષત્રિયા નામની પત્નીથી વેદને જાણનારી સેમી નામે એક પુત્રી થઈ છે. તેના વરને માટે તેના પિતાએ કરાલ નામના કઈ જ્ઞાનીને પૂછયું. તેમણે કહ્યું કે “જે વેદમાં એને જીતી લેશે, તે તેને પરણશે. તેથી તેને જીતવાને માટે આ લેકે હમેશાં વેદાભ્યાસ કરવા તત્પર થયા છે, તેઓને વેદ ભણાવનાર અહીં બ્રહ્મદત્ત નામે ઉપાધ્યાય છે. પછી વસુદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તે વેદાચાર્યની પાસે આવ્યા અને કહ્યું કે, “હું ગૌતમગાત્રા સ્કંદિલ નામે બ્રાહ્મણ છું અને મારે તમારી પાસે વેદાભ્યાસ કરે છે. પ્રાદત્ત આજ્ઞા આપી, એટલે વસુદેવ તેમની પાસે વેદ ભણ્યા. પછી વેદમાં સમશ્રીને જીતીને તેની સાથે પરણ્યા અને તેની સાથે વિલાસ કરતા સતા ત્યાંજ રહ્યા.
અન્યદા વસુદેવ ઉદ્યાનમાં ગયા. ત્યાં ઇદ્રશર્મા નામના એક ઇંદ્રજાલિકને તેમણે દીઠે. તેની આશ્ચર્યકારી વિદ્યા જેઈને વસુદેવે તે શિખવાની માંગણી કરી એટલે તે બે કે,
આ માનસમાહિની વિદ્યા ગ્રહણ કરે, આ વિદ્યા સાધવા માટે સાયંકાળે આરંભ કરવાથી પ્રાતઃકાળે સુર્યના ઉદય વખતે તે સિદ્ધ થાય છે, પરંતુ તેમાં ઉપસર્ગો ઘણા થાય છે, માટે તે સાધતાં કેઈ સહાયકારી મિત્રને ખપ પડશે.” તેણે કહ્યું, “મારે વિદેશમાં કેઈ મિત્ર નથી.” એટલે ઇંદ્રજાલિક બેલ્યો-“હે ભાઈ! હું અને આ તમારી ભેજાઈ વનમાંલિકા બનને તમારી સહાય કરશું.” એ પ્રમાણે કહેતાં વસુદેવે વિધિથી તે વિદ્યાને ગ્રહણ કરી અને તેને જાપ કરવા માંડ્યો. તે વખતે માયાવી ઇંદ્રશર્માએ શિબિકાવડે તેનું હરણ કર્યું. વસુદેવ તેને ઉપસર્ગ થયેલે જાણી ડગ્યા નહીં અને વિદ્યાને જાપ કરવા લાગ્યા, પરંતુ પ્રાતઃકાળ થતાં તેને માયા જાણી શિબિકામાંથી ઉતરી પડ્યા. પછી ઇદ્રશર્મા વિગેરે દોડવા લાગ્યા, તેમને ઉલ્લંઘન કરીને વસુદેવકુમાર આગળ ચાલ્યા. સાયંકાળ થતાં તૃણશેષક નામના સ્થાનમાં આવ્યા. ત્યાં કોઈ મકાનમાં વસુદેવ સૂઈ ગયા. રાત્રિએ કઈ રાક્ષસે આવી તેમને ઉઠાડ્યા, એટલે મુષ્ટિવડે વસુદેવ તેને મારવા લાગ્યા. પછી ચિરકાળ બાહુયુદ્ધ કરી ખરીદ કરેલાં મેંઢાની જેમ વસ્ત્રવડે તે રાક્ષસને બાંધી લીધું અને રજક જેમ રેશમી વસ્ત્રને ધાવે તેમ તેને પૃથ્વી પર અફળાવી અફળાવીને મારી નાંખ્યો. ૧ પ્રાતઃકાળે તે લેકેના જોવામાં આવ્યું, તેથી લેકો ઘણા ખુશી
૧ આ રાક્ષસ દેવ જાતિને નહે, દેવ તે એમ મરણ પામે નહીં. આ તે મનુષ્ય છતાં મનુષ્યના માંયનું ભક્ષણ કરનાર મનુષ્યજાતિનો રાક્ષસ હતો, તેથી તે મરણ પામ્યો. આગળ તેના વૃત્તાંતથી તે વાત સ્પષ્ટ થાય છે. C - 30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org