________________
સર્ગ ૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ર૩૫ એક વખત વસુદેવ હસ્તિશાળામાં ગયા. ત્યાં એક નવીન હાથીને જોઈને તે તેની ઉપર બેઠા એટલામાં તો તે હાથી આકાશમાં ઊંડ્યો. એટલે વસુદેવે તેની ઉપર મુષ્ટીને ઘા કર્યો. તે હાથી કેઈ સરવરના તીર ઉપર પડ્યો; એટલે તે મૂળ સ્વરૂપે નીલકંઠ નામે ખેચર થઈ ગયે, જે પ્રથમ નીલયશાના વિવાહ વખતે યુદ્ધ કરવાને આવ્યું હતું. ત્યાંથી ભમતા ભમતા વસુદેવ સાળગુહ નામના નગરે આવ્યા. ત્યાં ભાગ્યસેન નામના તે નગરના રાજાને તેણે ધનુર્વેદ શિખવ્યું. અન્યદા ભાગ્યસેન રાજાની સાથે યુદ્ધ કરવાને માટે તેને અગ્રબંધુ મેઘસેન ત્યાં આવ્યા. તેને મહા પરાક્રમી વસુદેવે જીતી લીધો. પછી ભાગ્યસેન રાજાએ પદ્મા (લક્ષ્મી) જેવી પોતાની પદ્માવતી નામની પુત્રી અને મેઘસેને અશ્વસેના નામની પોતાની પુત્રી વસુદેવને આપી. પછી પદ્માવતી અને અશ્વસેનાની સાથે કેટલેક વખત ત્યાં જ રહી ક્રિીડા કરી વસુદેવકુમાર ભદ્દિલપુર નગરે આવ્યા. ત્યાને પંદ્ર નામને રાજા અપુત્ર મૃત્યુ પામેલ હતો, તેથી તેની કુંદ્રા નામની કન્યા ઔષધિવડે પુરૂષનું રૂપ કરી રાજ્ય કરતી વસુદેવના જોવામાં આવી. વસુદેવને જોતાંજ અનુરાગવાળી થયેલી પૃદ્ધાને વસુદેવકુમાર પરણ્યા. તેને પંદ્ર નામે પુત્ર થશે. તે ત્યારે રાજા થશે.
અન્યદા પેલા અંગારક ખેચરે રાત્રે હંસના મિષથી વસુદેવને ઉપાડીને ગંગામાં નાખી દીધા. પ્રાત:કાળે વસુદેવે ઈલાવન નામનું નગર જોયું. ત્યાં એક સાર્થવાહની દુકાન ઉપર તેની આજ્ઞા લઈને વસુદેવ બેઠા. વસુદેવના પ્રભાવથી તે દિવસે તે સાર્થવાહને એક લક્ષ સોનૈયાને લાભ થા. તેણે વસુદેવને પ્રભાવ જાણીને તેને આદરથી લાવ્યા. પછી સુવર્ણના રથમાં બેસાડી સાર્થવાહ તેમને પિતાને ઘેર લઈ ગયે અને પિતાની રાવતી નામની કન્યાને તેની સાથે પરણાવી. એક વખતે ઇદ્રમહત્સવ થતાં પિતાના સસરાની સાથે દિવ્ય રથમાં બેસીને વસુદેવ મહાપુર નગરે ગયા. ત્યાં તે નગરની બહાર નવીન પ્રાસાદો જેઈને વસુદેવે પોતાના સસરાને પૂછયું કે “શું આ બીજુ નગર છે?” સાર્થવાહે કહ્યું “આ નગરમાં સેમદત્ત નામે રાજા છે. તેને મુખની શોભાથી સોમ (ચંદ્ર) ની કાંતિનું પણ ઉલ્લંઘન કરે તેવી સામગ્રી નામે કન્યા છે. તેણીના સ્વયંવરને માટે તે રાજાએ આ પ્રાસાદો કરાવ્યા છે. અહીં ઘણુ રાજાઓને બોલાવ્યા હતા, પણ તેમના અચાતુર્યથી તેઓને પાછા વિદાય કર્યા છે.” પછી વસુદેવે ઇંદ્રમહોત્સવ સંબંધી ઇંદ્રસ્તંભ પાસે જઈ તેને નમસ્કાર કર્યો. એ વખતે પ્રથમથી ત્યાં આવેલું રાજાનું અંતઃપુર પણ તે ઇદ્રસ્તંભને નમીને રાજમહેલ તરફ ચાલ્યું. તેવામાં રાજાને એક હસ્તી આલાનસ્તંભનું ઉમૂલન કરીને છુટેલે ત્યાં આવ્યું. તેણે અકસ્માત રાજકુમારીને રથમાંથી પાડી નાખી. તે સમયે દીન, અશરણ અને શરણાથી એવી તેને જોઈ વસુદેવકુમાર જાણે તેને પ્રત્યક્ષ ઉપાય હાય તેમ તેની પાસે આવ્યા અને તે હાથીને તીરસ્કાર કર્યો, એટલે ક્રોધવડે મહા દુર એ તે હસ્તી રાજકુમારીને છેડી દઈને વસુદેવની સામે દોડ્યો. મહા બળવાન વસુદેવે તે હાથીને ઘણે બેદિત કર્યો. પછી તેને મોહિત કરીને વસુદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org