Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ જે ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[૨૧૯ તાપસ પૂર્વની જેમ તેના જેવામાં આવ્યું. એટલે પિતાનું પ્રથમનું નિમંત્રણ સંભારી રાજાએ કેટલાંક ચાટુ વચનોથી તેમને ખમાવ્યા અને ફરી પાછું તેમને નિમંત્રણ કર્યું; દૈવયોગે પાછા પ્રથમની જેમ ભૂલી ગયા અને તાપસ પારણું કર્યા વગર પાછા આશ્રમમાં આવ્યા. તે સમરણમાં આવતાં રાજાએ પાછા પૂર્વની જેમ તેમને ખમાવ્યા અને પાછું નિમંત્રણ કર્યું. તે વખતે પણ રાજા ભૂલી ગયા. એટલે તાપસને કેપ ચઢો, તેથી “આ તપના પ્રભાવ વડે હું ભવાંતરમાં આને વધ કરનાર થાઉં.” એવું નિયાણું કરી અનશન ગ્રહણ કરીને તે મૃત્યુ પામ્યા. ત્યાંથી તે ઉગ્રસેનની આ ધારિણીના ઉદરમાં ઉત્પન્ન થયે. તેના અનુભાવથી અન્યદા રાણીને પતિનું માંસ ખાવાનો દેહદ થયે, દેહદ ન પૂરાવાથી દિવસે દિવસે ક્ષય પામતી અને કહેવાને લજજા પામતી ધારિણીએ અન્યદા બહુ કટે તે દેહદ પિતાના પતિને જણાવ્યું. પછી મંત્રીઓએ રાજાને અંધકારમાં રાખી તેના ઉદર પર સસલાનુ માંસ રાખી તેમાંથી છેદી છેદીને રાણીને આપવા માંડયું. જ્યારે તેનો દેહદ પૂર્ણ થયો એટલે તે પાછી મૂળ પ્રકૃતિમાં આવી; તેથી તે બેલી કે “હવે પતિ વિના આ ગર્ભ અને જીવિત શા કામનાં છે?” છેવટે જ્યારે તે પતિ વિના મરવાને તૈયાર થઈ ત્યારે મંત્રીઓએ તેને કહ્યું કે “હે દેવી! મરશે નહીં, અમે તમારા સ્વામીને સાત દિવસમાં સજીવન કરી બતાવશું. આવી રીતે કહી સ્વસ્થ કરેલી રાણીને મંત્રીઓએ સાતમે દિવસે ઉગ્રસેનને બતાવ્યા. તેથી રાણીએ માટે ઉત્સવ કર્યો. પછી પિષ માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ ચંદ્ર મૂળ નક્ષત્રમાં આવતાં ભદ્રામાં દેવીએ એક પુત્રને જન્મ આપે. પ્રથમના ભયંકર દેહદવડે ગર્ભથી ભય પામેલી રાણીએ પ્રથમથી કરાવી રાખેલી એક કાંસાની પેટીમાં જન્મતાંવેંત જ તે બાળકને મૂકી દીધો. પછી તે પેટીમાં રાજાના અને પિતાના નામથી અંકિત એવી બે મુદ્રા તથા પત્રિકા નાખી રત્ન ભરીને તેણીએ દાસીની પાસે તે પેટી યમુના નદીના જળમાં વહેતી મૂકાવી અને “પુત્ર જન્મીને મૃત્યુ પામ્ય” એમ રાણીએ રાજાને કહ્યું.
અહીં યમુના નદી પેલી પેટીને તાણતી તાણતી શૌર્યપુરના દ્વાર પાસે લઈ ગઈ. કોઈ સુભદ્ર નામે રસવણિક પ્રાતઃકાળે શૌચને માટે નદીએ આવ્યો હતો તેણે તે કાંસાની પેટી આવતી દીઠી, એટલે જળની બહાર ખેંચી કાઢી. તે પેટી ઉઘાડતાં તેમાં પત્રિકા અને બે રત્નમુદ્રા સહિત બાળચંદ્રના જે એક સુંદર બાળક જોઈ તે અતિ વિસ્મય પામે. પછી તે વણિક પેટી વિગેરે સાથે લઈ બાળકને પિતાને ઘેર લાવ્યા અને હર્ષથી પિતાની ઇંદુ નામની પત્નીને તે પુત્ર તરીકે અર્પણ કર્યો. બંને દંપતીએ તેનું કંસ એવું નામ પાડયું, અને મધુ, ક્ષીર તથા વૃત વિગેરેથી તેને માટે કર્યો. જેમ જેમ તે માટે થયે તેમ તેમ કલહશીલ થઈ લેકેના બાળકોને મારવા કુટવા લાગે. જેથી તે વણિક દંપતીની પાસે લેકેના ઉપાલંભ પ્રતિદિન આવવા લાગ્યા,
જ્યારે તે દશ વર્ષનો થયો, ત્યારે તે દંપતીએ વસુદેવકુમારને સેવક તરીકે રાખવાને તેને અર્પણ કર્યો. વસુદેવને તે અતિ પ્રિય થઈ પડયો. ત્યાં વસુદેવની સાથે રહીને તે બધી કળાએ
૧ ઘી વિગેરે રસપદાર્થોને વેપારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org