Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ જો]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ૨૧૭
કરતા હતો. આ ખખર જાણીને સાત કન્યામાંથી સૌથી મેાટી યૌવનવતી કન્યાએ કહ્યું કે–‘ ને પિતા મને આ કુરૂપીને આપશે તો જરૂર હું મૃત્યુ પામીશ.' તે સાંભળીને નર્દિષણુ ખેદ પામ્યા, એટલે તેના મામાએ કહ્યું કે ‘હું તને ખીજી પુત્રી આપીશ, તું ખેદ કર નહીં' તે સાંભળી ખીજી પુત્રીએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી. એવી રીતે સઘળી પુત્રીએએ અનુક્રમે તેવી પ્રતિજ્ઞા કરી, અને તેનો પ્રતિષેધ કર્યો, તે સાંભળી ખેદ પામેલા નર્દિષણને તેના મામાએ કહ્યું કે ‘હું કાઈ ખીજાની પાસે માગણી કરીને તને કન્યા પરણાવીશ, માટે હે વત્સ! તુ આકુળવ્યાકુળ થઈશ નહી.’ નંદિષણે વિચાર્યું કે ‘ જ્યારે મારા મામાની કન્યાએ મને ઈચ્છતી નથી, તો પછી મારા જેવા કુરૂપીને ખીજાની કન્યા કેમ ઇચ્છશે ?’ આવે! વિચાર કરી વૈરાગ્ય પામીને તે ત્યાંથી નીકળી રત્નપુર નગરે આવ્યો. ત્યાં ક્રીડા કરતા કાઈ સ્ત્રી પુરૂષને જોઈ ને તે પેાતાની નિંદા કરવા લાગ્યો. પછી મરવાની ઇચ્છાથી વૈરાગ્યવડે તે ઉપત્રનમાં આવ્યે. ત્યાં સુસ્થિત નામે એક મુનિને જોઈને તેમને વંદના કરી. જ્ઞાનથી તેનેા મનોભાવ જાણીને તે મુનિ ખેલ્યા :– અરે મનુષ્ય ! તું મૃત્યુનું સાહસ કરીશ નહીં, કેમકે આ સવ અધર્માંનાં ફળ છે. સુખના અથી એ તો ધર્મ કરવા જોઈએ, આત્મઘાતથી કાંઈ સુખ થતુ નથી, દીક્ષા લઈને કરેલે ધર્મ જ ભવે.ભવમાં સુખના હેતુભૂત થાય છે.' આ પ્રમાણે સાંભળી તે પ્રતિમાધ પામ્યા, તેથી તેણે તરત જ તે મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી ગીતા થઈ ને તેણે સાધુઓનું વૈયાવૃત્ત્વ કરવાને અભિગ્રહ કર્યાં.
ખાળ અને ગ્લાન પ્રમુખ મુનિએની વ્યાવૃત્ત્વ કરનારા અને તેમાં કદી પણ ખેદ નહીં પામનારા તે ન દિષણુ મુનિની અન્યદા ઇંદ્રે સભામાં પ્રશંસા કરી. ઇંદ્રનાં તે વચન પર શ્રદ્ધા નહી રાખનારે કેાઈ દેવ ગ્લાન મુનિનું રૂપ લઈને રત્નપુરની સમીપના અરણ્યમાં આળ્યે, અને એક બીજા સાધુનેવેષ વિષુવીને નર્દિષેણુ મુનિના સ્થાનમાં ગયા. જેવામાં નંદિષણુ પારણુ કરવાને માટે બેસીને ગ્રાસ ભરતા હતા તેવામાં તે સાધુએ આવીને કહ્યું કે :– અરે ભદ્ર! સાધુએની વૈયાવૃત્ત્વ કરવાની પ્રતિજ્ઞા લઈને તું અત્યારે કેમ ખાવા એઠે છે? નગરની બહાર અતિસાર રાગવાળા એક મુનિ ક્ષુધા અને તૃષાથી પીડિત છે.' તે સાંભળતાંજ નર્દિષેણ મુનિ આહાર કરવાનું પડતું મૂકી તે મુનિને માટે શુદ્ધ પાણી શેાધવા નીકળ્યા, તે વખતે આવેલા દેવે પાતની શક્તિથી સત્ર અનેષણીય કરવા માંડયું, પણ તે લબ્ધિવાળા મુનિના પ્રભાવથી તેની શક્તિ વધારે ચાલી નહીં, એટલે નદિષેણુ મુનિએ કાઈ ઠેકાણેથી શુદ્ધ પાણી પ્રાપ્ત કર્યુ`. પછી નર્દિષેણુ મુનિ તે ગ્લાન મુનિની પાસે આવ્યા; એટલે તે કપટી મુનિએ કઠોર વાકયો વડે તેના પર આક્રોશ કર્યાં- અરે અધમ ! હું આવી અવસ્થામાં પડયો છું અને તું આ વખતે લેાજનમાં લંપટ થઈ સત્વર અહીં આવ્યો નહીં, માટે તારી વૈયાવૃત્ત્વની પ્રતિજ્ઞાને ધિક્કાર છે.? નર્દિષણ મુનિ એલ્યા− હું મુનિ ! મારા તે અપરાધને
C - 28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org