________________
અ
,
પર સગ ૨
જે.
:
વસુદેવ ચરિત્ર. આ ભરતક્ષેત્રમાં મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી છે, જે યમુના નદીથી જાણે નીલ વસ્ત્રને ધારણ કરનારી હોય તેમ શોભે છે. તે નગરીમાં હરિવંશને વિષે પ્રખ્યાત રાજા વસુના પુત્ર બૃહદધ્વજની પછી ઘણા રાજાઓ થઈ ગયા પછી યર નામે એક રાજા થયો. યદુને સૂર્યના જે તેજસ્વી શુર નામે પુત્ર થયો, અને તે શૂરને શૌરિ અને સુવીર નામે બે વીર પુત્ર થયા. શુર રાજાએ શૌરિને રાજ્ય પર બેસારી અને સુવીરને યુવરાજપદ આપી સંસારપર વૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. શૌરિ પિતાના અનુજ બંધુ સુવીરને મથુરાનું રાજ્ય આપીને પિતે કુશાત દેશમાં ગયો, અને ત્યાં તેણે શૌર્યપુર નામે એક નગર વસાવ્યું. શરિ રાજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્ર થયા અને સુવીરને ભેજવૃષ્ણિ વિગેરે અતિ પરાક્રમી પુત્રો થયા. મહાભુજ સુવીર મથુરાનું રાજ્ય પિતાના પુત્ર ભેજવૃષ્ણુિને આપી પોતે સિંધુ દેશમાં સૌવીરપુર નામે એક નગર વસાવીને ત્યાં રહ્યો. મહાવીર શૌરિ રાજા પિતાના પુત્ર અંધકવૃષ્ણિને રાજ્ય સેપી સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઈને મેક્ષે ગયા.
અહીં મથુરામાં રાજ્ય કરતાં ભેજવૃષ્ણિને ઉગ્ર પરાક્રમવાળો ઉગ્રસેન નામે એક પુત્ર થયે. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી દશ પુત્રો થયા. તેઓનાં સમુદ્રવિજય, અભ્ય, તિમિત, સાગર, હિમવાનું, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ એવાં નામ સ્થાપન કર્યા. તે દશે “દશાહ' એવા નામથી પ્રસિદ્ધ થયા. તેમને કુંતી અને મઢી નામે બે અનુજ બેને થઈ તેના પિતાએ કુંતી પાંડુ રાજાને અને મઢી દમષ રાજાને આપી.
અન્યદા અંધકવૃષ્ણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિને પ્રણામ કરી અંજલિ રેડી આ પ્રમાણે પૂછયું-સ્વામિન! મારે વાસુદેવ નામે દશમે પુત્ર છે, તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળે છે, તેમજ કળાવાન અને પરાક્રમી છે તેનું શું કારણ?” સુપ્રતિષ્ઠ મુનિ બેલ્યા-મગધ દેશમાં નંદિગ્રામને વિષે એક ગરીબ બ્રાહ્મણ હતો તેને રોમિલા નામે ી હતી, તેમને નંદિવેણુ નામે એક પુત્ર થયો. મંદભાગ્યમાં શિરોમણિ જેવા તે પુત્રનાં માતપિતા બાલ્યવયમાંથી જ મરી ગયાં. તે પુત્ર મોટા પેટવાળ, લાંબા દાંતવાળો, ખરાબ નેત્રવાળે અને ચોરસ માથાવાળે હતું, તેથી તેમ જ બીજાં અંગમાં પણ કુરૂપી હોવાથી તેને તેના સ્વજનેએ પણ છેડી દીધું. તે વખતે જીવતો છતાં પણ મુવા જેવો જાણીને તેના મામાએ તેને ગ્રહણ કર્યો. તે મામાને સાત કન્યાઓ પરણવાને લાયક થયેલી હતી. તેથી તેને તેના મામાએ કહ્યું હતું કે “હું તને એક કન્યા આપીશ.” કન્યાના લેભથી તે મામાના ઘરનું બધું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org