Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૧૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું લાગે. પણ પુણ્યના ઉત્કર્ષથી તે ગેળાઓ કુમારને કાંઈ પણ ઈજા કરવાને સમર્થ થયા નહીં. કુમારે પિતાનાં ખગથી તેનાં ઘણાં અને ખંડિત કરી નાખ્યાં, અસ્ત્રોના ખંડનથી ખેદ પામેલા બેચરનું ધનુષ્ય કુમારે છેદી નાખ્યું અને તેના જ બાણથી તેને છાતીમાં વીંધી નાખે. તત્કાળ છેદેલા વૃક્ષની જેમ તે વિદ્યાધર પૃથ્વી પર પડ્યો; એટલે શંખકુમારે પવન વિગેરે ઉપચારથી તેને સજજ કરી પુનઃ યુદ્ધ કરવાનું આમંત્રણ કર્યું. બેચરપતિ કુમાર પ્રત્યે બે -“હે પરાક્રમી! હું કે જે કેઈથી જીતાય ન હતું તેને તે જીતી લીધું છે, તેથી તું સર્વથા માન્ય પુરૂષ છે. હે વીર ! જેમ તે આ યશેમતીને ગુણથી ખરીદી લીધી છે, તેમ હું તારા પરાક્રમથી ખરીદ થઈ ગયેલ છું. માટે મારા અપરાધને તું ક્ષમા કર.” કુમાર બેથે-“હે મહાભાગ! તારા ભજવીર્યથી અને વિનયથી હું રંજિત થયેલ છું, માટે કહે, હું તારું શું કાર્ય કરૂં?' વિદ્યાધર બે -“જો તમે પ્રસન્ન થયા છે તો વૈતાઢયગિરિ ઉપર ચાલે, ત્યાં તમારે સિદ્ધાયતનની યાત્રા થશે અને મારી ઉપર અનુગ્રહ થશે.” શંખકુમારે તેમ કરવાને કબુલ કર્યું. યશોમતી “આવા ઉત્તમ ભર્તાને હું વરી છું' એમ જાણી મનમાં ઘણે હર્ષ પામી. તે સમયે મણિશેખરના પાળારૂપ ખેચર આ વૃત્તાંત જાણીને ત્યાં આવ્યા અને તેઓએ ઉપકારી એવા શંખકુમારને નમસ્કાર કર્યો. પછી બે ખેચરને પોતાના સૈન્યમાં એકલી શંખકુમારે પિતાનું વૃત્તાંત જણાવ્યું, અને તે સૈિન્યને તાકીદે હસ્તિનાપુર તરફ જવા આજ્ઞા કરી. પછી પેલી યશેમતીની ધાત્રીને ખેચર પાસે ત્યાં બેલાવી, અને ધાત્રી તથા યશેમતી સહિત શંખકુમાર વૈતાલ્યગિરિ પર આવ્યો. ત્યાં સિદ્ધાયતનમાં રહેલા શાશ્વત પ્રભુને તેણે વંદના કરી અને યશોમતી સાથે તેમની વિવિધ પ્રકારે પૂજા કરી. પછી મણિશેખર કુમારને કનકપુરમાં લઈ ગયો, અને ત્યાં પોતાને ઘેર રાખી દેવતાની જેમ તેની પૂજા ભક્તિ કરી. સર્વે વૈતાઢ્યવાસીઓને આ વાત સાંભળીને મેટું આશ્ચર્ય લાગ્યું, તેથી સર્વે આવી આવીને શંખકુમાર અને યશોમતીને વારંવાર જોવા લાગ્યા. શત્રુજય વિગેરે મૂલ્યથી પ્રસન્ન થયેલા કેટલાએક મહદ્ધિક ખેચરે શંખકુમારના પદળ થઈને રહ્યા અને તેઓ પોતપોતાની પુત્રીએ શંખકુમારને આપવા આવ્યા. તેમને કુમારે કહ્યું કે-યશોમતીને પરણ્યા પછી આ કન્યાઓને હું પરણીશ.”
અન્યદા મણિશેખર વિગેરે પોતપોતાની કન્યાઓ લઈને યશોમતી સહિત શંખકુમારને ચંપા નગરીએ લઈ ગયા. “પિતાની પુત્રીની સાથે અનેક ખેચકોથી પરિવૃત્ત તેને વર આવે છે. એ ખબર સાંભળી જિતારિ રાજા ઘણે ખુશી થઈને સામો આવ્યો. ત્યાં સંભ્રમથી શંખકુમારને આલિંગન કરીને તે રાજાએ સૌને નગરીમાં પ્રવેશ કરાવ્યો. અને મહોત્સવ પૂર્વક પિતાની પુત્રીને તેની સાથે વિવાહ કર્યો. પછી શંખકુમાર બીજી વિદ્યાધરની કન્યાઓને પણ પરણ્ય, અને શ્રી વાસુપૂજય સ્વામીના ચૈત્યની ભક્તિપૂર્વક યાત્રા કરી. પછી બેચરાને
૧ પગે ચાલનારા સેવક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org