Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૧૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું. અવતર્યો. યોગ્ય કાળે સર્વ લક્ષણેથી પવિત્ર એવા એક પુત્રને દેવીએ જન્મ આપ્યો. પિતાએ પૂર્વજના નામથી તેનું શંખ એવું નામ પાડ્યું. પાંચ ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે મટે થયો. ગુરૂને માત્ર સાક્ષીભૂત કરીને પ્રતિ જન્મમાં અભ્યાસ કરેલી સર્વ કળાએ તેણે લીલામાત્રમાં સંપાદન કરી લીધી. વિમળબોધ મંત્રીને જીવ આરણ દેવલેકથી ઍવીને શ્રીપણુ રાજાના ગુણનિધિ નામના મંત્રીને મતિપ્રભ નામે પુત્ર થયે. તે કામદેવને વસંતની જેમ શંખકુમારની સાથે રાજક્રીડા કરનારો અને સહાધ્યાયી મિત્ર થયો. મતિપ્રભ મંત્રીપુત્ર અને બીજા રાજકુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતે શંખકુમાર યૌવનવયને પ્રાપ્ત થશે.
એક વખતે તેના દેશના લેકે દૂરથી પિકાર કરતા કરતા આવીને શ્રી રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“હે રાજેદ્ર! તમારા દેશની સીમા ઉપર અતિ વિષમ ઉંચાઈવાળે, વિશાળ શિખરવાળે અને શશિરા નામની નદીથી અંકિત ચંદ્ર નામે પર્વત આવેલ છે. તે પર્વતના દુર્ગમાં સમરકેતુ નામે એક પલ્લી પતિ રહે છે, તે નિઃશંકપણે અમને લુંટે છે, માટે હે પ્રભો! તેનાથી અમારું રક્ષણ કરે.” તે સાંભળી તેના વધને માટે પ્રયાણ કરવાને ઈચ્છતા રાજાએ રણથંભા વગડાવી. તે વખતે શંખકુમારે આવી નમસ્કાર કરીને નમ્રતાથી કહ્યું“પિતાજી! એવા પલ્લી પતિને માટે આપ આટલે બધે આક્ષેપ શા માટે કરે છે? મસલાને મારવાને હાથી અને સસલાને મારવાને સિંહને તૈયાર થવાની જરૂર ન હોય, તેથી તાત! મને આજ્ઞા આપે, હું તેને બાંધીને અહીં લાવીશ; તમે પોતે પ્રયાણ કરવું છોડી દે, કારણ કે તે તમને ઉલટું લજજાકારક છે.” પુત્રનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ તેને સેના સાથે વિદાય કર્યો. શંખકુમાર અનુક્રમે તે પલ્લીની પાસે આવ્યો. કુમારને આવતે સાંભળીને કપટમાં શ્રેષ્ઠ એ તે પલ્લીપતિ દુગને શૂન્ય મૂકીને બીજા ગહવરમાં પેસી ગયો. કુશાગ્ર બુદ્ધિવાળા શંખકુમારે તે દુર્ગમાં એક સામંતને સાર સાર સૈન્ય લઈને દાખલ કર્યો, અને પોતે કેટલાક સિનિકેને લઈને એક લતાગૃહમાં સંતાઈ રહ્યો એટલે છળ કાર પલીપતિએ પિલા દુર્ગને રૂંધી દીધે. પછી “અરે કુમાર! હવે તું કયાં જઈશ?” એમ બેલી જેવી તે પલ્લીપતિએ ગર્જના કરી તે કુમારે બહારથી આવીને પિતાના પુષ્કળ સૈન્યથી તેને ઘેરી લીધે એક તરફથી દુર્ગાના કિલ્લા ઉપર રહેલા પ્રથમ મોકલેલા સૈન્ય અને બીજી તરફથી કુમારના સેન્ચે વચમાં રહેલા પલ્લી પતિને મારવા માંડયો; એટલે પલ્લીપતિ કંઠ પર કુહાડે ધારણ કરી શંખકુમારને શરણે આવ્યા અને બે-“હે રાજકુમાર ! મારા માયામંત્રના ઉપાયને જાણનારા તમે એક જ છે. તે સ્વામિન્ ! સિત પુરૂષને ભૂતની જેમ હવે હું તમારે દાસ થ છું, માટે મારું સર્વસવ ગ્રહણ કરે અને પ્રસન્ન થઈને મારા પર અનુગ્રહ કરે.” કુમારે તેની પાસે જે ચેરીનું ધન હતું, તે લઈને જેનું હતું તે તેને સેંપાવી દીધું અને પિતાને લેવા યોગ્ય દંડ પતે લીધે. પછી પલ્લી પતિને સાથે લઈને કુમાર પાછો વળ્યો. સાયંકાળ થતાં માર્ગમાં તેણે પડાવ કર્યો, અર્ધી રાત્રે કુમાર શયા ઉપર સ્થિત હતા, તેવામાં કઈ કરૂણ વર તેના સાંભળવામાં આવ્યો, તેથી તરત હાથમાં ખડ્રગ લઈને વરને અનુસાર તે ચાલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org