Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે ] શ્રી વસુદેવ ચરિત્ર
[૨૧૫ વિદાય કરી કેટલાક દિવસ ત્યાં રહીને યશોમતી વિગેરે પનીઓ સહિત શંખકુમાર હસ્તિનાપુર આવ્યો.
અપરાજિત કુમારના પૂર્વ જન્મના અનુજ બંધુ સૂર અને સેમ જે આરણ દેવલેકમાં ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચવીને યશોધર અને ગુણધર નામે આ જન્મમાં પણ તેના (શંખકુમારના) અનુજ બંધુ થયા. રાજા શ્રીષેણે શંખકુમારને રાજય આપી ગુણધર ગણધરના ચરણમાં આવી દીક્ષા લીધી. જેમ શ્રીષેણ રાજા મુનિ થઈને દુસ્તપ તપને પાળવા લાગ્યા, તેમ શંખના જેવા ઉજજવળ યશવાળે શંખકુમાર ચિરકાળ પૃથ્વીને પાળવા લાગ્યો. અન્યદા જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અને દેવતાના સાંનિધ્યપણુથી શોભતા શ્રીષેણરાજર્ષિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. શંખરાજા તે ખબર સાંભળી સામે આવ્યો અને ભક્તિથી તેમને વંદના કરીને સંસારસાગરમાં નાવિકા જેવી તેમની દેશના સાંભળી. દેશનાને અંતે શંખ રાજા બેલ્યો-હે સર્વજ્ઞ! તમારા શાસનથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કોઈનું સંબંધી નથી, કેવળ સ્વાર્થનું સંબંધી છે. તથાપિ આ યશોમતી ઉપર મને અધિક મમતા કેમ થઈ? તે પ્રસન્ન થઈને કહે, અને મારા જેવા અનભિજ્ઞને શિક્ષા આપો.” કેવળી ભગવંત બોલ્યા- “તાર ધનકુમારના ભવમાં એ તારી ધનવતી નામે પત્ની હતી, સૌધર્મ દેવલેકમાં તારા મિત્રપણે ઉત્પન્ન થઈ હતી, ચિત્રગતિના ભાવમાં રત્નાવતી નામે તારી પ્રિયા હતી, માહેંદ્ર દેવલેકમાં તારો મિત્ર થયેલી હતી, અપરાજિતના ભાવમાં પ્રીતિમતી નામે સ્ત્રી થઈ હતી. પાછી આરણ દેવલોકમાં તારે મિત્ર થઈ હતી, અને આ સાતમા ભાવમાં તે યશેમતી નામે તારી સ્ત્રી થયેલ છે. તેથી ભવાંતરના યોગથી તારે તેણીની ઉપર સનેહસંબંધ થયેલ છે. હવે અહીંથી અપરાજિત નામના અનુત્તર વિમાનમાં જઈ ત્યાંથી ચ્યવીને આ ભરતખંડમાં તમે નેમિનાથ નામે બાવીસમા તીર્થંકર થશે, અને આ યશોમતી રામતી નામે અવિવાહિતપણે અનુરાગી થયેલી તમારી સ્ત્રી થશે. તે તમારી પાસે દીક્ષા લઈને પ્રાંતે પરમપદને પ્રાપ્ત થશે. આ થશેધર અને ગુણધર અનુજ બંધુ અને મતિપ્રભ નામે મંત્રી તમારા ગણધરપદને પ્રાપ્ત કરીને સિદ્ધિપદને પામશે.”
આ પ્રમાણે ગુરૂમુખે સાંભળીને શંખ રાજાએ પુંડરીક નામના પુત્રને રાજ્ય પર બેસાડી દિક્ષા ગ્રહણ કરી, અને તેના બંને બંધુ, મંત્રી અને યશોમતીએ તેની પાસે દીક્ષા લીધી. અનુક્રમે શંખ મુનિએ ગીતાર્થ થઈ મહા આકરી તપસ્યા કરી, અહમ્ ભક્તિ વિગેરે સ્થાનકેના આરાધનથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંતે પાદપેપગમન અનશન કરી શંખમુનિ અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. અને યશોમતી વિગેરે પણ તેજ વિધિથી અપરાજિત વિમાનને પ્રાપ્ત થયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये अष्टमे पर्वणि
श्री अरिष्ट नेमिपूर्वभववर्णनो नाम प्रथमः सर्गः ૧ ચોથું અનુત્તર વિમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org