Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે] શ્રી નેમિનાથાદિ ચરિત્ર
[ ૨૧૧ (યથાયોગ્ય રીતે પુરૂષાર્થને સાધતો) અપરાજિત રાજા વિચિત્ર ચૈત્ય અને લાખ રથયાત્રા કરતે કાળ નિર્ગમન કરવા લાગ્યો.
એક વખત અપરાજિત રાજા ઉઘાનમાં ગયો હતો, ત્યાં મૂર્તિથી કામદેવ જે અનંગદેવ નામે એક સાર્થવાહને સમૃદ્ધિમાન પુત્ર તેના જેવામાં આવ્યો. તે દિવ્ય વેષને ધારણ કરનારા સમાન વયના મિત્રોથી વીંટાયેલું હતું, ઘણી રમણીય રમણીઓની સાથે ક્રીડા કરતે હતે, યાચકોને દાન આપતે હતે, બંદિજને તેની સ્તુતિ કરતા હતા, અને ગીતગાન સાંભળવામાં આસક્ત હતે. તેને જોઈને અપરાજિત રાજાએ પોતાના માણસને પૂછ્યું કે, “આ કોણ છે?” તેઓએ કહ્યું કે “આ સમુદ્રપાળ નામના સાર્થવાહને અનંગદેવ નામે ધનાઢય પુત્ર છે. તે સાંભળીને “મારા નગરના વ્યાપારી પણ આવા ધનાઢ્ય અને ઉદાર છે, તેથી હું ધન્ય છું” એમ પિતાની પ્રશંસા કરતા કરતે અપરાજિત રાજા ઘેર આવ્યો.
બીજે દિવસે રાજા બહાર જતા હતા તેવામાં ચાર પુરૂએ ઉપાડેલું અને જેની આગળ વિરસ વાદ્ય વાગે છે એવું એક મૃતક તેના જેવામાં આવ્યું. તેની પછવાડે છાતી કુટતી, છુટે કેશે રૂદન કરતી અને પગલે પગલે મૂચ્છ ખાતી અનેક સ્ત્રીઓ જતી હતી, તે જોઈ રાજાએ સેવકોને પૂછયું કે “આ કેણ મરી ગયું?” તેઓ બેલ્યા કે-“પેલે સાર્થવાહને પુત્ર અનંગદેવ અકસ્માતુ વિચિકા (કોલેરા)ના વ્યાધિથી મૃત્યુ પામ્યો છે.” તે સાંભળતાં જ અપરાજિત રાજા બેલ્યો-“અહે આ અસાર સંસારને ધિક્કાર છે, અને વિશ્વાસીના ઘાત કરનાર વિધિને પણ ધિક્કાર છે. હા! મેહનિદ્રાથી અંધ ચિત્તવાળા પ્રાણુઓને આ કે પ્રમાદ છે !” આ પ્રમાણે મહાન સંવેગને ધારણ કરતે અપરાજિત રાજા પિતાને ઘેર પાછો ગયો અને કેટલાક દિવસ એવા ખેદમાં વ્યતિકમાવ્યા. અન્યદા જે કેવળીને પ્રથમ ક્રુડપુરમાં જોયા હતા તે કેવળી જ્ઞાનવડે અપરાજિત રાજાને બેધને યોગ્ય થયેલ જાણી તેના ઉપકારને માટે ત્યાં પધાર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળી પડ્યા નામના પ્રીતિમતીથી થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડી અપરાજિત રાજાએ દીક્ષા લીધી. તેમની સાથે તેમની પ્રિયા પ્રીતિમતી, અનુજ બંધુ સૂર તથા સોમ અને મંત્રી વિમળાબેધ એ સર્વેએ દીક્ષા લીધી. તેઓ સર્વે તપસ્યા કરી મૃત્યુ પામીને આરણ નામના અગ્યારમા દેવલેકમાં પરસ્પર પ્રીતિવાળા ઇંદ્રના સામાનિક દેવતા થયા.
આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે કુરૂ દેશના મંડનરૂપ હસ્તિનાપુર નામે નગર છે, તે નગરમાં ચંદ્રના જે આહ્લાદકારી શ્રીવેણુ નામે રાજા થયો. તેને લક્ષ્મીના જેવી શ્રીમતી નામે પટ્ટરાણી હતી. અન્યદા તે રાણીએ રાત્રિના શેષ ભાગે સ્વપનમાં શંખના જેવો ઉજજવળ પૂર્ણ ચંદ્ર પોતાના મુખકમળમાં પ્રવેશ કરતો જોયો. પ્રાતઃકાળે તે વૃત્તાંત તેણે પોતાના પતિ શ્રીણું રાજાને જણાવ્યું. રાજાએ સ્વપ્નવેત્તાને બોલાવીને તેને નિર્ણય કર્યો. તેઓએ કહ્યું કે-આ સ્વપ્નથી ચંદ્રની જેમ સર્વ શત્રુરૂપ અંધકારનો નાશ કરે તે એક પુત્ર દેવીને થશે.” તેજ રાત્રિએ અપરાજિતનો જીવ આરણું દેવકથી ચવીને શ્રીમતી દેવીની કુક્ષિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org