Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર
[૨૦૯ જિતશત્રુ રાજા વિચારમાં પડ્યો કે “શું વિધિ આ કન્યાને નિમને પ્રયાસથી ખિન્ન થશે હશે કે જેથી આ કન્યાને યોગ્ય એ કઈ પતિ તેણે નિમ્ય નહી હોય! આટલા બધા રાજાઓમાં અને રાજકુમારોમાં મારી પુત્રીને કોઈ રૂગ્યો નહીંતે જે કંઈ હીનજાતિવાળે પતિ થશે તે પછી તેની શી ગતિ થશે?” રાજાને આ ભાવ જાણીને મંત્રી બેલ્યો કે-“હે પ્રભુ? ખેદ કરે નહીં, હજુ ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ પુરૂષ મળી આવશે, કારણ કે પૃથ્વી બહુરત્ના છે.” તમે હવે એવી આઘાપણું કરાવો કે જે કઈ રાજા વા રાજપુત્ર, વા કે બીને આ કન્યાને જીતી લેશે તે તેને પતિ થશે.” આ પ્રમાણેને વિચાર જાણીને રાજાએ મંત્રીને શાબાશી આપી અને તત્કાળ તેવી આઘોષણા કરાવી. તે સાંભળી અપરાજિતકુમાર વિચાર કરવા લાગ્યા કે “કદિ સ્ત્રીની સાથે વિવાદમાં વિજય થાય તે પણ તેમાં કાંઈ ઉત્કર્ષ નથી, પરંતુ તેને કઈ ન જીતે તે તેથી સર્વના પુરૂષપણને ક્ષય થાય છે, માટે ઉત્કર્ષ થાય કે ન થાય પણ આ સ્ત્રીને તે સર્વથા જીતી લેવી એ જ ગ્ય છે.” આ વિચાર કરી અપરાજિતકુમાર તત્કાળ પ્રીતિમતીની પાસે આવ્યો. વાદળા વડે ઢંકાયેલા સૂર્યની જેમ તે દુર્વેષથી ઢંકાયેલું હતું, તથાપિ તેને જોઈને પૂર્વ જન્મના સનેહસંબંધથી પ્રીતિમતીના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ પછી તેણીએ અપરાજિતના સામો પૂર્વપક્ષ કર્યો એટલે તત્કાળ અપરાજિતે તેને નિરૂત્તર કરીને જીતી લીધી. પ્રીતિમતીએ તરત જ સ્વયંવરમાળા તેના કંઠમાં આજે પણ કરી. તે જોઈ સર્વ ભૂચર અને બેચર રાજાઓ તેની ઉપર કોપાયમાન થયા. તેઓ કહેવા લાગ્યા કે “આ વાણીમાં વાતુલ જે અને આકડાના તુલની જેવો હલકે કેણુ છે? કે જે કાપડી અમે બધા અહીં છતાં આ કન્યાને પરણી જવાને ઈરછે છે?” આ પ્રમાણે કહીને સર્વ રાજાએ ઘોડેસ્વાર અને રાજસ્થાની સાથે અસ્ત્ર ઉગામી, કવચ પહેરી યુદ્ધનો આરંભ કરવા માટે તૈયાર થયા. એટલે અપરાજિત કુમાર પણ એકદમ ઉછળી કોઈ ગજસ્વારને મારી તેના હાથી પર બેસી તેનાં જ અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યો. ક્ષણવાર પછી પાછા કઈ રથીને મારી તેના રથમાં બેસીને યુદ્ધ કરવા લાગ્યો. એ પ્રમાણે ક્ષણવાર ભૂમિ પર અને ક્ષણવાર પાછ હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. તે એક છતાં અનેકની જેમ થઈને ઇંદ્રના વજની જે કુરણયમાન થયા, અને તેણે ક્રોધથી શત્રુના સૈન્યને ભગ્ન કરી દીધું, પછી “પ્રથમ એક સ્ત્રીએ શાસથી જીતી લીધા અને અત્યારે આ એકાકી કઈ પુરૂષે શસ્ત્રથી જીતી લીધા”—એવી લજજાથી સર્વે રાજાએ એકઠા થઈને યુદ્ધ કરવા આવ્યા, એટલે અપરાજિત કુમાર એકદમ ઉછળીને સેમપ્રભના હાથી ઉપર ચઢી ગયો. તે વખતે સેમપ્રભે કેટલાંક લક્ષણેથી અને તિલકાદિક ચિહનાથી કુમારને ઓળખે. તેણે તત્કાળ એ મહાભુજને આલિંગન કર્યું અને કહ્યું કે “અરે અતુલ્ય પરાક્રમી ભાણેજ! સારે ભાગ્યે મેં તને ઓળખે.” પછી તેણે આ ખબર સર્વ રાજાઓને કહી એટલે સર્વ રાજાએ યુદ્ધથી વિરામ પામ્યા, અને તે જ સર્વે તેના સ્વજન થઈને હર્ષથી વિવાહમંડપમાં આવ્યા. પછી જિતશત્રુ રાજાએ શુભ દિવસે પરસ્પર અનુરક્ત એવા અપરાજિત C - 27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org