Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લો ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર
[ ૨૦૭ કરતાં પણ અધિક દયા આવી. તેથી મિત્રની પાસેથી પિલાં મણિ મૂલિકા લઈ મણિને જોઈ તે પાણી રાજાને પાયું અને તેના જળવડે તે મૂલિકા ઘસીને રાજાના ઘા ઉપર પડી, તત્કાળ રાજાનું શરીર સજજ થઈ ગયું. તેણે આશ્ચર્ય પામી રાજપુત્રને પૂછયું-“હે કૃપાનિધિ! નિષ્કારણ બંધુ એવા તમે અહીં ક્યાંથી આવ્યા છે?' મંત્રીપુત્રે સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ કહ્યું- આ તે મારા મિત્ર હરિણુંદીને પુત્ર છે. અહો ! મારે કે પ્રમાદ ! કે જેથી મેં મારા ભ્રાતૃપુત્રને પણ ઓળખ્યો નહીં અથવા મને જે પ્રહાર થયો તે મારા પ્રમાદનું જ ફળ છે.” પછી તેના સદ્ગુણેથી ખરીદ થયેલા રાજાએ રૂપથી બીજી રંભા હોય તેવી રંભા નામની પિતાની કન્યા આગ્રહથી તેને પરણાવી. .
રંભા સાથે ક્રીડા કરતાં કેટલેક કાળ ત્યાંજ નિર્ગમન કરી રાજપુત્ર પૂર્વની જેમ મંત્રીપુત્રની સાથે ગુપ્ત રીતે નગરમાંથી નીકળી ગયો. ત્યાંથી કંડપુર સમીપે આવ્યો. ત્યાં દિવ્ય સુવર્ણકમળ ઉપર બેઠેલા એક કેવલજ્ઞાની મુનિ તેમના જેવામાં આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા કરી નમી પાસે બેસીને શ્રવણમાં અમૃતને વર્ષાવતી ધમ દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નમસ્કાર કરીને અપરાજિતે પૂછયું-“હે મહાત્મન ! હું ભવ્ય છું કે અભવ્ય છું?” કેવળી બોલ્યા-“હે ભદ્ર! તું ભવ્ય છે, તું આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં બાવીશમે તીર્થંકર થઈશ અને આ તારો મિત્ર તારો મુખ્ય ગણધર થશે.” તે સાંભળી તેઓ બંને ખુશી થયા. પછી તે મુનિની સેવા કરતા અને સ્વસ્થ થઈને ધર્મ પાળતા તેઓ કેટલાક દિવસ ત્યાં જ રહ્યા. કેવળીએ ત્યાંથી વિહાર કર્યો, એટલે તેઓ બંને પણ સ્થાને સ્થાને જિનચૈત્યોને વંદન કરતાં વિચરવા લાગ્યા.
જનાનંદ નામના નગરમાં જિતશત્રુ નામે એક રાજા હતા. તેને ધારિણે નામે શીલને ધરનારી રાણી હતી. પેલી રત્નાવતી સ્વર્ગમાંથી વીને તેની કુક્ષિમાં અવતરી. તેણીએ પૂર્ણ સમયે એક પુત્રીને જન્મ આપ્યો. તેનું પ્રીતિમતી એવું નામ પાડ્યું. અનુક્રમે તે મટી થઈ અને સર્વ કળાઓ સંપાદન કરી. તે જ પ્રમાણે મરજીવનરૂપ યૌવનવયને પ્રાપ્ત થઈ. સર્વ કળાઓને જાણનારી તે બાળાની આગળ સુજ્ઞ પુરૂષ પણ અજ્ઞ થઈ જતે હતો, તેથી તેની દષ્ટિ કઈ પુરૂષ ઉપર જરા પણ રમતી નહીં. તેના પિતા જિતશત્રુ રાજા વિચાર કરવા લાગ્યા કે, “જે આ ચતુર કન્યાને હું કેઈ જેવા તેવા વર સાથે પરણાવીશ તે
એ જરૂર પ્રાણ ત્યાગ કરશે.” આવો વિચાર કરી રાજાએ તેને એકાંતે પૂછ્યું કે “હે પુત્રી ! તને કે વર માન્ય છે?' પ્રીતિમતી બેલી, “જે પુરૂષ કળાઓમાં મને જીતી લે, તે મારે પતિ થાઓ.” રાજાએ તે સ્વીકાર્યું. પછી તેણીની આ પ્રતિજ્ઞા પૃથ્વીમાં પ્રસિદ્ધ થઈ એટલે ઘણા રાજાઓ અને રાજપુત્ર કળાભ્યાસ કરવા લાગ્યા.
અન્યદા જિતશત્રુ રાજાએ પ્રીતિમતીના સ્વયંવરને આરંભ કર્યો, અને નગરની બહાર મંડપ નાખીને તેમાં અનેક માંચાઓ ગઠવવામાં આવ્યા પછી મોટા મોટા રાજાઓ અને રાજપુત્રોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org