Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે ] શ્રી નેમિનાથદિ ચરિત્ર
[ ૨૦૫ ફરીવાર વિવિધ ઉપાયોથી મેં તેની પ્રાર્થના કરી, તથાપિ એ બાળાએ જ્યારે મારી ઈચ્છા સ્વીકારી નહીં, ત્યારે હું તેનું હરણ કરીને અહીં લાગે, કેમકે કામાંધ પુરૂષે શું નથી કરતા? આ એ મારી પ્રાર્થના સ્વીકારી નહીં એટલે હવે એના શરીરને અગ્નિથી દહન કરવારૂપ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અગવડે ખંડિત કરીને તેને અગ્નિમાં નાખવાને હું તત્પર થયે. તેવામાં તમે આવી તેને મૃત્યુથી બચાવી અને મને દુર્ગતિમાંથી બચાવ્યો, તેથી તમે અમારા બંનેના ઉપકારી છો. હે મહાભુજ ! હવે કહે, તમે કોણ છે ! પછી મંત્રીપુત્ર તેને કુમારનું કુળ નામ વિગેરે કહી બતાવ્યું, તે સાંભળી અકસ્માત પ્રાપ્ત થયેલા ઈષ્ટ સમાગમથી રત્નમાળા ઘણી ખુશી થઈ. તે વખતે પુત્રીની પછવાડે શોધવાને નીકળેલા કીત્તિમતિ અને અમૃતસેન નામે તેણીના માતાપિતા ત્યાં આવી પહોંચ્યા. તેઓના પૂછવાથી મંત્રીપુત્રે તેમને પણ સર્વ વૃત્તાંત જણાવ્યું, એટલે જે ત્રાતા તે જ પરણનાર થયો તેમ જાણી તે બંને ઘણાં ખુશી થયાં. પછી તેમણે આપવાથી અપરાજિત રત્નમાળાને પરણ્યો અને તેઓના કહેવાથી સૂરકાંત વિદ્યાધરને અભયદાન આપ્યું. સૂરકાંત વિદ્યારે તે નિઃસ્પૃહ કુમાર અપરાજિતને પેલે મણિ અને મૂલિકા આપ્યાં અને મંત્રીપુત્રને બીજા વેષ કરી શકાય તેવી એક ગુટિકા આપી. પછી “જ્યારે હું મારે સ્થાનકે જાઉં, ત્યારે આ તમારી પુત્રીને ત્યાં મોકલવી” એમ અમૃતસેનને કહીને અપરાજિત કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. પુત્રી સહિત અમૃતસેન તથા સૂરકાંત વિદ્યાધર અપરાજિતને સંભારતા પિતાપિતાને સ્થાનકે ગયા.
કુમારને આગળ ચાલતાં એક મહાન અટવી આવી, તેમાં તેને ઘણી તૃષા ભાગવાથી તે એક આમ્રવૃક્ષ નીચે બેઠે અને મંત્રીપુત્ર જળ શોધવાને માટે ગયો દૂર જઈ જળ લઈને મંત્રીપુત્ર પાછો આવ્યો. એટલે તે આમ્રવૃક્ષ નીચે અપરાજિત કમારને તેણે દીઠે નહીં, તેથી તે ચિંતવવા લાગ્યો કે “શું ભ્રાંતિથી હું તે સ્થાન ભૂલી જઈને બીજે સ્થાને આવ્યો છું ! અથવા શું અતિ તૃષાથી તે કુમાર પોતે પણ જળને માટે ગયા હશે. આમ ચિંતવી કુમારને શોધવાને માટે તે વૃક્ષે વૃક્ષે ભમે, પણ કેઈ ઠેકાણે તેને પત્તો ન મળવાથી તે મૂછ ખાઈને પૃથ્વી ઉપર પડયો. થોડીવારે તે સચેત થઈને કરૂણ સ્વરે રોવા લાગે અને બોલવા લાગ્યું કે-“હે કુમાર! તારા આત્માને બતાવ, મને વૃથા ખેદ શા માટે પમાડે છે? હે મિત્ર! કઈ પણ માણસ તને અપકાર કરવાને કે પ્રહાર કરવાને સમર્થ નથી; તેથી તારા અદર્શનમાં કાંઈ અમંગળમય હેતુને સંભવ નથી.” આ પ્રમાણે બહુ પ્રકારે વિલાપ કરીને પછી તેને શોધવાને માટે તે ગામેગામ ફરતો ફરતે નંદિપુર નામના નગરે આવ્યો. તે નગરીની બહાર ઉદ્યાનમાં મંત્રીપુત્ર દુઃખિત મને ઊભું હતું, તેવામાં બે વિદ્યારે ત્યાં આવીને તેને આ પ્રમાણે કહેવા લાગ્યા- એક મહાવનમાં ભુવનભાનુ નામે એક વિદ્યાધરને રાજા છે. તે મહા બળવાન અને પરમ દ્ધિવાળે વિદ્યાધર એક મહેલ વિકુવીને તે વનમાં જ રહે છે. તેને કમિલની અને કુમુદિની નામે બે પુત્રી છે. તેને વર તમારે પ્રિય મિત્ર થશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org