Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું સ્ત્રી રૂવે છે” એવો નિશ્ચય કરી કૃપાળુ કુમાર શબ્દપતિ બાણની જેમ તે શબ્દને અનુસારે ચાલે. ત્યાં પ્રજવલિત અગ્નિની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીક્ષણ ખડગને ખેંચીને ઊભેલે એક પુરૂષ તેના જેવામાં આવ્યાં. તે વખતે “જે પુરૂષ હોય તે આ અધમ વિદ્યાધર પાસેથી મારી રક્ષા કરે ” એમ બોલતી કસાઈને ઘરમાં રહેલી મેંઢીની જેવી તે સ્ત્રી પાછી આકંદ કરવા લાગી. તે જોઈ કુમારે પિલા પુરૂષને આક્ષેપપૂર્વક કહ્યું, અરે ! પુરૂષાધમ! મારી સાથે યુદ્ધ કરવાને તૈિયાર થા, આવી અબળાની ઉપર શું પરાક્રમ બતાવે છે!” તે સાંભળી “આ સ્ત્રીની માફક તારી ઉપર પણ મારું પરાક્રમ છે.” એમ બોલતે તે ખેચર ખર્શ ખેંચીને યુદ્ધ કરવાને માટે કુમારની નજીક આવ્યું. પછી બંને કુશળ પુરૂષેએ પરસ્પરના આઘાતને છેતરતા ઘણું. વાર સુધી અજ્ઞાખગી યુદ્ધ કર્યું. પછી ભુજાયુદ્ધ કરવા લાગ્યા. બાયુદ્ધમાં પણ અપરાજિતને અજેય ધારીને તે વિદ્યારે તેને નાગપાશથી બાંધી લીધા. કુમારે માટે કે પ કરી ઉન્મત્ત હાથી જેમ તેને બાંધેલા દેરડાને તેડી નાખે તેમ તે પાશને તોડી નાખે. પછી તે વિદ્યાધરે અસુરકુમારની જેમ ક્રોધ પામીને વિદ્યાના પ્રભાવવડે વિવિધ પ્રકારનાં આયુધોથી કુમાર ઉપર પ્રહાર કર્યા, પરંતુ પૂર્વપુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી તે પ્રહાર કુમારને હરાવવાને જરા પણ સમર્થ થયા નહી. એ સમયે સૂર્ય ઉદયાચળ ઉપર ચડ્યો, એટલે કુમારે ખગવડે ખેચરના મસ્તક ઉપર ઘા કર્યો, તેથી મૂછ ખાઈને તે પૃથ્વી પર પડયો. તે જ વખતે જાણે કુમારની સ્પર્ધા કરતા હોય તેમ કામદેવે પણ પોતાનાં બાવડે તે સ્ત્રીની ઉપર પ્રહાર કર્યા. પછી કેટલાએક ઉપચારવડે તે ખેચરને સચેત કરી કુમારે કહ્યું કે, “હજુ પણ જે સમર્થ છે તે પાછું યુદ્ધ કર.” વિદ્યાધર બે -“હે વિર! તમે મને ભલી પ્રકારે જીતી લીધું છે, એટલું જ નહીં પણ આ સ્ત્રીના વધથી અને તેથી પ્રાપ્ત થનારા નરકથી પણ મને સારી રીતે બચાવ્યું છે, હે બંધુ! મારા વસ્ત્રના છેડે ગ્રંથીમાં એક મણિ અને મૂલિકા બાંધેલ છે. તે મણિના જળવડે મૂલિકા ઘસીને આ મારા ત્રણ ઉપર ચોપડે.” કુમારે તેમ કર્યું એટલે તે તત્કાળ સજજ થયે. પછી કુમારના પૂછવાથી તે પિતાને વૃત્તાંત કહેવા લાગ્યું.
વૈતાઢય પર્વત ઉપર રથનૂપુર નગરના અમૃતસેન નામના બેચરપતિની રત્નમાળા નામે આ દુહિતા છે. તેના વર માટે પૂછતાં “ગુણરત્નને સાગર હરિણુંદી રાજાનો અપરાજિત નામે યુવાન પુત્ર આ કન્યાનો વર થશે” એવું કે જ્ઞાનીએ કહ્યું હતું. ત્યારથી આ બાળ તેની ઉપરજ અનુરક્ત હતી, તેથી બીજા કેઈ ઉપર તેનું મન દેડાવતી નહીં. એક વખતે આ બાળા મારા જેવામાં આવી, તેથી મેં વિવાહને માટે તેની માગણી કરી, તેણીએ કહ્યું, કુમાર અપરાજિત મારું પાણિગ્રહણ કરે અથવા મારા અંગને અગ્નિ દહન કરો, તે સિવાય બીજી ગતિ નથી. આવાં તેણીનાં વચનથી મને ઘણે કપ ચડડ્યો. હું શ્રીષેણુ વિદ્યાધરને સુરકાંત નામે પુત્ર છું. અને તે દિવસથી મને તેના પાણિગ્રહણને આગ્રહ બંધાઈ ગયું છે. પછી નગરમાંથી નીકળીને કેટલીક દુઃસાધ્ય વિદ્યાઓને પણ મેં સાધ્ય કરી, અને પાછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org