Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મુ પિતાના મરણ પછી રાયને માટે લડવા લાગ્યા. તે સાંભળી ચિત્રગતિ ત્યાં ગયે અને બન્નેને રાજ્ય વહેંચી આપ્યાં, તેમજ યુક્તિવાળી ધર્મવાણીથી સમજાવીને તેમને સન્માર્ગે સ્થાપિત કર્યા. તથાપિ એક વખતે તેઓ પાછા વનના હસ્તિની જેમ યુદ્ધ કરીને મૃત્યુ પામી ગયા, તે સાંભળી મહામતિ ચિત્રગતિ ચિંતવવા લાગ્ય-“આ નાશવંત લક્ષ્મીને માટે જે મંદ બુદ્ધિવાળા યુદ્ધ કરે છે, મરણ પામે છે અને દુર્ગતિમાં પડે છે તેમને ધિક્કાર છે. જેમાં તેઓ શરીરની અપેક્ષા રાખ્યા વગર લક્ષ્મીને માટે ઉત્સાહ રાખે છે તેમ જે મોક્ષને માટે ઉત્સાહ રાખે તે તેમને શી ન્યૂનતા રહે?” આવો વિચાર કરી સંસારથી ઉદ્વેગ પામીને ચિત્રગતિએ રત્નાવતીના જયેષ્ઠ પુત્ર પુરંદરને રાજ્ય ઉપર બેસાર્યો. પછી રત્નાવતી અને પિતાના બે અનુજ બંધુઓ સહિત દમધર નામના આચાર્યની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ચિરકાળ તપ કરી છેવટે પાદપપગમ અનશન કરી મૃત્યુ પામીને ચિત્રગતિ માહેંદ્ર કલ્પમાં પરમદ્ધિક દેવતા થયે. રત્નવતી અને બે કનિષ્ઠ બંધું પણ તે દેવલેકમાં જ પરસ્પર પ્રીતિને ધરનારા દેવતા થયા.
પૂર્વ વિદેહમાં પલ નામના વિજયને વિષે સિંહપુર નામે એક દેવનગર જેવું નગર છે. તે નગરમાં જગતને આનંદ આપનાર અને સૂર્યની જેમ બીજાના તેજને મંદ કરનાર હરિણુંદી નામે એક રાજા હતા. તેને અમૃતને ઝરનારી કૌમુદી જેવી નામથી અને દર્શનથી પ્રિયદર્શન કરીને એક પટરાણ હતી. ચિત્રગતિને જીવ માહેંદ્ર દેવ લેકમાંથી ચવીને તે પ્રિયદર્શનાની કુક્ષિમાં મહાસ્વપ્ન સૂચિત થઈને અવતર્યો. પૂર્ણ સમયે જેમ પાંડકવનની ભૂમિ કલ્પવૃક્ષને જન્મ આપે તેમ દેવી પ્રિયદર્શનાએ એક પ્રિયદર્શન પુત્રને જન્મ આપે. રાજાએ તેનું અપરાજિત એવું નામ પાડયું. ધાત્રીઓએ લાલિત કરેલે તે બાળક અનુક્રમે મોટે થ. સર્વ કળા સંપાદન કરી, યૌવન વયને પ્રાપ્ત થતાં તે મૂર્તિ વડે કામદેવ જે પુણ્ય લાવણ્યને સમુદ્ર થયું. તેને બાલ્યવયથી સાથે ધૂલિકીડા કરનાર અને સાથે અભ્યાસ કરનાર વિમળબોધ નામે એક મંત્રીપુત્ર પરમ મિત્ર થયો.
એક વખતે તે બંને મિત્રો અશ્વારૂઢ થઈને ક્રીડા કરવાને માટે બહાર ગયા. તેવામાં તેમના તીવ્ર ગતિવાળા અશ્વો તેમને હરીને એક દૂરના મોટા જંગલમાં લઈ ગયા. ત્યાં પહેચતાં અશ્વો શાંત થઈને ઊભા રહ્યા, એટલે તેઓ એક વૃક્ષની નીચે ઉતરી પડયા. પછી રાજપુત્ર અપરાજિતે પોતાના મિત્ર વિમળબંધને કહ્યું, “હે મિત્ર! આ અશ્વો આપણને અહીં હરી લાવ્યા, તે સારું થયું, નહીં તે અનેક આશ્ચર્યથી પૂર્ણ એવી પૃથ્વી શી રીતે
વાત? કદિ આપણે બહાર જવાની આજ્ઞા માગત તો આપણું વિરહને નહીં સહન કરનારાં આપણાં માતા પિતા આપણને કદિ પણ રજા આ પત નહીં; તેથી આ ઠીક થયું છે. આપણને અશ્વોએ હર્યા છે તેથી આપણાં માતા પિતાને દુઃખ તો લાગશે, પણ આપણે તો તેથી યથેચ્છ૫ણે ફરી શકીશું. અને માતા પિતા તે પડયું તે સહન કરશે.” રાજપુત્રનાં આ વચનને મંત્રીપુત્રે “મસ્તુ' કહીને ટેકે આપ્યો, તેવામાં “રક્ષણ કરે “રક્ષણ કરો” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org