________________
[ ૨૧
સગ ૧ લે ]
શ્રી નેમિનાથાદિ ચરિત્ર પામ્ય છું.” સુમિ, કહ્યું-“હે ભદ્ર! તમે પ્રસાદ કરીને પ્રથમ મને જીવિતદાન આપ્યું તેથીજ હું આવી સમૃદ્ધિને પામી શક્યો છું, પણ જે હું તે વખતે પચ્ચખાણ અને નવકાર મંત્ર રહિત મૃત્યુ પામ્યું હોત તો હું મનુષ્યભવ પણ પામત નહીં, અને આ સ્થિતિ પણ મેળવત નહીં.” આ પ્રમાણે પરસ્પર એકબીજાની પ્રશંસા કરનારા તે બને કૃતજ્ઞ મિત્રોને જોઈ શ્રીસૂર ચક્રવર્તી પ્રમુખ સર્વ ખેચશ્વરે ઘણે હર્ષ પામ્યા. તે વખતે રૂપ અને ચારિત્રથી અનુપમ એવા ચિત્રગતિને જોઈ અસંગસિંહની પુત્રી રત્નાવતી કામનાં બાણથી વીંધાઈ ગઈ. પિતાની પુત્રીને વિધુર થયેલી જોઈ અસંગસિંહે વિચાર્યું, “જ્ઞાનીએ જે પ્રથમ કહ્યું હતું, તે બરાબર મળતું આવ્યું છે. ખચ્ચરત્ન હરી લીધું, પુષ્પવૃષ્ટિ પણ થઈ અને મારી પુત્રીને અનુરાગ પણ તત્કાળ ઉત્પન્ન થયે, માટે જ્ઞાનીના કહેવા પ્રમાણે આ પુરૂષ મારી પુત્રી રત્નાવતીને યોગ્ય વર છે. આવી દુહિતા અને જામાતાવડે હું આ જગતમાં લાધ્ય થઈશ, પરંતુ અહીં દેવસ્થાનમાં લગ્ન સંબંધાદિક સાંસારિક કાર્ય વિષે બોલવું તે એગ્ય નહી.” આ પ્રમાણે વિચાર કરી અનંગસિંહ પરિવાર સહિત પિતાને ઘેર ગયે, અને સુમિત્ર દેવને તથા ખેચરને સત્કારપૂર્વક વિદાય કરીને ચિત્રગતિ પિતાના પિતા સાથે પિતાને ઘેર ગયે.
અસંગસિંહે ઘેર આવીને એક મંત્રીને સૂર ચક્રીની પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ પ્રણામ કરી નિષ્કપટ વિનયવડે આ પ્રમાણે કહ્યું, “હે સ્વામીન! તમારે કુમાર ચિત્રગતિ કામદેવના જેવું છે. વળી પિતાના અનુપમ રૂપ લાવયથી તે કેને આશ્ચર્ય નથી પમાડતો? હે પ્રભુ! તમારી આજ્ઞાથી અસંગસિંહની પુત્રી રત્ન સમાન રનવતી તે ચિત્રગતિરૂપ રત્નની સાથે જોડાઓ. તે બન્નેના વિવાહને માટે તમે જ મુખત્યાર છે, માટે હે નરસિંહ! અનંગસિંહ રાજાનું વચન માને અને આજેજ મને વિદાય કરો.” સૂરરાજાએ ઉચિત ગની ઈચ્છાથી તેનું વચન સ્વીકાર્યું. પછી મહોત્સવ પૂર્વક તેમને વિવાહ કરવામાં આવ્યું.
ચિત્રગતિ તેની સાથે વિષયસુખ ભોગવવા લાગે અને અહંત પૂજાદિક ધર્મ પણ આચરવા લાગ્યા. જે પેલા ધનદેવ અને ધનદત્તના જીવ હતા, તે ત્યાંથી ચ્યવને આ ભવમાં પણ મને ગતિ અને ચપલગતિ નામે ચિત્રગતિના અનુજ બંધ થયા હતા. તે બંને બંધુને અને રનવતીને સાથે લઈને ચિત્રગતિ ઇંદ્રની જેમ નંદીશ્વરાદિક દ્વીપમાં યાત્રા કરવા લાગે, હમેશાં સમાહિત થઈ અરિહંતની પાસે જઈને ધર્મ સાંભળવા લાગે, તેમજ સ્ત્રી અને ભાઈઓ સહિત સાધુઓની સેવામાં તત્પર રહેવા લાગે.
અન્યદા સૂરચક્રીએ તેને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી, અને તેઓ છેવટે મોક્ષે ગયા, પછી અનેક વિદ્યાને સાધી જાણે નવીન સૂરચક્રી હોય તે ચિત્રગતિ અનેક ખેચરપતિઓને પિતાના સેવકો બનાવી પિતાનું અખંડ શાસન ચલાવવા લાગ્યો. એક સમયે મણિચૂલ નામે તેને કેઈ સામંત રાજા મૃત્યુ પામ્યું. તેને શશિ અને શૂર નામે બે પુત્ર હતા, તેઓ 1c - 26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org