Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર.
[૧૯ પિતાની અપરમાતા ભદ્રાના પુત્ર પવને તેણે કેટલાંક ગામો આપ્યાં, પરંતુ એ દુર્વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈ ત્યાંથી કઈ ઠેકાણે ચાલ્યો ગયે. ચિત્રગતિ માંડમાંડ સુમિત્ર રાજાની રજા લઈ પોતાના ઉત્કંઠિત માતાપિતાને મળવાને માટે પિતાને નગરે ગયા. ત્યાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતાપિતાને અત્યંત સુખદાયક થઈ પડયો.
અન્યદા સુમિત્રની એક બહેન જે કલિંગ દેશના રાજાની સાથે પરણાવી હતી, તેને અનંગસિંહ રાજાને પુત્ર અને રત્નાવતીને ભાઈ કમળ હરી ગયે. “પિતાની બહેનનું હરણ થવાથી સુમિત્ર શેકમાં છે” એવા ખબર એક ખેચરના મુખથી તેના મિત્ર ચિત્રગતિએ સાંભળ્યા. એટલે “હું તમારી બહેનને શોધીને ચેડા વખતમાં લઈ આવીશ” આ પ્રમાણે ખેચર દ્વારા સુમિત્રને ધીરજ આપીને ચિત્રગતિ તેની શોધમાં તત્પર થયે. પછી “કમળે તેનું હરણ કરેલું છે? એવી ખબર જાણીને ચિત્રગતિ સર્વ સિન્ય લઈ શિવમંદિર નગરે છે. ત્યાં હાથી જેમ કમળના ખંડને ઉમૂલન કરે તેમ શૂર રાજાના શુરવીર પુત્રે લીલામાત્રમાં કમળનું ઉમૂલન કર્યું. પુત્રને પરાભવ થયેલે જાણી અનંગસિંહ રાજા સિંહવત્ ક્રોધ પામ્યું, અને સિંહનાદ કરી સેને લઈને દોડી આવ્યું. વિદ્યાબળથી, સૈન્યબળથી અને ભુજબળથી તેઓની વચ્ચે દેવતાઓને પણ ભયંકર લાગે તે મહાન સંગ્રામ પ્રવર્તે. છેવટે અસંગસિંહે ચિત્રગતિ શત્રુને જીતવો અશક્ય જાણીને તેને જીતવાની ઈચ્છાથી દેવતાઓએ આપેલું કમાગત ખડુંગરત્ન સંભાયું. સેંકડે જવાળાએથી દુરાલેક અને શત્રુઓને અંતક જેવું, તે પથ્થરત્ન ક્ષણવારમાં તેના હાથમાં આવીને ઊભું રહ્યું. તે ખળ હાથમાં લઈ અનંગસિંહ બોલ્ય-“અરે! બાળક ! હવે તું અહીંથી ખસી જા. નહીં તે મારી આગળ ઊભા રહેવાથી તારૂં મસ્તક કમળનાળની જેમ આ ખગવડે હું છેદી નાંખીશ.” ચિત્રગતિ આશ્ચર્યથી બે, “અરે મૂઢ! અત્યારે મને તું કાંઈક જુદે જ થઈ ગયા છે તેમ લાગે છે, કારણ કે એક લેહખંડના બળથી તું આમ ગાજે છે, પણ પિતાના બળથી રહિત એવા તને ધિક્કાર છે.” આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાથી સર્વ ઠેકાણે અંધકાર વિકુઓં. જેથી શત્રુઓ આગળ રહેલાને પણ જોઈ શકવા ન લાગ્યા, ચિત્ર લિખિત જેવા થઈ ગયા. પછી ચિત્રગતિએ તેના હાથમાંથી ખડ્ઝ ઝુંટી લીધું અને સુમિત્રની બહેનને લઈને સત્વર ત્યાંથી ચાલ્યા ગયે. ક્ષણવારે અંધકાર મટી પ્રકાશ થયે. એટલે અનંગસિંહ રાજાએ જોયું તે પિતાને હાથમાં ખલ્ગ દીઠું નહી અને આગળ શત્રુ પણ જેવામાં આવ્યું નહીં. ક્ષણવાર તે તેને તે કારણથી ખેદ થયે, પણ પછી જ્ઞાનીનું વચન યાદ આવ્યું કે મારા ખડગને હરનાર મારો જામાતા થશે, તેથી તે ખુશી થયે; પણ તે હવે શી રીતે જાણવામાં આવશે? એમ વિચારતાં યાદ આવ્યું કે સિદ્ધાયતનમાં વંદના કરતાં તેના
૧ દુઃખે જોઈ શકાય એવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org