Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું ઉપર દેવતા પુષ્પવૃષ્ટિ કરશે, તેથી તે જાણી શકાશે. આ પ્રમાણે જ્ઞાનીએ કહ્યું છે, માટે ચિંતા કરવા જેવું નથી. આ પ્રમાણે વિચારી તે પિતાને ઘેર ગયે.
બુદ્ધિમાન ચિત્રગતિ કૃતાર્થ અખંડ શીલવાળી સુમિત્રની બહેનને લઇને સુમિત્રની પાસે આવ્યા, અને તેને સુમિત્રને અર્પણ કરી. સુમિત્ર રાજા પોતાના વિવેકવડે પ્રથમ જ સંસારપર ઉદ્વિગ્ન હતું, તેમાં તેની બહેનનું હરણ થયા પછી તે તે વિશેષ નિર્વેદ પામ્યું હતું, તેથી બહેન આવી કે તરત પિતાના પુત્રને રાજ્ય સોંપી ચિત્રગતિની સમક્ષ તેણે સુયશા મુનિની પાસે જઈને દીક્ષા લીધી. પછી ચિત્રગતિ પિતાને નગરે ગયે.
બુદ્ધિમાન સુમિત્ર રાજર્ષિએ ગુરૂની પાસે કાંઈક ઊણે એવા નવ પૂર્વનું અધ્યયન કર્યું. પછી ગુરૂની આજ્ઞા મેળવીને સુમિત્ર મુનિ એકલા વિહાર કરતા મગધ દેશમાં આવ્યા. ત્યાં કોઈ ગામની બહાર કાત્સર્ગ કરીને રહ્યા. તેવામાં તેને સાપન્ન બંધુ પડ્યું ત્યાં આવી ચડ્યો. તેણે સર્વ જીવના હિતકારી સુમિત્ર મુનિને ગિરિની જેમ સ્થિર થઈને ધ્યાનમાં રહેલા જોયા. તે વખતે જાણે પિતાની માતા ભદ્રાને મળવા જવાને ઈચ્છતે હેય તેમ નરકાભિમુખ થયેલા પ કાન સુધી ખેંચીને સુમિત્રના હૃદયમાં એક બાણ માર્યું, પરંતુ “આ ભાઈએ મને બાણ મારીને કાંઈ મારો ધર્મજંસ કર્યો નથી, પણ કમને છેદ કરવામાં મદદગાર મિત્ર થયેલ હોવાથી ઉલટ તે માટે હિતકારી થયે છે, મેં પૂર્વે આ ભદ્રને રાજ્ય ન આપ્યું, તેથી તેને અપકાર કર્યો છે, માટે એ મને ક્ષમા કરે અને બીજા સર્વ પ્રાણીઓ પણ મને ક્ષમા કરો.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતા સતા, સર્વ પ્રકારના પ્રત્યાખ્યાન કરી, નમસ્કાર મંત્રને સંભારતા મૃત્યુ પામીને સુમિત્ર મુનિ બ્રહ્મદેવલેકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા. પ ત્યાંથી નાસી જતો હતો તેવામાં રાત્રિએ તેને કુષ્ણ સર્પ ડ, તેથી મૃત્યુ પામીને તે સાતમી નરકે ગ.
સુમિત્રના મૃત્યુના ખબર સાંભળી મહામતિ ચિત્રગતિ ચિરકાળ શોક કરી યાત્રા કરવાને માટે સિદ્ધાયતનમાં ગયો. તે વખતે ત્યાં યાત્રામાં ઘણા બેરેશ્વર એકઠા થયા હતા. તેમાં અનંગસિંહ રાજા પણ પોતાની પુત્રી રત્નાવતીને લઈને આવ્યો હતે. ચિત્રગતિએ શાશ્વત પ્રભુની વિચિત્ર પ્રકારે પૂજા કરી અને પછી અંગમાં રોમાંચપૂર્વક ભક્તિથી વિચિત્ર એવી વાણીવડે તેણે પ્રભુની સ્તુતિ કરી, તે સમયે દેવતા થયેલે સુમિત્ર અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યું, અને તેણે બીજે દેવની સાથે ચિત્રગતિની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. બેચ હર્ષ પામીને ચિત્રગતિની પ્રશંસા કરવા લાગ્યા એટલે અસંગસિંહ રાજાએ પણ પોતાની પુત્રીના વર તરીકે તેને ઓળખે. પછી સુમિત્ર દેવ પ્રત્યક્ષ થઈ ઘણું હર્ષથી બે-“હે ચિત્રગતિ! તમે મને ઓળખે છે?” ચિત્રગતિએ કહ્યું કે “તમે કઈ મહદ્ધિક દેવ છે, એમ હું જાણું છું.” પછી સુમિત્ર દેવે તેને ઓળખાણ પાડવાને માટે પિતાનું મૂળરૂપ બતાવ્યું. ચિત્રગતિ તેને આલિંગન કરીને બે -“હે મહામતિ ! તમારા પ્રસાદથી જ હું આ નિરવા જૈનધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org