Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૬ ..
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું એવું કઈ જ્ઞાનીએ કહેલું છે. તે ઉપરથી અમારા સ્વામીએ તેને લાવવાને માટે અમને મોકલ્યા હતા. અમે તે વનમાં આવ્યા, ત્યારે ત્યાં તમે બંને મિત્ર અમારા જેવામાં આવ્યા. પછી તમે જળ લેવાને ગયા એટલે અમે અપરાજિત કુમારનું હરણ કરીને તેને અમારા સ્વામી ભુવનભાનુની પાસે લઈ ગયા. ઉદય પામેલા ભાનુની જેવા તેમને જોઈ ભુવનભાનુ ઊભા થયા અને સંજમપૂર્વક એક ઉત્તમ રત્નસિંહાસન ઉપર તેમને બેસાડ્યા. પછી અમારા સ્વામીએ તેમની સત્ય એવી ગુણસ્તુતિ કરી. તમારા મિત્રને શરમાવી દીધા અને પછી પોતાની બે પુત્રીને વિવાહને માટે તેમની યાચના કરી; પણ તમારા વિયોગથી પીડિત એવા કુમારે કાંઈ પણ પ્રત્યુતર આપ્યો નહીં. માત્ર તમારૂં જ ચિંતવન કરતા તે મુનિની જેમ મૌન ધારીને રહ્યા. પછી અમારા સ્વામીએ તમને લાવવાની અમને આજ્ઞા કરી એટલે અમે તમને શેધવાને માટે નીકળ્યા. શોધતા શોધતા અહીં આવ્યા એટલે સારે ભાગે તમારાં દર્શન થયાં છે. હે મહાભાગ્ય ! હવે ઊભા થાઓ અને સત્વર ત્યાં ચાલે, કેમકે તે બંને રાજકુમારી અને રાજકુમારને વિવાહ કે તમારે આધીન છે.” આવાં તેમનાં વચન સાંભળી મંત્રીકુમાર જાણે મૂર્તિમાન હપ હોય તેમ સત્વર હર્ષ પામીને તેમની સાથે કુમારની પાસે આવ્યા પછી શુભ દિવસે કુમારે તે બંને રાજકુમારીનું પાણિગ્રહણ કર્યું, કેટલેક કાળ ત્યાં રહીને પછી પૂર્વની જેમ તે રાજકુમારીઓને ત્યાં રાખી ત્યાંથી દેશાંતર જવા નીકળ્યો.
સૂરકાંત વિદ્યાધરે આપેલા મણિથી જેમનું ઇચ્છિત સદા પૂર્ણ છે એવા તે રાજપુત્ર અને મંત્રીપુત્ર ચાલતા ચાલતા ત્યાંથી શ્રીમંદિરપુરે આવ્યા અને ત્યાં કેટલેક કાળ રહ્યા. એક વખતે તે નગરમાં અતુલ કલાહલ ઉત્પન્ન થયો, અને કવચ ધરીને તેમજ અો ઉગામીને ભમતા અનેક સુભટ તેમના જોવામાં આવ્યા. રાજપુત્રે મંત્રીપુત્રને પૂછ્યું કે-“આ શું થયું છે?” તેથી મંત્રીપુત્રે લોકો પાસેથી જાણીને કહ્યું કે-“આ નગરમાં સુપ્રભ નામે રાજા છે. તેને કઈ પુરૂષે છળવડે રાજમહેલમાં પ્રવેશ કરીને છરીવડે સખ્ત પ્રહાર કર્યો. છે, તે રાજાને રાજ્યને ધારણ કરનાર કે પુત્ર નથી, તેથી પિતા પોતાની આત્મરક્ષા કરવાને માટે પુરલેકે આકુલવ્યાકુલ થઈને બધા નગરમાં ભમે છે, તેને આ મહાન કલાહલ પ્રવર્તે છે.” આ પ્રમાણેનાં મંત્રીપુત્રના વચન સાંભળીને “એ રાજાને છળથી ઘાત કરનાર દુષ્ટ ક્ષત્રિયને ધિક્કાર છે!' એવું કહેતા કુમાર અપરાજિતનું મુખ કરૂણાથી લાનિ પામી ગયું.
હવે અહીં કામલતા નામની એક પ્રધાન ગણિકાઓ આવી રાજમંત્રીને કહ્યું કે-આ રાજાને ઘા સરહણ ઔષધિવડે રૂઝાઈ જશે. આપણ નગરમાં મિત્ર સહિત કોઈ વિદેશી પુરૂષ આવેલ છે. તે ઉદાર, ધાર્મિક, સત્ત્વવંત અને મૃત્તિ વડે કેઈ દેવ જેવો છે. તે કાંઈ પણ ઉદ્યોગ કરતા નથી. તે છતાં તે સર્વ અર્થસંપન્ન છે, તેથી એ મહા પ્રભાવી પુરૂષની પાસે કાંઈ ચમત્કારી ઔષધ હોવું જોઈએ.” તે સાંભળી મંત્રીઓ કુમારની પાસે આવ્યા અને તેને વિનવીને રાજાની પાસે લઈ ગયા. રાજા તેના દર્શનથી જ પિતાના આત્માને સ્વસ્થ થયેલે માનવા લાગ્યો. કૃપાળુ કુમારે રાજાને ઘા જોયો, એટલે પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org