Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૧૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું અને પ્રીતિમતીને વિવાહઉત્સવ કર્યો. અપરાજિત કુમારે પિતાનું સ્વાભાવિક મનેણ રૂપે પ્રગટ કર્યું. સર્વ અને તેના પરાક્રમથી અને રૂપથી તેની ઉપર અનુરક્ત થયા. જિતશત્રુ રાજાએ સર્વ રાજાઓને મેગ્ય સત્કાર કરીને વિદાય કર્યા. અપરાજિત કુમાર પ્રીતિમતીની સાથે કીડા કરતે કેટલેક કાળ ત્યાં રહ્યો. જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની રૂપવતી કન્યા મંત્રીપુત્ર વિમળબંધની સાથે પરણાવી. એટલે તે પણ તેણીની સાથે ક્રીડા કરવા લાગે.
અન્યદા હરિણુંદી રાજાને એક દૂત ત્યાં આવ્યા. કુમારે તેને જોઈને સંભ્રમથી આલિંગન કર્યું. પછી કુમારે પિતાનું અને માતાનું કુશળ પૂછયું, એટલે દૂત નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યા -“તમારા માતાપિતાનું શરીરધારણ માત્ર કુશળ છે, કેમકે તમારા પ્રવાસ દિનથી આરંભીને તેમનાં નેત્ર અથવડે પૂર્ણ રહ્યા કરે છે. તમારું નવનવું ચરિત્ર લેક પાસેથી સાંભળીને તેઓ ક્ષણવાર ખુશી થાય છે, પણ પાછા તમારે વિયોગ યાદ આવવાથી મૂચ્છ પામી જાય છે. હે પ્રભે! તમારે અહીંને વૃત્તાંત સાંભળીને મને તેનું વાસ્તવિકપણું જાણવા માટે અહીં મોકલ્યા છે, તે હવે તમે માતાપિતાને ખેદ આપવા યોગ્ય નથી.” દૂતનાં આવાં વચન સાંભળી કુમાર નેત્રમાં અક લાવી ગદ્ગદ્ અક્ષરે બે કે-“માતાપિતાને આવું દુઃખ આપનાર મારા જેવા અધમ પુત્રને ધિક્કાર છે!” પછી જિતશત્રુ રાજાની આજ્ઞા લઈને અપરાજિત કુમાર ત્યાંથી ચાલ્યો. તે વખતે બે પુત્રીઓને લઈને ભુવનભાનુ રાજા ત્યાં આવ્યું. તેમ જ પ્રથમ જે જે રાજકન્યા તે પરણે હતું, તેમને લઈ લઈને તેમના પિતાએ પણ ત્યાં આવ્યા. અભય મેળવનાર સુરકાંત વિદ્યાધર પણ ત્યાં આવ્યો. પછી પ્રીતિમતી અને બીજી પતીઓથી તથા અનેક ભૂચર અને ખેચર રાજાએથી વીંટાયેલે, ભૂચર ખેચર સૈન્યથી ભૂમિ અને આકાશને આચ્છાદન કરતે અપરાજિત કુમાર થડા દિવસમાં સિંહપુર નગરે આવી પહોંચે. હરિશંદી - રાજાએ સામા જઈને પૃથ્વી પર આલેટી પડેલા કુમારને આલિંગન કરી ખોળામાં બેસારી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. પછી માતાએ નેત્રમાં અશ્રુ લાવી પ્રણામ કરતા કુમારના પૃષ્ઠ ઉપર કરવડે સ્પર્શ કર્યો અને તેના મસ્તક ઉપર ચુંબન કર્યું. પ્રીતિમતી વિગેરે વઓએ પિતાનાં પૂજ્ય સાસુ સસરાના ચરણમાં નમી પ્રણામ કર્યો, એટલે વિમળબોધે તેમનાં નામ લઈ લઈને સૌને ઓળખાવી. પછી અપરાજિતે સાથે આવેલા ભૂચર અને ખેચરેને વિદાય કર્યા, અને માતાપિતાનાં નેત્રને ઉત્સવ કરતે ત્યાં રહીને સુખે ક્રીડા કરવા લાગે.
મને ગતિ અને ચપલગતિ જે માહેંદ્ર દેવલેકમાં ઉત્પન્ન થયા હતા, તે ત્યાંથી વીને સૂર અને સેમ નામે અપરાજિત કુમારના અનુજ બંધ થયા. અન્ય રાજા હરિણુંદીએ અપરાજિત કુમારને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી, અને તે રાજર્ષિ તપસ્યા કરીને પરમપદને પ્રાપ્ત થયા. અપરાજિત રાજાની પ્રીતિમતી પટ્ટરાણી થઈ અને વિમળબોધ મંત્રી થયો અને બે અનુજ બંધુ મંડલેશ્વર થયા. અપરાજિત રાજાએ પ્રથમથી જ અન્ય રાજાઓને દબાવ્યા હતા, તેથી તે સુખે રાજ્ય કરવા લાગે અને નિર્વિને ભેગ ભેગવવા લાગ્યો. પુરૂષાર્થથી અવંચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org