Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮મું અહીં આવે એટલે તેમને વંદના કરીને પછી જજે, ત્યાં સુધી અહીંજ તેમની રાહ જોઈને રહે.” ચિત્રગતિએ તે કબુલ કર્યું, અને ત્યાં રહીને જુગલીઆની જેમ સુમિત્રની સાથે ક્રીડ કરતાં કેટલાક દિવસે નિર્ગમન કર્યા.
એક દિવસ બને જણ ઉદ્યાનમાં ગયા. ત્યાં જુએ છે તે જંગમ કલ્પવૃક્ષની જેવા સુયશા નામે કેવળી પધાર્યા છે. સુવર્ણકમળ ઉપર બેઠેલા, અનેક દેવતાઓએ પરવરેલા અને જેમના સમાગમની ઈચ્છા ઘણું કાળથી રાખેલી હતી એના તે મુનિને જોઈ પ્રદક્ષિણા કરી વાંદીને બને જણ તેમની સમીપે બેઠા. એ ખબર સાંભળી સુગ્રીવ રાજા પણ તેમને વાંદવાને આવ્યું. મુનિએ મોહરૂપી નિદ્રામાં પ્રાતઃકાળ જેવી ધર્મદેશના આપી. દેશનાને અંતે ચિત્રગતિએ મુનિને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવન ! તમે કૃપા કરીને મને ઘણો સારો બોધ આપે છે. હે પ્રભુ ! શ્રાવકપણું તે મારે કુળકમથી ચાલ્યું આવે છે. પરંતુ અભાગ્યને લીધે આગળ રહેલા નિધિની જેવા આપ અહીં વિચરો છે તે મારા જાણવામાં આવ્યું નહીં. આ સુમિત્ર મારો અતુલ ઉપકારી છે કે જેણે આવા સદ્ધર્મનો ઉપદેશ કરનારા તમારા ચરણના દર્શન કરાવ્યાં” આ પ્રમાણે કહીને તે સદ્બુદ્ધિવાળા ચિત્રગતિએ તે મુનિની પાસે સમકિતપૂર્વક ગૃહસ્થધર્મ સ્વીકાર્યો. પછી સુગ્રીવરાજાએ મુનિને પ્રણામ કરીને પૂછયું-“હે ભગવાન ! આ મારા મહાત્મા પુત્રને વિષ આપીને તે ભદ્રા સ્ત્રી કયાં ગઈ?” મુનિ બેલ્યા–“તે સ્ત્રી અહીંથી નાસીને અરયમાં ગઈ ત્યાં ચેરોએ તેનાં આભૂષણે લઈ લીધાં અને તેને પલ્લી પતિને સેંપી દીધી. પલ્લીપતિએ એક વણિકને વેચાતી આપી. ત્યાંથી તે નાસી ગઈ, અને માર્ગમાં મોટા દાવાનળમાં દગ્ધ થઈ ગઈ. ત્યાં રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામીને તે પ્રથમ નરકમાં ગયેલી છે. ત્યાંથી ચ્યવીને તે એક ચંડાળને ઘેર સ્ત્રી થશે. તે સગર્ભા થતાં તેની સપત્ની કલહ કરીને તેને કાતીવડે મારી નાંખશે. ત્યાંથી મરણ પામીને તે ત્રીજી નરકમાં જશે અને પછી તિયચ
નિમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે તમારા સમ્યગદુષ્ટિ પુત્રને ઝેર આપવાના પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરીને અનંત દુઃખને અનુભવશે.”
સુગ્રીવ રાજાએ કહ્યું, “હે ભગવાન! તે સ્ત્રીએ જેને માટે આવું કૃત્ય કર્યું, તે આ તેને પુત્ર તો અહીં છે અને તે નરકમાં ગઈ છે, માટે કાગદ્વેષાદિકવડે મહા દારૂણ એવા આ સંસારને ધિક્કાર છે, તેથી હું તે હવે તેવા સંસારના ત્યાગના કારણુરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.” તે વખતે તેમને પ્રણામ કરી સુમિત્રે આ પ્રમાણે કહ્યું કે, હે પિતા! મારી માતાના તેવા પ્રકારના કર્મબંધના કારણરૂપ એવા મને ધિક્કાર છે, તેથી તે સ્વામિન! મને આજ્ઞા આપો કે જેથી હું સત્વર દીક્ષા ગ્રહણ કરૂં, કેમકે આવા અતિ દારૂણ સંસારમાં રહેવાને કેણુ ઈચ્છા કરે ?” આ પ્રમાણે કહેતા પુત્રને આજ્ઞાથી નિવારી સુગ્રીવ રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યો અને પોતે વ્રત ગ્રહણ કર્યું. પછી સુગ્રીવ રાજર્ષિએ તે કેવળીની સાથે વિહાર કર્યો. સુમિત્ર ચિત્રગતિની સાથે પોતાના નગરમાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org