Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[ ૧૯૭
સર્ગ ૧ લે ]
શ્રી નેમિનાથાદિ ચરિત્ર નામે રાણીથી પદ્ય નામે પુત્ર થયા. તેઓ અનુક્રમે અગ્રજ અને અનુજ+ થયા. તેમાં સુમિત્ર, ગંભીર, વિનીત, નમનારા ઉપર વાત્સલ્યવાન, કૃતજ્ઞ અને જનધમ થશે અને પર્વ તેથી સર્વ રીતે ઉલટ અને મિથ્યાત્વી છે. એક વખતે અભદ્ર બુદ્ધિવાળી ભદ્રા રાણીએ વિચાર કર્યો કે, “જ્યાં સુધી સુમિત્ર જીવતે છે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહીં.' એમ વિચારી તેણીએ સુમિત્રને ઉગ્ર ઝેર આપ્યું. સુમિત્ર વિષવડે મૂચ્છ ખાઈ પૃથ્વી પર પડ્યો અને સમુદ્રની લહરીની જેમ વિષને વેગ તેના શરીરમાં પ્રસરી ગયે. સુગ્રીવ રાજા તે ખબર સાંભળી સંભ્રમવડે એકદમ મંત્રીઓ સહિત ત્યાં આવ્યા, અને મંત્રતંત્રના અનેક ઉપચાર કરાવવા માંડ્યા. તથાપિ વિષના વેગની કિંચિત્ પણ ઉપશાંતિ થઈ નહીં, અને “ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું છે” એમ નગરમાં તેને અપવાદ પ્રસરી ગયો. પિતે કરેલા પાપની શંકાથી ભદ્રા કોઈ ઠેકાણે નાસી ગઈ. રાજાએ પુત્રને નિમિત્તે અનેક પ્રકારે જિનપૂજા અને શાંતિક પૌષ્ટિક કર્મ કરાવ્યાં, પુત્રના સદ્ગુણે સંભારી સંભારીને રાજા અવિચ્છિન્ન વિલાપ કરવા લાગ્યો, અને સામતે તેમ જ મંત્રીઓ પણ નિરૂપાય થઈને તેમ જ કરવા લાગ્યા.
એ વખતે ચિત્રગતિ વિદ્યાધર આકાશમાં ક્રીડા નિમિત્ત ફરતું હતું, તે વિમાન સહિત ત્યાં આવી ચડ્યો. તેણે આખા નગરને શેકાતુર જોયું. પછી વિષસંબંધી સર્વ વૃત્તાંત જાણીને તે વિમાનમાંથી નીચે ઉતર્યો. અને વિદ્યાથી મંત્રિત એવા જળવડે તેણે કુમારની ઉપર સિંચન કર્યું. તત્કાળ નેત્ર ઉઘાડી સ્વસ્થ હૃદયે સુમિત્ર બેઠે થયે, અને “આ શું છે?” એમ પૂછવા લાગ્યું. “મંત્રશક્તિ નિરવધિ છે.”
રાજાએ સુમિત્રને કહ્યું, “હે વત્સ! તારી વૈરિણી અપર માતા ભદ્રાએ તને વિષ આપ્યું હતું અને આ અકારણ બંધુ મહાપુરૂષે તે વિષ શમાવી દીધું છે.” સુમિત્રે અંજલિ જેડીને ચિત્રગતિને કહ્યું “પરે૫કાર બુદ્ધિથી જ તમારું કુળ મારા જાણવામાં આવ્યું છે, તથાપિ સ્વકુળને જણાવીને મારી ઉપર અનુગ્રહ કરે, કેમકે મહાન પુરૂષને વંશ સાંભળવાને કોનું મન ઉત્કંતિ ન થાય?” પછી ચિત્રગતિની સાથે આવેલા તેના મંત્રીના પુત્રે સર્વને શ્રવણમાં સુખદાયક એવું તેનું સર્વ કુળાદિકનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સુમિત્રે હર્ષથી કહ્યું કે-“આજે મારી ઉપર વિષને અને વિષ આપનારનો ઉપકાર થયો છે, નહિ તે તમારી જેવા મહાત્માને મને યોગ ક્યાંથી થાત ? વળી તમે મને માત્ર જીવિત આપ્યું નથી, પણ પચ્ચખાણ અને નવકાર મંત્રથી રહિત એવા મૃત્યુથી થનારી દુર્ગતિમાંથી મને બચાવ્યા છે. હે કૃપાનિધિ ! વર્ષાઋતુના મેઘને જીવલેકની જેમ–અતુલ ઉપકારી એવા તમારે હું શું પ્રત્યુપકાર કરૂં?” આ પ્રમાણે કહેતા એવા અને મિત્રતાને પામેલા એવા સુમિત્રની પાસેથી ચિત્રગતિએ પિતાને નગરે જવાની રજા માગી. તે વખતે સુમિત્રે કહ્યું “પ્રીય ભાઈ! અહીંથી નજીકમાં સુયશા નામે કેવળી છે, તે વિહાર કરતા કરતા આ તરફ આવે છે તે અનુક્રમે
* પહેલા જન્મેલે (મોટો). + પછી જન્મેલે (નાને).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org