Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર.
[ ૧૫ કરવા કીડાસરેવર ઉપર ગયે. ત્યાં અશોકવૃક્ષની નીચે જાણે મૂત્તિમાન શાંતરસ હોય તેવા એક મુનિ મૂચ્છ ખાઈને ભૂમિ પર પડેલા ધનવતીના જોવામાં આવ્યા. ધર્મ અને શ્રમથી તેમને તૃષા લાગી હતી, અને તેથી તેમનાં તાળુ અને એઇપલ્લવ સુકાઈ ગયાં હતાં. તેમજ ફાટેલા ચરણકમળમાંથી નીકળતા રૂધિરવડે તે પૃથ્વીને સિંચન કરતા હતા. તે મુનિને ધનવતીએ પિતાના પતિને બતાવ્યા. પછી બંને જણા સંભ્રમ પામીને ઉતાવળા તેમની પાસે ગયા, અને અનેક પ્રકારના શિશિર ઉપચાર કરી તેમને સચેત કર્યા. પછી તે સ્વસ્થ થયેલા મુનિને પ્રણામ કરીને ધનકુમાર બો –“હે મહાત્મન ! હું આજે સર્વ પ્રકારે ધન્ય છે, કેમકે પૃથ્વીમાં કલ્પવૃક્ષ જેવા તમને મેં પ્રાપ્ત કર્યા છે. પર્યત દેશમાં રહેનારા એવા અમોને, મરૂદેશમાં રહેનાર પ્રાણીઓને છાયા વૃક્ષની જેમ તમારે સંસર્ગ ઘણે દુર્લભ છે. હે ભગવન! તમને એટલું પૂછું છું કે, તમારી આ દશા શી રીતે થઈ? પણ જે તમને તે કહેતાં ખેદ થાય તેમ ન હોય અને ગોપવવા જેવું ન હોય તો તે જણાવશે.” મુનિ બોલ્યા-“પરમાર્થથી મને સંસારવાસને જ ખેદ છે, બીજે ખેદ નથી અને આ ખેદ તે વિહારકમથી થયેલ છે, જે કે શુભ પરિણામવાળો છે. મારું નામ મુનિચંદ્ર છે. પૂર્વે ગુરૂ અને ગ૭ની સાથે વિહાર કરતા હતા, કારણ કે સાધુઓની એક ઠેકાણે સ્થિતિ હતી નથી. ગચ્છ સાથે ચાલતાં અન્યદા હું દિમૂઢ થઈને અરણ્યમાં ભૂલે પડડ્યો. પછી સાર્થભ્રષ્ટ થઈને આમતેમ ભમવા લાગ્યો. છેવટે સુધા અને તૃષાથી આક્રાંત થઈ આ ઠેકાણે આવતાં મૂછ ખાઈને હું પૃથ્વી ઉપર પડયો. પછી તમે એ જે શુભે પાય કર્યા તેથી હું સચેત થયે. હે મહાભાગ ! હે અનઘ! તમને વારંવાર ધર્મલાભ હો. જેમ હું ક્ષણવાર અગાઉ અચેતન થઈને પડેલે હતું, તેવી રીતે આ સંસારમાં સર્વ તેવું જ છે, માટે શુભેચ્છુ જેને નિરંતર ધર્મ કરો.” આ પ્રમાણે કહીને તે મુનિચંદ્ર મુનીશ્વરે તેમને યોગ્ય એવો શ્રી જિનેક્ત સમ્યકત્વમૂળ ગૃહીધર્મ કહી બતાવ્યું. એટલે ધનકુમારે ધનવતી સહિત મુનિચંદ્ર મુનિની આગળ સમ્યકત્વપ્રધાન ગૃહસ્થધર્મ સ્વીકાર્યો. પછી તેમણે તે મુનિને ઘેર લઈ જઈને અનપાનથી પ્રતિલાભિત કર્યા, અને ધર્મશિક્ષાને માટે કેટલાક કાળ સુધી તેમને ત્યાંજ રાખ્યા. પછી મુનિ ધનકુમારને જણાવીને પિતાના ગચ્છની ભેગા થયા. ત્યારથી ધનવતી અને ધનકુમાર પરમ શ્રાવક થયા. તે દંપતી પ્રથમથી જ પરસ્પર પ્રીતિવાળાં હતાં, તેમાં વળી એક ધમમાં જોડાવાથી વિશેષ પ્રીતિવાળાં થયાં. અંતકાળે વિક્રમધન રાજાએ ધનકુમારને પોતાના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો. ત્યારથી ધનકુમાર શ્રાવકધર્મ સહિત વિધિવડે પૃથ્વીનું પણ પાલન કરવા લાગે.
એક વખત ઉદ્યાનપાળે આવી ધનકુમારને કહ્યું કે, “જે પ્રથમ આવેલા હતા, તે વસુંધર મુનિ ઉદ્યાનમાં પધારેલા છે. તે સાંભળી ધનકુમાર ધનવતીને સાથે લઈને તત્કાળ ઉદ્યાનમાં આવ્યું, અને તે મુનિને વાંદીને તેમની પાસે સંસારસાગર તરવામાં મટી નાવિકા જેવી દેશના સાંભળી. પછી સંસારથી ઉદ્વેગ પામેલા ધનકુમારે ધનવતીથી ઉત્પન્ન થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org