Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું. સપત્નીઓમાં અનુકૂળ રહેજે, પરિવાર ઉપર દાક્ષિણ્યતા રાખજે અને પતિનું માન થતાં ગર્વરહિત અને અપમાન થતાં પણ અવિકારી રહેજે.” આ પ્રમાણે શિક્ષા આપીને નેત્રમાંથી અશ્રુ પાડતી અને વારંવાર આલિંગન કરતી વિમળાએ તેને માંડમાંડ વિદાય કરી. છત્રચામરથી મંડિત એવી ધનવતી માતાને નમી ઉત્તમ શિબિકામાં બેસીને પરિવાર સાથે આગળ ચાલી. અનુક્રમે તે અચલપુર આવી પહોંચી. જાણે સાક્ષાત્ ધનકુમારની સ્વયંવરા લક્ષમી આવી હોય તેવી ધનવતીને જોઈને પુરજને આશ્ચર્ય પામ્યા. તેણીએ બહારના ઉદ્યાનમાં પિતાને મુકામ કર્યો. પછી શુભ દિવસે મોટી સમૃદ્ધિ સાથે તેમને વિવાહ થશે. જેમ નાગવલ્લીથી સોપારીનું વૃક્ષ અને જેમ વિદ્યથી નવીન મેઘ શોભે તેમ તે નવોઢાથી અભિનવ યૌવનવાળો ધનકુમાર
ભવા લાગે. રતિ સાથે કામદેવની જેમ ધનવતી સાથે રમતા ધનકુમારે એક મુહૂર્તની જેમ કેટલોક કાળ નિર્ગમન કર્યો.
એક વખતે ધનકુમાર પ્રત્યક્ષ રેવંત હોય તેવા અશ્વ ઉપર બેસીને સુવર્ણના કુંડળને ચલાયમાન કરતો ઉદ્યાનમાં ગયો. ત્યાં પૃથ્વીને પવિત્ર કરનાર અને ચતુર્વિધ જ્ઞાનધારી વસુંધર નામના મુનિને તેણે દેશના આપતા જોયા. એટલે તેમને પ્રણામ કરી ચોગ્ય સ્થાને બેસીને ભક્તિવાળા તે કુમારે કર્ણમાં અમૃત જેવી તેમની દેશના સાંભળવા માંડી. પછી રાજા વિક્રમધન, દેવી ધારિણી અને ધનવતી પણ ત્યાં આવ્યાં. તેઓ સર્વ મુનિને વાંદી ધર્મ દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી વિક્રમધન રાજાએ મુનિને પૂછયું કે, “આ ધનકુમાર ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં એક આમ્રવૃક્ષ જોયું હતું, તે વખતે કોઈ પુરૂષે કહ્યું હતું કે, જુદે જુદે ઠેકાણે નવ વાર આ વૃક્ષ રોપાશે અને તેને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. હે મહાત્મન્ ! એ કુમારનો જન્મ થવાથી બીજુ એ સ્વપ્નનું ફળ તે અમારા જાણવામાં આવ્યું છે, પણ નવ વાર આરોપણ થવાને શું અર્થ છે? તે પ્રસન્ન થઈને કહો.” તે સાંભળી તે મહામુનિએ સમ્યગ્ર જ્ઞાનને માટે ઉપયોગ દઈને કઈ ઠેકાણે દૂર રહેલા કેવળીને મનવડે જ સમાધિમાં રહીને પૂછયું. કેવળીએ કેવળજ્ઞાનની લક્ષ્મીવડે પ્રશ્નને જાણી લઈને નવ ભવને સૂચવતું શ્રી અરિષ્ટનેમિ પ્રભુનું ચરિત્ર જણાવી દીધું. આ પ્રમાણે મનઃપર્યવ અને અવધિજ્ઞાનવડે જાણી લઈને તે મુનિએ વિકમ ધન રાજાને કહ્યું કે “આ તમારે પુત્ર ધનકુમાર આ ભાવથી માંડીને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ એવા નવ ભવ કરશે, અને નવમા ભાવમાં આ ભરતક્ષેત્રને વિષે યદુવંશમાં તે બાવીસમા તીર્થંકર થશે.” આવું મુનિનું વચન સાંભળી સર્વે અતિશય હર્ષ પામ્યા, અને ત્યારથી સર્વને જિનધર્મમાં ભદ્રિક ભાવ થયો. પછી વિક્રમધન રાજા મુનિને નમી ધનકુમાર વિગેરેની સાથે ઘેર આવ્યા, અને તે મહાત્મા મુનિ વિહારક્રમમાં તત્પર થઈ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ધનકુમાર ઋતુઓને ગ્ય એવી ક્રીડાઓથી દેગુંદક દેવની જેમ ધનવતીની સાથે વિષયસુખને અનુભવ કરવા લાગે.
એક વખતે ધનકુમાર રૂપવડે લક્ષમીની સપત્ની જેવી ધનવતીને સાથે લઈ જજનકીડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org