Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
[પર્વ ૮મું કરવા માટે જ પૂછયું છે, તારે અનુરાગ ચગ્ય સ્થાને છે, અને તે મેં જ્યારથી જાણે છે ત્યારથી જ હું તેને માટે ચિંતાતુર છું. મેં એક જ્ઞાનીને પૂછયું હતું કે, મારી સખીને વાંછિત વર મળશે કે નહિ? ત્યારે તેમણે પ્રતીતિ બતાવીને “મળશે” એમ કહ્યું છે, માટે હે હેન ! ધીરજ રાખ, તારો મરથ શીધ્ર સિદ્ધ થશે.” આ પ્રમાણે સખીને આશ્વાસનથી ધનવતી ધીરજ ધારણ કરીને રહી.
એક વખતે એ બાળા દિવ્ય વેષ ધારણ કરીને પિતાને વંદન કરવા ગઈ તેને વિદાય થયા પછી રાજા વિચાર કરવા લાગ્યા કે, “હવે આ પુત્રી વરને યોગ્ય થઈ છે, તે આ પૃથ્વી પર તેને યોગ્ય વર કેણુ થશે?” આ પ્રમાણે રાજા બહુ વખતથી ચિંતા કરતો હતો તેવામાં પ્રથમ વિક્રમધન રાજા પાસે મોકલેલે દ્વત આવે, તે રાજકાર્ય જણાવી ઊભો રહ્યો, એટલે સિંહરાજાએ તેને પૂછયું કે, “તે ત્યાં આશ્ચર્યકારી શું જોયું?' દૂત બે -“વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારનું રૂપ મેં એવું જોયું કે તેના જેવું સુંદર રૂપ વિદ્યાધરોમાં કે દેવતાઓમાં પણ મારા જેવામાં આવ્યું નથી. તેને જોઈને મેં નિશ્ચય કર્યો છે કે આ રાજપુત્ર આપણી રાજકુમારી ધનવતીને યોગ્ય વર છે, તેથી તે વરકન્યાને સંબંધ થવાવડે વિધિને સૃષ્ટિપ્રયાસ સફળ થાઓ.” રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે-“હે દ્વત? તને શાબાશ છે, તે મારા કહ્યા સિવાય પોતાની મેળે મારા કાર્યની ચિંતા કરી અને રાજકન્યાના વરની ચિંતારૂપ સાગરમાં મગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યો. હવે તે બુદ્ધિમાન દૂત! ધનકુમારને ધનવતી આપવા માટે વિક્રમધન રાજાની પાસે જઈને મારી આજ્ઞાથી તું પ્રાર્થના કર.” રાજાની ને હતની વચ્ચે આ પ્રમાણે વાત થતી હતી તે વખતે ધનવતીની ચદ્રવતી નામની નહાની બહેન પિતાને વંદન કરવા માટે આવી હતી, તેણએ આ સર્વ હકીકત સાંભળી. રાજાની આજ્ઞા લઈને દૂત પિતાને ઘેર ગયે, એટલે ચંદ્રવતી હર્ષ પામતી પામતી ધનવતીની પાસે આવી અને જે સાંભળ્યું હતું તે બધું તેને કહી બતાવ્યું. ધનવતીએ તેની સખી કમલિનીને કહ્યું કે, “આ ચંદ્રવતીની વાણી ઉપર મને વિશ્વાસ આવતું નથી, એ આજ્ઞાનથી બોલે છે, કાંઈ પરમાર્થને સમજતી નથી. તે દૂતને પિતાએ કઈ બીજે કામે મોકલ્યો હશે અને આ મુગ્ધા ચંદ્રવતી બધું મારે વિષેજ સમજી છે.” કમલિની બલી-“હે બહેન! તે દૂત અદ્યાપિ અહીંજ છે, માટે તેનાજ મુખથી ખરી વાત જાણી લે, કેમકે દીવ છતાં અગ્નિને કાણું જુએ?” આ પ્રમાણે કહી તે ભાવઝ સખી તે દૂતને ત્યાં લઈ આવી. તેના મુખથી સર્વ વૃત્તાંત સાંભળીને ધનવતી હર્ષ પામી. પછી ધનવતીએ એક પત્ર લખીને તે દૂતને આ અને કહ્યું કે, “આ લેખ ધનકુમારને આપજે.'
હત સત્વર અચલપુરે આવે અને સભામાં બેઠેલા વિક્રમધન રાજાની પાસે આવીને ઊભું રહ્યો. વિક્રમ રાજાએ પૂછ્યું કે-“કેમ સિંહ રાજા કુશળ છે? ફરીવાર તરતમાંજ તારા આવવાથી મારા મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે.” દૂતે કહ્યું “સિંહરથ રાજા કુશળ છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org