________________
સગ ૧ ] શ્રી નેમિનાથાદિ ચરિત્ર
[૧૧ અદ્ભુત રૂપ કોનું છે? અથવા તેમાં કેઈનું આવું સુંદર રૂપ સંભવતું નથી, તેથી શું તારૂં કૌશલ્ય બતાવવા માટે તે આ રૂપ માત્ર સ્વબુદ્ધિથી જ આલેખ્યું છે? કારણ કે અનેક પ્રાણુઓને નિર્માણ કરવાથી શ્રાંત થઈ ગયેલા વૃદ્ધ વિધિમાં આવું સુંદર રૂપ રચવાની પ્રવીણતા કયાંથી હોય?” તે સાંભળી ચિત્રકાર હસીને બે -“આ ચિત્રમાં મેં જેવું રૂપ જોયું તેવું જ આલેખેલું છે, તેમાં મારૂં જરાપણ કૌશલ્ય નથી. અચલપુરના વિક્રમ રાજાના યુવાન અને અનુપમ આકૃતિવાળા પુત્ર ધનકુમારનું આ ચિત્ર છે. જે એ કુમારને પ્રત્યક્ષ જોઈ પછી આ ચિત્રને જુએ છે, તેઓ મને ઉલટા “કુટ લેખક” કહીને વારંવાર નિંદે છે. હે સુગ્ધ ! તેં કુમારને જોયેલ ન હોવાથી આ ચિત્ર જોઈને તું વિસ્મય પામે છે, કેમકે તું કુવાના દેડકા જેવી છું; પણ તે ધનકુમારનું અદ્ભુત રૂપ જોઈને તે દેવાંગનાઓ પણ મોહ પામે છે. મેં તે માત્ર મારા દષ્ટિવિનેદને માટે જ આ ચિત્ર આલેખેલું છે. આ સમયે ત્યાં પાસે ઊભેલી ધનવતી તે વાત સાંભળીને અને ચિત્ર જોઈને જાણે કામદેવનાં બાણ વાગ્યાં હોય તેવી થઈ ગઈ પછી કમલિની બેલી-“ભદ્ર? તેં દષ્ટિવિનેદને માટે પણ આ અદ્ભુત ચિત્રને બહુ સુંદર આલેખ્યું છે, તેથી તું ખરેખર નિપુણ અને વિવેકી છે.”
આ પ્રમાણે કહી કમલિનીએ ચાલવા માંડયું. તે વખતે ધનવતી શૂન્ય હદયવાળી થઈ ગઈ. તેનું મુખ કરમાઈ ગયેલા ડીંટવાળા કમળ જેવું થઈ ગયું, અને પછવાડે જોતી જોતી તેમજ પગલે પગલે સ્મલિત થતી માંડ માંડ ઘેર આવી. ચિત્રસ્થ ધનકુમારના રૂપથી આક્ષિપ્ત થયેલી રાજકુમારી ધનવતી મરૂસ્થળમાં રહેલી હંસલીની જેમ કંઈ પણ સ્થાનકે આનંદ પામી નહિ. દુર્બળ શરીરવાળી તે સુધા અને તૃષાને પણ જાણતી નહીં, અને રાત્રે નિદ્રા પણ લેતી નહોતી. ટુંકામાં તેની સ્થિતિ વનમાંથી આકથી લાવેલી હાથિણીની જેવી થઈ પડી. ધનકુમારના રૂપને અને ચિત્રકારે કહેલી વાતને સંભારી સંભારીને એ બાળ વારંવાર શિરડકંપ, અંગુલિનૃત્ય અને ભ્રકુટીના ઉલ્લેપને કરતી હતી. ધનકુમારના ધ્યાનમાં પરવશ થયેલી તે રાજકુમારી જે કાંઈ પણ ચેષ્ટા કરતી, તે જન્માંતરના કૃત્યની જેમ તત્કાળ પાછી ભૂલી જતી હતી અને ઉધન, સ્નાન, વિલેપન અને અલંકારાદિકને છેડી દઈએ રમણું ગિની જેમ ઈષ્ટ દેવતાનું ધ્યાન કરે તેમ અહર્નિશ તેનું ધ્યાન કરતી હતી.
એક વખતે તેની સખી કમલિનીએ તેને પૂછ્યું કે “હે કમલાક્ષિ તું શા આધિ અથવા વ્યાધિથી પીડાય છે કે જેથી તું આવી થઈ ગઈ છું?' આવે તેને પ્રશ્ન સાંભળી કૃત્રિમ કેપ કરીને ધનવતી બેલી-“હે સખિ ! બહારના માણસની જેમ તું શું પૂછે છે? તું શું નથી જાણતી? તું મારું બીજુ હૃદય છે, મારા જીવિતવ્ય જેવી છે, માત્ર સખી નથી, તેથી તારા આવા પ્રશ્નથી મને લજજા આવે છે. કમલિની બેલી-“હે માનિનિ તેં મને ઠપકો આ તે યુક્ત છે. તારા હૃદયના શલ્યને અને ઉંચા મને રથને હું જાણું છું. પેલું ચિત્ર જોઈને તું ધનકુમારને ચાહે છે. મેં જે આ અજાણ્યા થઈને પૂછયું, તે માત્ર તારી મશ્કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org