________________
૧૯૦ ) શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮મું એક વખતે એ ધારિણી દેવીએ રાત્રિના શેષભાગે જેમાં ભ્રમર અને કોકિલાએ મત્ત થઈ રહેલાં છે અને જેમાં મંજરીના પુંજ ઉત્પન્ન થયેલાં છે એવા એક આંબાના વૃક્ષને ફલિત થયેલું સ્વપ્નમાં જોયું. તે વૃક્ષને હાથમાં લઈ કઈ રૂપવાન પુરૂષે કહ્યું કે “આ આમ્રવૃક્ષ આજે તારા આંગણામાં પાય છે, તે જેમ જેમ કાળ વ્યતીત થશે તેમ તેમ ઉત્કૃષ્ટ ફળવાળું થઈને જુદે જુદે સ્થાનકે નવવાર રોપાશે.” આ સ્વપ્નનું વૃત્તાંત રાણીએ રાજાને કહ્યું, એટલે રાજાએ તેના વેત્તાઓની સાથે તેને વિચાર કર્યો. નિમિત્તિઓએ હર્ષ પામીને કહ્યું કે-“હે રાજન ! આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે તમારે એક ઉત્કૃષ્ટ ભાગ્યવાન પુત્ર થશે, અને સ્વપ્નગત આમ્રવૃક્ષ જે જુદે જુદે ઠેકાણે નવ વાર રોપાશે એમ કહ્યું, તેને આશય તે માત્ર કેવળી જાણે, અમારા જાણવામાં આવતો નથી.' નિમિત્તિઓના આવાં વચન સાંભળી ધારિણદેવી ઘણુ ખુશી થયાં અને ત્યારથી નિધિને જેમ પૃથ્વી ધારણ કરે તેમ તેમણે મહા ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં સૂર્યને જેમ પૂર્વ દિશા જન્મ આપે તેમ જગતને હર્ષના કારણરૂપ અને પવિત્ર આકૃતિને ધારણ કરનાર એક પુત્રને ધારિણીદેવીએ જન્મ આપ્યું. રાજાએ મહાદાનપૂર્વક પુત્રને જન્મ મહોત્સવ કર્યો અને ઉત્તમ દિવસે તેનું ધનકુમાર નામ પાડયું. ધાત્રીમાતાઓની જેમ રાજાઓ વડે એક ઉત્કંગમાંથી બીજા ઉલ્લંગમાં લેવાતે ધનકુમાર માતાપિતાના હર્ષની સાથે વૃદ્ધિ પામે. અનુક્રમે તેણે સર્વ કળાએ સંપાદન કરી અને કામદેવના ક્રિીડાવન સરખા યૌવનવયને પ્રાપ્ત થયે.
એ અરસામાં કુસુમપુર નામના નગરમાં સિંહના જે પરાક્રમી અને રણકાર્યમાં યશસ્વી સિંહ નામે રાજા હતો. તેને ચંદ્રલેખા જેવી નિર્મળ અને પ્રાણ સરખી વ્હાલી વિમળા નામે રાણી હતી, તે પૃથ્વી પર ફરનારી દેવી હોય તેવી જણાતી હતી. સિંહરાજાને તે રાણીથી ઘણુ પુત્રોની ઉપર ધનવતી નામે એક પુત્રી ઉત્પન્ન થઈ. પિતાની રૂપસંપદાવડે રતિ વિગેરે રમણીઓનાં રૂપને જીતી લેતી તે બાળા અનુક્રમે વૃદ્ધિ પામી અને તેણે સર્વ કળા સંપાદન કરી. એક વખતે વસંતઋતુ આવતાં તે બાળા સખીઓને પરિવાર લઈ ઉદ્યાનની શોભા જેવાને ગઈ. તે ઉધાનમાં પ્રફુલ્લિત સપ્તપર્ણનાં વૃક્ષ ઉપર ભમતા એવા ભ્રમરાઓનાં સંગીત થઈ રહ્યાં હતાં, બાણુ જાતિનાં વૃક્ષેની નવીન કલિએ કામદેવના બાણુરૂપ થતી હતી, ઉન્મત્ત એવા સારસ પક્ષીનાં જેડાં કંકાર શબ્દ કરી રહ્યાં હતાં, સ્વચ્છ જળવાળા સરોવરમાં કલહંસાના સમૂહ ક્રીડા કરતાં હતાં, અને ગીત ગાતી બાગવાનની સ્ત્રીઓ વડે રમણીય એવા ઈબ્રુવાટવડે તે મનહર દેખાતું હતું. આવા રમણીય ઉદ્યાનમાં એ બાળા સ્વછંદપણે ફરવા લાગી.
રાજકુમારી આનંદથી ફરતી હતી, તેવામાં એક અશેકવૃક્ષ નીચે હાથમાં ચિત્રપટ લઈને ઉભે રહેલે એક વિચિત્ર ચિત્રકાર તેના જેવામાં આવ્યો. તેની પાસેથી ધનવતીની કમલિની નામની એક સખીએ બળાત્કારે ચિત્રપટ લઈ લીધું. તે ચિત્રપટમાં સુંદર પુરૂષનું રૂપ ચિત્રેલું જઈ વિસ્મય પામીને તેણએ ચિત્રકારને પૂછયું કે-“સુર, અસુર અને મનુષ્યોમાં આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org