Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે]. શ્રી નેમિનાથાદિ ચરિત્ર
[૧૯૩ તમારા પુત્ર ધનકુમારને પોતાની પુત્રી ધનવતી આપવાને માટે મને ફરીવાર સત્વર મોકલે છે. જેવા રૂપમાં ઉત્કૃષ્ટ આ ધનકુમાર છે, તેવી જ અમારા રાજાની પુત્રી ધનવતી પણ રૂપમાં ઉત્કૃષ્ટ છે; તેથી સુવર્ણ અને મણિની જેમ તેમનો યોગ્ય સંયોગ હમણાંજ થાઓ. તમારા બંનેને નેહ પ્રથમથીજ છે, તે હવે આ સંબંધવડે જોડાઈને જળસિંચનવડે વૃક્ષની જેમ વિશેષ પુષ્ટ થાઓ.” વિક્રમધને “બહુ સારૂં” એમ કહી તેની વાત કબુલ કરીને તેને વિદાય કર્યો. પછી દત દ્વારપાળ પાસે નિવેદન કરાવીને ધનકુમારની પાસે આવ્યું. ધનકુમારને નમી ગ્ય આસને બેસી તેણે પોતાનું આગમન કારણ જણાવ્યું, અને પછી “આ પત્ર રાજકુમારી ધનવતીએ આપને આપવા માટે આપેલે છે' એમ કહી કુમારને પત્ર આપ્યું. ધનકુમારે હાથ વડે તે પત્રની મુદ્રા ફેડને કામદેવના શાસન જે તે પત્ર વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું કે, યૌવનની જેમ શરદૂઝતુએ જેની શેભા વિશેષ કરેલી છે એવી પદ્મિની મુખે ગ્લાનિ પામી સતી સૂર્યના કરપીડનને ઈચ્છે છે.” આ પ્રમાણે વાંચી તેને ભાવાર્થ જાણીને ધનકુમાર વિચારવા લાગ્યું કે, આ તેની અદ્ભુત છેકે તિર મારી ઉપરને તેને હૃદયમાં વર્તાતે અતિશય નેહ જણાવે છે. એ વિચાર કરી ધનકુમારે પણ પિતાને હાથે ધનવતી ઉપર એક પત્ર લખી એક મુક્તાહારની સાથે ફતને અર્પણ કર્યો. ધનકુમારે વિદાય કરે તે દૂત સત્વર કુસુમપુર આવ્યું, અને પિતાના રાજાને વિક્રમરાજાએ અંગીકાર કરેલા સંબંધની વાર્તા કહી બતાવી. પછી ધનવતી પાસે આવી તે પત્ર અને મુક્તાહાર આપે, અને કહ્યું કે, “ધનકુમારે આ હાર અને સ્વહસ્તલિખિત આ પત્ર તમને આપવા આટે આપેલ છે.” ચંદ્રના કિરણ જેવા નિર્મળ તે હારને પિતાના કરકમળમાં લઈ પત્રની મુદ્રા ફેડીને તે વાંચવા માંડયો. તેમાં આ પ્રમાણે લખ્યું હતું. “સૂર્ય કરપીડન કરીને પવિનીને જે પ્રમાદ આપે છે, તે તેના સ્વભાવથી જ સિદ્ધ છે, તેમાં યાચના કરવાની તે કાંઈ આપેક્ષા રાખતા નથી.” આ પ્રમાણે વાંચી રાજકુમારી હર્ષ પામી, તેના શરીરમાં પુલકાવળી વિકસ્વર થઈ અને તેણે ચિંતવ્યું કે, “આ લેકને અર્થ વિચારતાં જરૂર મારા લેકને ભાવાર્થ તેમના સમજવામાં આવ્યો છે. વળી આ અમૃત જેવો ઉજજવળ મુક્તાહાર તેમણે મને કંઠમાં પહેરવા માટે મોકલા, તે ઉપરથી તેણે કંઠલિંગન કરવાને મને ખરેખર કોલ આપે છે.” આ પ્રમાણે વિચાર કરી ધનવતીએ તત્કાળ તે હાર કંઠમાં ધારણ કર્યો અને દૂતને પારિતોષિક આપીને વિસર્જન કર્યો.
પછી પવિત્ર દિવસે સિંહ રાજાએ વૃદ્ધ મંત્રીઓની સાથે મોટી સમૃદ્ધિ સહિત ધનવતીને અચલપુર મોકલી. ચાલતી વખતે વિમળ હૃદયવાળી તેની વિમળા માતાએ તેને આશીષપૂર્વક શિખામણ આપી કે, “સાસુ, સસરા અને પતિની ઉપર સદા દેવના જેવી ભક્તિવાળી થજે,
૧ કરપીડન–સૂર્યપક્ષે કિરણો નાખવા, અન્યપણે પાણિગ્રહણ કરવું.
૨ છેકેજિત-એકને કહીને બીજાને સમજાવવું તે. C - 25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org