Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ ૮ મા]
મથુરાપતિ મધુનુ મૃત્યુ
| ૧૪૭
પછી રામાયણના રણના આરંભમાં જેમ ખરને લક્ષ્મણે માર્યાં હતા તેમ શત્રુઘ્ને મધુના લવણુ નામના પુત્રને રણના આર’ભમાંજ મારી નાંખ્યા. મહારથીઓમાં શ્રેષ્ઠ એવા મધુ, પુત્રના વધથી ક્રોધ પામીને ધનુષ્યનું આસ્ફાલન કરતે શત્રુદ્ઘની સાથે યુદ્ધ કરવા દોડયો. પરસ્પરનાં અસ્રોને અસ્ત્રોથી છેદતા તે ખનેએ દેવ અને દૈત્યની જેમ ઘણીવાર સુધી શસ્રા— શસ્ત્રી યુદ્ધ કર્યુ. પછી દશરથના ચેાથા પુત્ર શત્રુને લક્ષ્મણે આપેલા સતુદ્રાવત્ત ધનુષ્યનુ અને અગ્નિમુખ માણેાનું સ્મરણ કર્યુ, સ્મરણમાત્રથીજ તે ધનુષ્ય અને માણુ પ્રાપ્ત થયાં, એટલે તે ધનુષ્ય ચઢાવીને અગ્નિમુખ ખાણવડે શિકારી જેમ સિંહને મારે તેમ વીર શત્રુઘ્ને મધુને પ્રહાર કરવા માંડયો; તે ખાણના ઘાતથી વિધુર થયેલા મધુ ચિ ંતવવા લાગ્યું કે- આ વખતે ત્રિશૂળ મારા હાથમાં આવ્યું નહિ અને મેં શત્રુશ્નને માર્યાં નહિ; વળી મારે। આ જન્મ પણ નિષ્ફળ ચાર્લ્સે ગયા. કેમકે મે' શ્રી જિનેદ્રની પૂજા કરી નહિ, ચૈત્યે કરાવ્યાં નહિ, અને દાન પણ આપ્યું નહિ,' આવું ચિંતવન કરતા મધુ ભાવચારિત્ર અ’ગીકાર કરી, કરી, નમસ્કાર મંત્રના સ્મરણમાં તત્પર થઈ મૃત્યુ પામીને સનકુમાર દેવલેાકમાં મહુદ્ધિ ક દેવતા થયા. તે સમયે મધુના શરીર ઉપર તેના વિમાનવાસી દેવાએ પુષ્પવૃષ્ટિ કરી અને ‘મધુદેવ જય પામે ' એવી આઘાષણા કરી.
પેલું દેવતારૂપ ત્રિશૂળ ચમરેદ્રની પાસે ગયું, અને શત્રુને છળથી મધુને માર્યાં તે વાર્તા કહી. પેાતાના મિત્રના વધથી ક્રોધ પામેલ ચમરેડદ્ર પાતે શત્રુઘ્નને મારવા માટે ચાલ્યા એટલે વેદારી નામના ગરૂડપતિ ઇંદ્રે પૂછ્યું કે-‘તમે કયાં જામે છે ?' ચમરેન્દ્રે કહ્યુ –‘મારા મિત્રને હણુનાર શત્રુન્ન મથુરામાં રહેલ છે તેને મારવા માટે જાઉં છું.' એટલે વેણુદારી ઇંદ્ર ખેલ્યા–‘ રાવણે ધરણેન્દ્ર પાસેથી અમેઘવિજયા શક્તિ મેળવી હતી, તે શક્તિને પણ ઉત્કૃષ્ટ પુષ્યવાળાં લક્ષ્મણ વાસુદેવે જીતી લીધી છે અને તેણે રાવણને પણ મારી નાંખ્યું! છે, તે તેની આગળ તેનેા સેવક મધુ તે કેણુ માત્ર છે? તે લક્ષ્મણુની આજ્ઞાથી શત્રુઘ્ને રણમાં મધુને મારી નાંખ્યા છે. 'ચમરેદ્ર મેલ્યા-‘તે શક્તિને જે લક્ષ્મણે જીતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી જીતેલી છે અને હવે તે તે વિશલ્યા પરણેલી છે, તેથી તેને પ્રભાવ ચાલ્યા ગયા છે, માટે તેનાથી શું થવાનું છે ? તેથી હું અવશ્ય એ મિત્રઘાતકને મારવા જઈશ.' આ પ્રમાણે કહીને ચમરેદ્ર રાષથી શત્રુદ્ઘના દેશમાં ગયા. ત્યાં તેના શુભ રાજ્યમાં તેણે સલાકાને સ્વસ્થ જોયા; એટલે ચમરેન્દ્રે વિચાર કર્યાં કે · પ્રથમ પ્રજામાં ઉપદ્રવ કરીને આ મધુના રિપુને અકળાવી દઉ' એવી બુદ્ધિથી તેણે શત્રુહ્મની પ્રજામાં વિવિધ પ્રકારનાં વ્યાધિ ઉત્પન્ન કર્યા. કુળદેવતાએ આવીને શત્રુન્નુને આ વ્યાધિ થવાનું કારણું જણાવ્યું, એટલે તે અચેાધ્યામાં રામ લક્ષ્મણની પાસે ગયે.
"
એવા સમયમાં દેશભૂષણ અને કુલભૂષણ મુનિ વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. રામ, લક્ષ્મણુ અને શત્રશ્ને તેમની સમીપે જઈને વંદના કરી. પછી રામે પૂછ્યું- આ શત્રુઘ્નને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org