________________
જય ચક્રવર્તીનું ચરિત્ર શ્રી નમિ ભગવાનના તીર્થમાં બીજા જય નામે ચક્રવત્તી થયા છે, તેનું પવિત્ર ચરિત્ર હવે કહીએ છીએ.
આ જંબુદ્વિપમાં ઐરાવતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર છે. તેમાં વસુંધર નામે એક વિખ્યાત રાજા થયે, તેને પદ્યાવતી નામે અતિપ્રિય રાણી હતી. તે મૃત્યુ પામતાં મનમાં ઉદ્વેગ પામેલા તે રાજાએ વિનયંધર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસાર્યો અને પોતે મનહર નામને વનમાં વરધર્મ નામના મુનિની પાસેથી ધર્મતત્વ સાંભળી પ્રતિબંધ પામીને દીક્ષા ગ્રહણ કરી. ચિરકાળ દીક્ષા પાળી મૃત્યુ પામીને તે સાતમા ક૫માં દેવપણાને પ્રાપ્ત થયે.
મગધ દેશમાં તેના મંડનરૂપ રાજગૃહી નામે નગરી છે. તે લક્ષમીનું એક કુલગ્રહ અને સ્વર્ગપુરીનું સદર હેાય તેવું લાગે છે. તે નગરીમાં ઈક્વાકુ વંશના તિલકરૂપ અને ન્યાયમાર્ગનું ઉત્પત્તિસ્થાન વિજય નામે વિજયી રાજા થયે. તેને વપ્રા નામે એક શીલવતી રાણ હતી. તે રૂપલાવણ્યની સંપત્તિથી પૃથ્વી પર રહેલી કોઈ દેવી હોય તેવી જણાતી હતી. કેટલેક કાળ ગયા પછી વસુંધર રાજાને જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને તેની કુક્ષિમાં અવતર્યો. ચૌદ સ્વને એ સૂચિત એવે તે પુત્ર પ્રસન્ચે, ત્યારે તેનું જયકુમાર નામ પાડ્યું. તે યૌવનવય પામ્યું એટલે બાર ધનુષ્ય ઊંચી કાયાવાળે અને સુવર્ણના જેવી કાંતિવાળે થયો. પિતાએ તેનો રાજ્યપર અભિષેક કર્યો. અન્યદા તેના આયુધગૃહમાં ચક્રવર્તીના પ્રથમ ચિન્હરૂપ ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દંડરન, ખડુંગરત્ન, ચર્મરત્ન અને કાંકિર્ણ રત્ન એમ કુલ સાત એકેન્દ્રિય રને ઉત્પન્ન થયાં. તે સિવાય પુરોહિતરત્ન, ગૃહિરત્ન, હસ્તિ રત્ન, અશ્વરત્ન, સેનાપતિ રત્ન, વાદ્ધકિરન અને સ્ત્રીરત્ન-એ સાત પંચેન્દ્રિય અને ઉત્પન્ન થયાં.
પછી જય ચક્રવતી દિગ્વિજય કરવાને માટે ચક્રને અનુસરી પ્રથમ પૂર્વ સાગર તરફ આવ્યા. ત્યાં માગધકુમારદેવને વશ કર્યો. ત્યાંથી નિવૃત્ત થઈ દક્ષિણસાગર પાસે આવી વરદામદેવને સાથે. “આ પૃથ્વી ઉપર ચક્રવતીની પાસે દેવ પણ સમર્થ નથી.” ત્યાંથી પશ્ચિમસાગર તરફ જઈને માત્ર એક બાણ નાખવાવડે લીલામાત્રમાં પ્રભાસદેવને વશ કરી લીધે. પછી ઇંદ્ર જેવા પરાક્રમી તે ચક્રવતીએ બીજા સિંધુરાજની જેમ સિંધુદેવીને અને વૈતાઢયગિરિના અધિષ્ઠાયિક વૈતાઢહ્યાદ્રિકુમારદેવને સાધી લીધા. પછી પોતે કૃતમાળદેવને વશ કર્યો અને સેનાપતિ પાસે સિંધુ મહાનદીના પશ્ચિમ નિકૂટને સધાવ્યું. પછી એ મહાભુજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org